બેંકો દ્વારા RBIમાં જમા થયેલી નોટબંધી સમયની કરન્સીમાં 1.5 કરોડની બોગસ ચલણી નોટ ઝડપાઈ, મામલો પોલીસ પાસે પહોંચ્યો

|

Sep 29, 2020 | 5:50 PM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં બેંકો દ્વારા જમા કરાવાયેલ હજારો ચલણી નોટ નકલી નીકળી હોવાની RBIએ લખનઉમાં પોલીસને ફરિયાદ કરી છે. આરબીઆઈમાં 1.5 કરોડની બનાવટી નોટો જમા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આ નોટો  નોટબંધી કરાયેલી  રૂપિયા 500 અને 1000 હજારના દરની છે. આરબીઆઈના સહાયક મેનેજર રંજના મરાવીએ આ મામલાની FIR નોંધાવી ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ […]

બેંકો દ્વારા RBIમાં જમા થયેલી નોટબંધી સમયની કરન્સીમાં 1.5 કરોડની બોગસ ચલણી નોટ ઝડપાઈ, મામલો પોલીસ પાસે પહોંચ્યો

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં બેંકો દ્વારા જમા કરાવાયેલ હજારો ચલણી નોટ નકલી નીકળી હોવાની RBIએ લખનઉમાં પોલીસને ફરિયાદ કરી છે. આરબીઆઈમાં 1.5 કરોડની બનાવટી નોટો જમા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આ નોટો  નોટબંધી કરાયેલી  રૂપિયા 500 અને 1000 હજારના દરની છે. આરબીઆઈના સહાયક મેનેજર રંજના મરાવીએ આ મામલાની FIR નોંધાવી ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવા અપીલ કરી છે. લખનઉની RBIની કરન્સી ચેસ્ટમાં મામલો સામે આવ્યો  છે. બેંકમાં 500 રૂપિયાની 9,753 નોટો, 1000ની 5,783 નકલી નોટો મળી આવી છે. આ નોટોની કુલ કિંમત 1.5 કરોડ રૂપિયા છે અને આ તમામ વર્ષ 2017 અને 2018માં જુદી જુદી બેંકોમાંથી RBI મોકલવામાં આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નોટબંધી બાદ મોટી સંખ્યામાં જૂની ચલણી નોટો જમા થતી હતી, જે તે સમયે તેની તરત તાપસ શક્ય ન હતી. હાલ તાપસ દરમ્યાન બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. પોલીસ પાસે ફરિયાદ સાથે જ નોટોની ફોરેન્સિક તપાસ કરવાનું પણ નક્કી કરાયું છે. ફરિયાદના સંદર્ભમાં પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓને પત્ર લખી અભિપ્રાયની પ્રક્રિયા માટે વિનંતી કરી છે. ટૂંક સમયમાં એફએસએલ અધિકારીઓ પણ નોટો તપાસવા આરબીઆઈ શાખાની મુલાકાત લઈ શકે છે. સૂત્રો અનુસાર આગળની તપાસમાં જાલી ચલણી નોટનો આંકડો અને રકમ વધી શકે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:49 pm, Tue, 29 September 20

Next Article