Bajaj Auto : Rahul Bajaj એ ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું, જાણો શું છે કારણ?

|

Apr 29, 2021 | 6:31 PM

આજે બજાજ ઓટો(Bajaj Auto)એ જાહેરાત કરી કે રાહુલ બજાજ(Rahul Bajaj) કંપનીના બિન-કાર્યકારી નિયામક અને અધ્યક્ષ(non-executive director and chairman) પદથી રાજીનામું આપી દીધું છે.

Bajaj Auto : Rahul Bajaj એ ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું, જાણો શું છે કારણ?
Rahul Bajaj

Follow us on

આજે બજાજ ઓટો(Bajaj Auto)એ જાહેરાત કરી કે રાહુલ બજાજ(Rahul Bajaj) કંપનીના બિન-કાર્યકારી નિયામક અને અધ્યક્ષ(non-executive director and chairman) પદથી રાજીનામું આપી દીધું છે. તેઓ 1 મેથી અમલમાં આવતા પાંચ વર્ષના ગાળા માટે ઓટો મેજરના ચેરમેન એમિરેટસ(Chairman Emeritus) તરીકે નિયુક્ત થયા છે.

રાહુલ બજાજની જગ્યા નીરજ બજાજ(Niraj Bajaj) લેશે, રાહુલ બજાજ હાલમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. 30 એપ્રિલ 2021 થી તેઓ બિન-કાર્યકારી નિર્દેશક અને અધ્યક્ષ પદ છોડશે. એક્સચેંજ ફાઇલિંગમાં કંપનીએ કહ્યું કે બજાજ ઓટોના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરજ બજાજની પહેલી મેથી તેના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

બજાજ ઓટોએ કહ્યું છે કે, રાહુલ બજાજે 1972 થી કંપનીના સુકાની રહ્યા છે અને પાંચ દાયકાથી બજાજ ગ્રુપના કાર્યભાર પર કાર્યરત છે, તેમણે તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે. તેમનું રાજીનામું 30 એપ્રિલ, 2021 ના રોજ business hours બાદથી અમલમાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

“1 મેથી, રાહુલ બજાજને પાંચ વર્ષ માટે બજાજ ઓટો અધ્યક્ષ એમિરેટસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રી રાહુલ બજાજે છેલ્લાં પાંચ દાયકામાં કંપની અને ગ્રુપની સફળતામાં મોટું યોગદાન છે. તેમના જબરદસ્ત અનુભવ અને તેમના જ્ઞાન, કંપનીના હિતમાં તેમની સુજબુજ અને સમયાંતરે સલાહકાર સાથે માર્ગદર્શક તરીકેની તેમની ભૂમિકાને જોતા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાહુલ બજાજને 1 મે 2021 થી કંપનીના અધ્યક્ષ એમિરેટસ તરીકે નિયુક્ત કર્યા છે.

શેરધારકોની મંજૂરી માટે આગામી વાર્ષિક સામાન્ય સભામાં આ મુદ્દો લેવામાં આવશે તેમ કંપનીએ જણાવ્યું હતું.

Next Article