Bad Bank અંદાજિત 40 હજાર કરોડ રૂપિયાના દેવા સાથેના ખાતા ખરીદશે, જાણો તેની શું થશે અસર?

|

Sep 20, 2022 | 9:07 AM

બેડ બેંક એ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીનો એક પ્રકાર છે જેનું કામ બેંકોની બેડ લોન એટલે કે NPA ને ટેકઓવર કરવાનું છે. તેનું કામ કોઈપણ ખરાબ સંપત્તિને સારી સંપત્તિમાં રૂપાંતરિત કરવાનું છે. ભારતે એક બેડ બેંકની પણ સ્થાપના કરી છે જે નેશનલ એસેટ રી-કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ તરીકે નોંધાયેલ છે.

Bad Bank અંદાજિત 40 હજાર કરોડ રૂપિયાના દેવા સાથેના ખાતા ખરીદશે, જાણો તેની શું થશે અસર?
Bad Bank

Follow us on

નેશનલ એસેટ રી-કન્સ્ટ્રક્શન કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ (NARCL) રૂપિયા 39,921 કરોડના કુલ દેવા સાથે 18 સંકટગ્રસ્ત એકાઉન્ટ્સ ખરીદવાનું વિચારી રહી છે. NARCL ને બેડ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાતાઓ 31 ઓક્ટોબર સુધી ખરીદવામાં આવે તેમ લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે નાણા મંત્રાલય અને સરકારી બેંકોના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ ખાતાઓની ખરીદી પર સહમતિ સધાઈ હતી. તે બે તબક્કામાં 18 ખાતા ખરીદશે. આ માટે તેણે 2 યાદી બનાવી છે. પ્રથમ યાદીમાં 8 ખાતાઓનો સમાવેશ થાય છે અને તેમનું કુલ દેવું રૂ. 16,744 કરોડ છે. બીજી યાદીમાં 10 ખાતા સામેલ છે અને તેમનું કુલ દેવું 18,177 કરોડ રૂપિયા છે.

બેડ બેંક આ ખાતા ખરીદશે

રિપોર્ટ અનુસાર જેપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મીનાક્ષી એનર્જી, મિત્તલ કોર્પ, રેઈનબો પેપર્સ અને કોન્સોલિડેટેડ કન્સ્ટ્રક્શન કંપનીના નામ પ્રથમ યાદીમાં સામેલ છે. કોસ્ટલ એનર્જન, રોલ્ટા અને મેકનલી ભારત એન્જિનિયરિંગના નામ બીજી યાદીમાં છે. જોકે, અહેવાલ પ્રકાશિત કરનાર મીડિયાએ સ્પષ્ટતા કરી છે કે તે રિપોર્ટની પુષ્ટિ કરી રહ્યા નથી.

સલાહકારો નિયુક્ત કરાયા

સૂત્રોએ એક મીડિયાને જણાવ્યું હતું કે રાજ્યની માલિકીની ARCએ આ 18 એકાઉન્ટ્સ માટે બિડને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પ્રક્રિયા પૂર્ણ કરવા માટે EY, PWC, અલ્વારેઝ એન્ડ માર્શલ, KPAMG અને ગ્રાન્ટ થોર્નટનને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ ત્રીજી યાદી પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે તેમ કહેવાય છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

બેડ બેંક શું છે?

બેડ બેંક એ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીનો એક પ્રકાર છે જેનું કામ બેંકોની બેડ લોન એટલે કે NPA ને ટેકઓવર કરવાનું છે. તેનું કામ કોઈપણ ખરાબ સંપત્તિને સારી સંપત્તિમાં રૂપાંતરિત કરવાનું છે. ભારતે એક બેડ બેંકની પણ સ્થાપના કરી છે જે નેશનલ એસેટ રી-કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ તરીકે નોંધાયેલ છે. બેંકોની એનપીએ ઘટાડવા માટે તેની સ્થાપના કરવામાં આવી છે.

બેડ બેંક અથવા NARCL લોન માટે સંમત મૂલ્યના 15 ટકા રોકડમાં અને બાકીના 85 ટકા સરકારી બાંયધરીકૃત સુરક્ષા રસીદમાં ચૂકવશે. NARCLને બેડ લોનના ટ્રાન્સફર સાથે બેંકોની બેલેન્સ શીટ સાફ થઈ જશે અને બેંકો તેમના વ્યવસાય અને ક્રેડિટ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

Next Article