
સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળા બાદ હવે ઘટાડો શરૂ થયો છે. ગયા અઠવાડિયે, કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ $75.5 અથવા 1.8% ઘટાડો થયો હતો. સોમવાર, 20 ઓક્ટોબરના રોજ પીળી ધાતુ $4,398 પ્રતિ ઔંસની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી હતી, પરંતુ બીજા દિવસે $266.4 અથવા 6.11% ઘટાડો નોંધાયો હતો. આ એક દાયકામાં તેનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. આ અઠવાડિયે, સોનામાં એક દાયકા કરતાં વધુ સમયમાં તેનો સૌથી તીવ્ર એક દિવસીય ઘટાડો જોવા મળ્યો. લાંબા રેકોર્ડ-બ્રેકિંગ ઉછાળા પછી રોકાણકારોએ નફો બુક કર્યો, જેના કારણે સોનાનો ભાવ 6% થી વધુ ઘટ્યો. બીજી તરફ પ્રખ્યાત આગાહીકાર, બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી આગાહી સૂચવે છે કે સોનાના ભાવો હજુ આસમાને પહોંચી શકે છે. કેટલા ઘટ્યા સોનાનો ભાવ? સોનાા-ચાંદીની કિંમતોમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા બાદ, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.22 લાખથી નીચે આવી ગયો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના જણાવ્યા અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ઘટીને...
Published On - 9:09 pm, Sun, 26 October 25