Axis બેંક SMS એલર્ટ માટે પૈસા વસૂલશે, સર્વિસ સ્ટોપ કરવા માટે આ સ્ટેપ ફોલો કરો

Axis બેંકે તેની SMS સેવા માટેના શુલ્કમાં સુધારો કર્યો છે. જેમાં હવે Axis બેંક ત્રિમાસિક SMS સેવા માટે પ્રતિ SMS 25 પૈસા અથવા વધુમાં વધુ 15 રૂપિયા ચાર્જ કરશે.

Axis બેંક SMS એલર્ટ માટે પૈસા વસૂલશે, સર્વિસ સ્ટોપ કરવા માટે આ સ્ટેપ ફોલો કરો
axis bank
| Updated on: Dec 14, 2024 | 10:49 AM

Axis Bank : ઘણા ખાતાધારકોને લાગે છે કે બેંકના ગ્રાહકો દ્વારા તેમના મોબાઈલ પર મળતા SMS મફત છે, પરંતુ એવું બિલકુલ નથી. ચેક ક્લિયર, પેમેન્ટ ડેબિટ અથવા પેમેન્ટ ક્રેડિટ જેવી માહિતી મોબાઈલ પર SMS દ્વારા આવે છે. તેના માટે બેંકો પ્રતિ SMS અથવા દર ત્રિમાસિક ચાર્જ વસૂલે છે.

એક્સિસ બેંકે તેની SMS સેવા માટેના શુલ્કમાં સુધારો કર્યો છે. જેમાં હવે એક્સિસ બેંક ત્રિમાસિક SMS સેવા માટે પ્રતિ SMS 25 પૈસા અથવા વધુમાં વધુ 15 રૂપિયા ચાર્જ કરશે. જો તમે આ સેવાને બંધ કરવા માંગો છો તો અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.

વધુમાં વધુ 25 રૂપિયા ચાર્જ કરતી હતી

અગાઉ 25 રુપિયા લેતા હતા : Axis Bank એ TRAI ના નિયમો મુજબ ત્રણ વર્ષ પહેલા 2021 માં SMS સેવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો. આ ફેરફાર પછી, એક્સિસ બેંક ખાતાધારક પાસેથી પ્રતિ ક્વાર્ટર દીઠ 25 પૈસા અથવા વધુમાં વધુ 25 રૂપિયા ચાર્જ કરતી હતી. આ દર 1 જુલાઈ 2021 થી લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ ફરી એકવાર એક્સિસ બેંકે તેના ચાર્જમાં ફેરફાર કર્યો છે અને હવે 15 ડિસેમ્બર, 2024 થી એક્સિસ બેંક ખાતાધારક પાસેથી પ્રતિ SMS 25 પૈસા અથવા ત્રિમાસિક મહત્તમ 15 રૂપિયા ચાર્જ કરશે.

આ બેંક ગ્રાહકોએ ચાર્જ ચૂકવવો પડશે નહીં : પ્રીમિયમ ખાતા ધારકો, બેંક સ્ટાફ, પગાર ખાતા ધારકો, પેન્શન ખાતા ધારકો, એક્સિસ બેંકના નાના અને મૂળભૂત ખાતાઓ પર SMS ચાર્જ લાગુ થશે નહીં. જો તમે આમાંથી કોઈ પણ એકાઉન્ટ ઓપરેટ કરો છો તો તમારે SMS શુલ્ક વિશે ચિંતા કરવાની જરૂર નથી. કોઈપણ માહિતી અથવા OTP મેસેજ માટે બેંક તરફથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

આ રીતે તમે SMS સેવા બંધ કરી શકો છો

  • Axis Bank કસ્ટમર કેર નંબર (1860-419-5555 / 1860-500-5555) પર કૉલ કરો.
  • તમારી SMS એલર્ટ સર્વિસ કરવાની રિક્વેસ્ટ સબમિટ કરો.
  • તમારી ઓળખની ચકાસણી કર્યા પછી સર્વિસ બંધ કરવામાં આવશે.

નેટ બેંકિંગ દ્વારા સેવા બંધ કરો.

  • Axis Bankની ઓફિશિયલ નેટ બેંકિંગ વેબસાઇટ પર લોગિન કરો.
  • Services અથવા Account Services સેકશન પર જાઓ.
  • ત્યાંથી SMS Alert વિકલ્પ પસંદ કરો.
  • SMS એલર્ટને Deactivate કરવાનો વિકલ્પ પસંદ કરો.
  • જરૂરી ચકાસણી બાદ સેવા બંધ થઈ જશે.