LGBTQIA સમુદાયને AXIS BANKએ આપી મોટી ભેટ, પોલિસીમાં બદલાવ કરી આ લાભો આપ્યા

|

Sep 07, 2021 | 9:40 PM

LGBTQIA સમુદાયમાં ગે, લેસ્બિયન, બાયસેકસ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિયર, ઇન્ટરસેક્સ અને અસેકસુઅલ લોકોનો સમાવેશ થાય છે.

LGBTQIA સમુદાયને AXIS BANKએ આપી મોટી ભેટ, પોલિસીમાં બદલાવ કરી આ લાભો આપ્યા
Axis Bank rolls out new policies for LGBTQIA employees and customers

Follow us on

ખાનગી ક્ષેત્રની લીડીંગ બેંક એક્સિસ બેન્ક (Axis Bank) કાર્યસ્થળમાં વિવિધતા, સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે LGBTQIA સમુદાયના ગ્રાહકો અને કર્મચારીઓ માટે વિશેષ નીતિઓ અને નિયમોના ચાર્ટરની જાહેરાત કરી છે, અને આ અંતર્ગત પોલિસીમાં બદલાવ કરી LGBTQIA સમુદાયના ગ્રાહકો અને કર્મચારીઓને કેટલાક લાભો આપવાની જાહેરાત કરી છે. બેંકનું કહેવું છે કે આ નવા નિયમો સાથે, LGBTQIA+ સમુદાયના ગ્રાહકો તેમના પાર્ટનર સાથે જોઈન્ટ એકાઉન્ટ ક્જોલાબી શકશે તેમજ તેમને તેમના બેંક ખાતામાં નોમિનેટ પણ કરી શકશે.

LGBTQIA સમુદાયમાં ગે, લેસ્બિયન, બાયસેકસ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિયર, ઇન્ટરસેક્સ અને અસેકસુઅલ લોકોનો સમાવેશ થાય છે. આ સમુદાય માટે પોલિસીમાં બદલાવ કરીને AXIS BANKએ એક ચાર્ટર જાહેર કરીને વિશેષ જોગવાઈઓ કરી છે, જે આ મૂજબ છે –

1)ગ્રાહકો તેમના સમલૈંગિક પાર્ટનર સાથે જોઈન્ટ સેવિંગ એકાઉન્ટ અને ટર્મ ડીપોઝીટ એકાઉન્ટ પણ ખોલી શકશે.

2)LGBTQIA સમુદાયના બેંક કર્મચારીઓ, કોઈપણ લિંગ અથવા વૈવાહિક દરજ્જાના લોકો મેડિકલેમ લાભો માટે તેમના પાર્ટનરને ઉમેરી શકે છે.

3) LGBTQIA સમુદાયના બેંક કર્મચારીઓ અને લોકો બેંકના તેમના લિંગ અથવા લિંગ અભિવ્યક્તિ અનુસાર કપડાં પણ પહેરી શકે છે. એટલે કે તેમને મનગમતા કપડા પહેરી શકે છે.

4)એક્સિસ બેન્કે તેની નવી વિચારધારા દિલ સે ઓપન – DilSeOpen હેઠળ, #ComeAsYouAre ની જાહેરાત કરી છે, જે બેંકના LGBTQIA+ સમુદાયના કર્મચારીઓ અને ગ્રાહકો માટે નીતિઓનું ચાર્ટર છે.

5)દેશની ત્રીજી સૌથી મોટી ખાનગી બેંક એક્સીસ બેન્કે જણાવ્યું હતું કે કોઈપણ કર્મચારી કે ગ્રાહકની લિંગ પસંદગીઓ તેમના જન્મ સમયે મળેલ લિંગથી અલગ હોઈ શકે છે. બેંક 20 સપ્ટેમ્બર, 2021 થી તેના ગ્રાહકો માટે આ નવા નિયમ લઈને આવી રહી છે, જેના માટે ગ્રાહકો તેમના નામ આગળ ‘Mx’ ઉમેરી શકશે અને પોતે LGBTQIA સમુદાયમાંથી છે તેવી ઓળખ આપી શકશે.

આ પણ વાંચો : નંદુરબારમાં મહિલાની દર્દનાક હત્યા કરનારો હત્યારો સુરતમાંથી ઝડપાયો, હત્યા કેવી રીતે કરી એ જાણી રુવાડા ઉભા થઇ જશે

Published On - 9:38 pm, Tue, 7 September 21

Next Article