નંદુરબારમાં મહિલાની દર્દનાક હત્યા કરનારો હત્યારો સુરતમાંથી ઝડપાયો, હત્યા કેવી રીતે કરી એ જાણી રુવાડા ઉભા થઇ જશે

આ મહિલાનું નામ સીતા સદનકુમાર ભગત છે, જે મૂળ બિહારની રહેવાસી છે. તે બિહારના સીમિરીયા મેનપુર જિલ્લાના કપારામાં રહે છે અને સીતાની હત્યા તેના જ પ્રેમી દ્વારા જ કરવામાં આવી છે.

નંદુરબારમાં મહિલાની દર્દનાક હત્યા કરનારો હત્યારો સુરતમાંથી ઝડપાયો, હત્યા કેવી રીતે કરી એ જાણી રુવાડા ઉભા થઇ જશે
The killer who killed a woman in Nandurbar was caught from Surat

SURAT : મહારાષ્ટ્રના નંદુરબારમાં મહિલાની દર્દનાક હત્યા કરનારા હત્યારાને સુરત પોલીસ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. ગત તારીખ 24 ઓગષ્ટના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર પાસે આવેલા જંગલમાંથી એક મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.નંદુબાર પોલીસે આ મહિલાના મૃતદેહનો કબજો લઇ આગળની કાર્યવાહી તેમજ દ આ મહિલાના હત્યારાની શોધખોળ માટે કવાયત હાથ ધરી હતી. જો કે સુરત પોલીસ ક્રાઈમ બ્રાંછે આ
મહિલાની હત્યા કરનાર હત્યારા આરોપીની ધરપકડ કરી છે.

ક્રૂરતાપૂર્વક કરી મહિલાની હત્યા
આ હત્યારા યુવકે મહિલાની જે રીતે ક્રૂરતાપૂર્વક હત્યા કરી એ ઘટના જાણીને સૌ કોઈના રુવાડા ઉભા થઇ જાય. હત્યારાએ મહિલાની હત્યા કરવામાં તમા હદો પાર કરી દીધી હતી. હત્યારા યુવકે પહેલા મહિલાનું ગળું કાપી તેની હત્યા કરી, બાદમાં મહિલાના મૃતદેહના ટુકડા કરી નાંખ્યા, જેથી કરીને જંગલી જાનવરો મૃતદેહના ટુકડાઓ ખાઈ જાય અને મૃતદેહ નષ્ટ થઇ જાય. આટલું ઓછું હોય તેમ આ મહિલાની ઓળખ ન થાય એ માટે હત્યારાએ મહિલાના ચહેરા પરની ચામડી ધારદાર હથિયાર વડે કાઢી નાખી હતી. આમ હત્યારાએ પુરાવાનો નાશ કરવા તેમજ પોલીસ પકડથી બચવા તમામ પ્રયત્નો કર્યા હતા.

નંદુરબાર પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો
નંદુરબાર સીટી પોલીસે મૃતદેહ લઇ જઇ આગળની તપાસ હાથ ધરી હતી. નંદુરબાર પોલીસની તપાસમાં તેમણે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ આ હત્યા બાબતે કામે લાગી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચના PSI ચિરાગ દેસાઇની ટીમના માણસોને બાતમીદારો દ્વારા જાણવા મળ્યું હતું કે, આ મહિલાનું નામ સીતા સદનકુમાર ભગત છે, જે મૂળ બિહારની રહેવાસી છે. તે બિહારના સીમિરીયા મેનપુર જિલ્લાના કપારામાં રહે છે અને સીતાની હત્યા તેના જ પ્રેમી દ્વારા જ કરવામાં આવી છે. સીતાના હત્યારા પ્રેમી વિનયકુમાર રામજન્ય રાય વિશે પોલીસે માંડવીમાં આવેલા કરંજ ગામમાં પૂછપરછ કરી હતી. ત્યાં PSI દેસાઈ ની ટીમ દ્વારા વોચ ગોઠવીને એક રૂમ માંથી હત્યા કરનાર પ્રેમીની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી.

પ્રેમ સંબંધ બન્યો હત્યાનું કારણ
સુરત DCB પોલીસ દ્વારા મહિલાની દર્દનાક હત્યા કરનાર આરોપી વિનયકુમાર રામજન્ય રાયની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે, આ મહિલાને વિનયકુમાર સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો અને વિનય પહેલા પણ સીતાનો એક બીજા યુવક સાથે પ્રેમસંબંધ હતો. સીતાએ તેના પહેલા પ્રેમી પર દુષ્કર્મનો કેસ દાખલ કરાવ્યો હતો. તેજ રીતે જો વિનય તેની સાથે લગ્ન નહીં કરે તો વિનય વિરુદ્ધમાં પણ દુષ્કર્મનો કેસ દાખલ કરશે તેવી ધમકીઓ આપી હતી. આરોપી વિનય પરણિત હતો જેથી તેનો ઘર સંસાર ન તૂટે તેથી તેણે સીતાની હત્યા કરી દીધી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati