VIDEO: Covid-19 લોકડાઉન હળવું થયા બાદ મુંબઇમાં બિન-જરૂરી રિટેલરોનો ધંધા માટે સંઘર્ષ

|

Sep 28, 2020 | 3:20 PM

મુંબઈમાં અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કિલ ! Coronavirus દબાણયુક્ત લોકડાઉનને પગલે મુંબઇના બિન-આવશ્યક સ્ટોર્સ શરૂ કરવાના પાંચમાં દિવસે ઘણા રિટેલરોએ આશા રાખી હશે તેટલા ખુશ નથી. શ્રમિકોની અછત, તીવ્ર માંગની તંગી અને પ્રવાહીતાના મુદ્દાઓનો (liquidity/cash issue) અર્થ એ છે કે માત્ર 20-25 ટકા દુકાનોજ ફરીથી ચાલુ થઈ શકી છે. આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોનાના કેસમાં […]

VIDEO: Covid-19 લોકડાઉન હળવું થયા બાદ મુંબઇમાં બિન-જરૂરી રિટેલરોનો ધંધા માટે સંઘર્ષ

Follow us on

મુંબઈમાં અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કિલ !

Coronavirus દબાણયુક્ત લોકડાઉનને પગલે મુંબઇના બિન-આવશ્યક સ્ટોર્સ શરૂ કરવાના પાંચમાં દિવસે ઘણા રિટેલરોએ આશા રાખી હશે તેટલા ખુશ નથી. શ્રમિકોની અછત, તીવ્ર માંગની તંગી અને પ્રવાહીતાના મુદ્દાઓનો (liquidity/cash issue) અર્થ એ છે કે માત્ર 20-25 ટકા દુકાનોજ ફરીથી ચાલુ થઈ શકી છે.
આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો, એક જ દિવસમાં નોંધાયા 11,314 નવા કેસ
કોરોનાથી બચાવ માટેના આકર્ષક માસ્ક, બાળકો માટે અલગ-અલગ કાર્ટૂન માસ્ક અને મોટા લોકો માટે અલગ ડિઝાઈન વાળા માસ્ક. સાથે દરેક પ્રકારના ગ્લ્વઝ પણ ઉપલબ્ધ છે મુંબઈની માર્કેટમાં. પીપીઈ કિટ હોય, સેનિટાઇઝર હોય, હેન્ડ વૉશ અથવા કોઈ પણ કોરોના સંબંધિત વસ્તુઓ, આ તમામ વસ્તુઓની ભરમાર જોવા મળી રહીં છે મુંબઈ ની બજારમાં. કસ્ટમર્સ ઓછા આવવાથી આ તમામ વસ્તુઓની હાલ ઓનલાઈન ડિલીવરી પણ શરૂ કરવામાં આવી છે.

દક્ષિણ મુંબઈની માર્કેટ

Tv9 સાથે વાત કરતાં ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશનના મહારાષ્ટ્ર વિંગના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું કે માર્ગદર્શિકા મુજબ મુંબઈની લગભગ 50 ટકા દુકાનોને સંચાલન કરવાની છૂટ છે. પણ વિસ્તારોના આધારે માર્ગદર્શિકા જુદી જુદી હોય છે. ઘણી દુકાનમાં છૂટછાટ હોવા છતાં તેઓ ખોલી શક્યા નથી કારણ કે તેમની પાસે સ્ટાફ નથી અથવા તો દુકાનના ભાડા આપવા માટે પૈસા નથી. ભાડા ઘટાડવા માટે ઘણી વાટાઘાટો ચાલી રહી છે. સ્ટોર્સ ખોલ્યા હોવા છતાં, આવનારા અમુક મહિના સુધી વેચાણમાં વધારો થાય એ હાલ મુશ્કેલ લાગી રહ્યું છે.
દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં પણ ઘણા વ્યાપારી અને રીટેલરો એમ જણાવી રહ્યા છે કે સરકાર તરફથી કોઈ પણ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં નથી આવી. એક તરફ જ્યાં સરકારે દુકાનો ખોલાવાની પરવાનગી આપી છે ત્યાં બિજી બાજૂ બીએમસીના કર્મીયો આવીને દુકાનો બંધ કરાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
આવા કપરા સમયમાં રિટેલરો માને છે કે જો પરિસ્થિતિ આવીજ રહીં તો દુકાનો બંધ કરવી પડશે. COVID-19 ના ડરના લિધે ગ્રાહક ખૂબ ઓછા છે અને હાલ લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરી રહ્યાં છે.  હાલ તો રિટેલરો મુજબ બજાર સંપૂર્ણ ક્રેશ થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:08 am, Sat, 13 June 20

Next Article