કોચર દંપતિની ધરપકડ તેમના પુત્રના લગ્ન માટે બન્યું વિઘ્નનું કારણ, લગ્ઝરી ગાડીઓથી લઈને હોટલનું થઈ ચૂક્યુ હતું બુકિંગ

|

Dec 29, 2022 | 8:46 PM

અર્જૂને પ્રતિષ્ઠિત યેલ યૂનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ છે. તેમને અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થિત દિગ્ગજ મેનેજમેન્ટ કંપની McKinseyમાં બે વર્ષ સુધી કામ કર્યુ છે. તે બિઝનેસ એનાલિસ્ટ રહી ચૂક્યો છે.

કોચર દંપતિની ધરપકડ તેમના પુત્રના લગ્ન માટે બન્યું વિઘ્નનું કારણ, લગ્ઝરી ગાડીઓથી લઈને હોટલનું થઈ ચૂક્યુ હતું બુકિંગ
Chanda kochhar and son arjun kochhar
Image Credit source: File Image

Follow us on

ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની શુક્રવારે સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી. તેમને વીડિયોકોન ગ્રુપને આપેલી એક લોન મામલે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમની ધરપકડ તેમના પુત્રના લગ્ન માટે મોટુ વિઘ્ન બન્યું છે. રિપોર્ટ મુજબ ચંદા કોચરના પુત્ર અર્જૂન કોચરના લગ્નનો કાર્યક્રમ 15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરીની વચ્ચે રાજસ્થાનના જેસલમેર સ્થિત બે હાઈ પ્રોફાઈલ હોટલમાં થવાની હતી પણ કોચર દંપતિની ધરપકડ બાદ હવે લગ્ન રદ્દ કરવામાં આવ્યા છે.

જાણો કોણ છે અર્જૂન કોચર

ચંદા કોચર અને દીપક કોચરના બે બાળકો છે. તેમની દીકરી આરતીના વર્ષ 2014માં લગ્ન થયા હતા. અર્જૂન ચંદા કોચર અને દીપક કોચરને આ સિવાય એક દીકરો પણ છે. જેનું નામ અર્જૂન છે. અર્જૂને પ્રતિષ્ઠિત યેલ યૂનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ છે. તેમને અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થિત દિગ્ગજ મેનેજમેન્ટ કંપની McKinseyમાં બે વર્ષ સુધી કામ કર્યુ છે. તે બિઝનેસ એનાલિસ્ટ રહી ચૂક્યો છે. અર્જૂનની લિંક્ડઈન પ્રોફાઈલમાં કહેવામાં આવ્યું છે કે તેમને મુંબઈમાં સ્થિત સિટી બેન્કમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ સમર એનાલિસ્ટ તરીકે પણ કામ કર્યુ હતું.

મુંબઈની તાજ પેલેસમાં હતી પાર્ટી

અર્જૂન કોચરે પોતાનો સ્કુલ સુધીનો અભ્યાસ મુંબઈની The Cathedral અને John Connon સ્કૂલમાં કર્યો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ કોચર પરિવારે ગુરૂવારે મુંબઈ સ્થિત તાજ પેલેસમાં પોતાના પુત્ર અર્જૂનની સંજના સાથે લગ્નની ખુશીમાં પોતાના પરિવાર અને મિત્રોને કોકટેલ અને ડિનર માટે આમંત્રણ મોકલ્યુ હતું. જો કે આ પાર્ટી હવે રદ્દ થઈ ગઈ છે. તે સિવાય પરિવારે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીની સાથેની ડીલને પણ કેન્સલ કરી દીધી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રિપોર્ટસ મુજબ કોચર દંપતિએ રાજસ્થાનના જેસલમેર શહેરમાં બે હોટલમાંથી મહેમાનોને લાવવા અને લઈ જવા માટે લગભગ 150 લગ્ઝરી ગાડીઓ પણ બુક કરી હતી. સંજના એક વેપારી પરિવારમાંથી આવે છે. ઈવેન્ટ કંપની છેલ્લા 13 મહિનાથી લગ્નની તૈયારીઓમાં જોડાઈ હતી. તેમની ધરપકડ પહેલા તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું હતું.

CBI દ્વારા વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની કરાઈ ધરપકડ

CBIએ  ICICI બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કર્યા બાદ વીડિયોકોનના સીઈઓ વેણુગોપાલ ધૂતની પણ મુંબઈથી ધરપકડ કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ ICICI બેંકના તત્કાલીન CEO ચંદા કોચર સામેના આરોપોને સમર્થન આપ્યું હતું કે તેણે વિડિયોકોન ગ્રુપ ઓફ કંપનીઝને લોન ચૂકવી હતી. વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના પતિ દીપક કોચરની માલિકીની કંપનીએ વળતરના ભાગરૂપે વીડિયોકોન પાસેથી રોકાણ મેળવ્યું હતું. આ કેસ ICICI દ્વારા ઉદ્યોગપતિ વેણુગોપાલ ધૂત દ્વારા નિયંત્રિત વિડિયોકોન જૂથને આપવામાં આવેલી રૂ. 3,250 કરોડની લોન સાથે સંબંધિત છે જ્યારે ચંદા કોચર ICICI બેંકના વડા હતા.

Next Article