એર ઈન્ડિયાને આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત કરવાનો સરકારનો વિચાર સરાહનીય: લુફ્થાન્સા

|

Jun 21, 2022 | 11:47 PM

જર્મનીનું લુફ્થાન્સા ગ્રૂપ ( Lufthansa Group) સ્વિસ, લુફ્થાન્સા અને ઑસ્ટ્રિયન એરલાઇન્સ સહિત વિવિધ યુરોપિયન એરલાઇન બ્રાન્ડનું સંચાલન કરે છે, જેમાં લુફ્થાન્સા હાલમાં દેશમાંથી દર અઠવાડિયે 42 ફ્લાઇટ્સ સંચાલિત કરે છે.

એર ઈન્ડિયાને આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત કરવાનો સરકારનો વિચાર સરાહનીય: લુફ્થાન્સા
Air India (Symbolic Image)

Follow us on

લુફ્થાન્સા ગ્રુપના સીઈઓ કાર્સ્ટન સ્પોરે કહ્યું છે કે ભારતીય આંતરરાષ્ટ્રીય પેસેન્જર માર્કેટમાં મોટાભાગની વૃદ્ધિ ગલ્ફ રિજન એરલાઈન્સને કારણે થઈ રહી છે અને તેમનું જૂથ એર ઈન્ડિયાને (Air India) તેનો બજાર હિસ્સો પાછો મેળવવા માટે એક મજબૂત એન્ટિટી બનાવવાના ભારત સરકારના વિચારની પ્રશંસા કરે છે. ભારતના આંતરરાષ્ટ્રીય પેસેન્જર માર્કેટમાં આંતરરાષ્ટ્રીય એરલાઈન્સનું પ્રભુત્વ છે, જેમાં મુખ્યત્વે અમીરાત અને કતાર એરવેઝ જેવી ગલ્ફ રિજન એરલાઈન્સનો સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે અમીરાત એરલાઈન દુબઈને મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોચી, કોલકાતા, અમદાવાદ અને તિરુવનંતપુરમથી જોડતી 170 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. ટાટા જૂથે ગયા વર્ષે 8 ઓક્ટોબરે ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયા માટે સફળતાપૂર્વક બિડ કરી હતી. ટાટા જૂથે આ વર્ષે 27 જાન્યુઆરીના રોજ એરલાઇનનું સંચાલન અને નિયંત્રણ સંભાળ્યું હતું.

ભારતમાં મોટી તકો

ટાટા ગ્રૂપ હેઠળ એર ઈન્ડિયા આવ્યા પછી લુફ્થાન્સાને ભારતની કામગીરી પર શું અસર થશે તે અંગે પૂછવામાં આવતા, સ્પોરે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે “ભારતીય એરલાઈન્સ માટે ભારતીય બજારમાં પહેલા કરતાં વધુ મોટો હિસ્સો લેવાની તક છે. ઈમાનદારીથી કહું તો આ માર્કેટમાં મોટાભાગની વૃદ્ધિ ગલ્ફ-આધારિત એરલાઈન્સને કારણે થઈ છે. આ અર્થમાં હું એર ઈન્ડિયાને મજબૂત ખેલાડી બનાવવાના ભારત સરકારના વિચારની પ્રશંસા કરું છું. અમે આશા રાખીએ છીએ કે અમારી ભાગીદાર એર ઈન્ડિયા તે સંજોગોનો લાભ લેશે. જર્મનીનું લુફ્થાંસા ગ્રૂપ સ્વિસ, લુફ્થાંસા અને ઑસ્ટ્રિયન એરલાઇન્સ સહિત વિવિધ યુરોપિયન એરલાઇન બ્રાન્ડનું સંચાલન કરે છે.”

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

દેશમાંથી ફ્લાઈટ્સ વધારશે લુફ્થાન્સા

જ્યારે પૂછવામાં આવ્યું કે લુફ્થાન્સા ગ્રૂપ ભારતમાં કેવા પ્રકારની ભાગીદારી શોધી રહ્યું છે તો તેણે કહ્યું, “અમારું ભાગીદાર એર ઈન્ડિયા છે, તેમાં સ્ટાર એલાયન્સમાં પણ સામેલ છે. વિસ્તારા અને અન્ય એરલાઈન્સ સાથે શું થઈ રહ્યું છે તે અમે ખૂબ નજીકથી જોઈ રહ્યા છીએ. સ્ટાર એલાયન્સ એ 27 એરલાઇન્સનું વૈશ્વિક સમૂહ છે જેમાં યુનાઇટેડ એરલાઇન્સ, લુફ્થાન્સા ગ્રૂપ, એર કેનેડા વગેરેનો સમાવેશ થાય છે. સ્પોરે ખુશી વ્યક્ત કરી કે ભારતે હવે કોવિડ સમયગાળા દરમિયાન રજૂ કરવામાં આવેલી ‘એર બબલ’ સિસ્ટમનો અંત લાવી દીધો છે. તેમણે કહ્યું, અમે ભારતમાં દર અઠવાડિયે 42 ફ્લાઈટ્સ ચલાવીએ છીએ અને અમે શક્ય તેટલી વહેલી તકે મહામારી પહેલાની 56 સાપ્તાહિક ફ્લાઈટ્સ સુધી પહોંચવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે ભારતની બહાર અને ભારત જવાની સીટોની માંગ ઘણી વધારે છે.

Next Article