મોંઘવારીનો વધુ એક ફટકોઃ એપ્રિલથી 800થી વધુ દવાઓ મોંઘી થશે, કિંમત 10 ટકા સુધી વધશે, સરકારે આપી મંજૂરી

NPPA એટલે કે નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટીએ સુનિશ્ચિત દવાઓની કિંમતોમાં મહત્તમ 10.7 ટકાના વધારાને મંજૂરી આપી છે.

મોંઘવારીનો વધુ એક ફટકોઃ એપ્રિલથી 800થી વધુ દવાઓ મોંઘી થશે, કિંમત 10 ટકા સુધી વધશે, સરકારે આપી મંજૂરી
Another blow to inflation (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 7:28 AM

એપ્રિલથી તમારા ખિસ્સામાંથી મોંઘવારીનો બીજો હપ્તો કાપવામાં આવશે. વાસ્તવમાં સરકારે શિડ્યુલ દવાઓ( scheduled drugs)ના ભાવ વધારાને લીલી ઝંડી આપી દીધી છે. આ પગલા બાદ આવતા મહિનાથી 800 થી વધુ જરૂરી દવાઓના ભાવમાં વધારો(Price Hike) થશે. NPPA અનુસાર, કિંમતોમાં વધારો જથ્થાબંધ મોંઘવારી દર (WPI)ના આધારે કરવામાં આવ્યો છે.વાસ્તવમાં, ફાર્મા ઉદ્યોગ રોગચાળા પછી ખર્ચમાં વધારો થયા પછી દવાઓના ભાવમાં સતત વધારો કરવાની માંગ કરી રહ્યો હતો. કિંમતો વધારવાના આ નિર્ણયની અસર પેઈન કિલરથી લઈને એન્ટીબાયોટીક્સ સુધીની દરેક વસ્તુ પર પડશે.

NPPA એટલે કે નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટીએ સુનિશ્ચિત દવાઓના ભાવમાં મહત્તમ 10.7 ટકાના વધારાને મંજૂરી આપી છે. સુનિશ્ચિત દવાઓ આવશ્યક દવાઓ હેઠળ આવે છે અને તેની કિંમતો નિયંત્રિત થાય છે. પરવાનગી વિના તેમના ભાવમાં વધારો કરી શકાતો નથી. આ નિર્ણયની અસર દેશની આવશ્યક દવાઓની યાદીમાં સામેલ 800થી વધુ દવાઓ પર જોવા મળશે. આ સૂચિમાં પેરાસિટામોલ, ચેપની સારવાર માટે જરૂરી એઝિથ્રોમાસીન, વિટામિન વગેરેનો સમાવેશ થાય છે.

આ સૂચિમાં એવી દવાઓનો પણ સમાવેશ થાય છે જેનો ઉપયોગ કોવિડના મધ્યમથી ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. શુક્રવારે જારી કરાયેલી નોટિસમાં NPPAએ કહ્યું કે વાણિજ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત જથ્થાબંધ ફુગાવાના આંકડા અનુસાર, 2020માં દવાઓમાં વાર્ષિક 10.76607 ટકાનો વધારો થયો છે. અનુસૂચિત દવાઓની કિંમતોમાં વધારો કરવાની પરવાનગી એનપીપીએ દ્વારા વાર્ષિક ધોરણે જારી કરવામાં આવે છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ETએ ફાર્મા સેક્ટરના નિષ્ણાતોને ટાંકીને જણાવ્યું હતું કે કેટલાક મુખ્ય APIsના ભાવ છેલ્લા બે વર્ષમાં 15 ટકાથી 130 ટકા વધી ગયા છે. પેરાસિટામોલના ભાવમાં 130 ટકાનો ઉછાળો આવ્યો છે. જેમાં, સિરપ અને ઓરલ ડ્રોપ્સની સાથે, અન્ય ઘણી દવાઓ અને તબીબી એપ્લિકેશનોમાં ઉપયોગમાં લેવાતા ગ્લિસરીનની કિંમતમાં 263 ટકા અને પ્રોપિલિન ગ્લાયકોલની કિંમતમાં 83 ટકા સુધીનો વધારો થયો છે.ઇન્ટરમીડિયેટ્સના ભાવ 11 ટકાથી વધીને 175 ટકા થયા છે. વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષના અંતમાં, ફાર્મા સેક્ટર સરકારને મળ્યા હતા અને ભાવમાં વધારા માટે મંજૂરી માંગી હતી.

g clip-path="url(#clip0_868_265)">