દુનિયાના અમીરોમાં છઠ્ઠા નંબરે પહોંચ્યા હતા Anil Ambani, કેમ શરૂ થયા તેમના ખરાબ દિવસો?

|

Feb 24, 2021 | 7:57 PM

વર્ષ 2007માં Anil Ambaniને ફોર્બ્સની અમીરોની યાદીમાં સ્થાન મળ્યું હતું. પરંતુ તેની બાદ એક નુકશાનના લીધે અનિલ અંબાણીની કંપની આરકોમ નાદાર જાહેર થવાની પ્રક્રિયા સુધી પહોંચી છે.

દુનિયાના અમીરોમાં છઠ્ઠા નંબરે પહોંચ્યા હતા Anil Ambani, કેમ શરૂ થયા તેમના ખરાબ દિવસો?

Follow us on

વર્ષ 2007માં Anil Ambaniને ફોર્બ્સની અમીરોની યાદીમાં સ્થાન મળ્યું હતું. પરંતુ તેની બાદ એક નુકશાનના લીધે અનિલ અંબાણીની કંપની આરકોમ નાદાર જાહેર થવાની પ્રક્રિયા સુધી પહોંચી છે. અનિલ અંબાણીની કંપની સતત નુકસાનમાં ચાલી રહી છે. રિલાયન્સ કેપિટલ ફરી એકવાર ડિબેન્ચરની વીજ ચુકવણીમાં નિષ્ફળ નિવડ્યું છે. કંપનીએ 21 ફેબ્રુઆરીએ આ વ્યાજ ચુકવવાનું હતું. Anil Ambaniની એક જમાનામાં દુનિયાના છઠ્ઠા અમીર તરીકે ગણતરી થતી હતી. પરંતુ એક પછી એક નુકસાન બાદ ડિફૉલ્ટર થયા છે.

 

રિલાયન્સના વર્ષ 2005માં પડ્યા હતા ભાગલા 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભારતમાં જ્યારે વર્ષ 2005માં ટેલિકોમ સેક્ટરની શરૂઆત થઈ હતી. ત્યારે રિલાયન્સ આ ક્ષેત્રમાં આવી રહ્યું હતું. પરંતુ ધીરુભાઈ અંબાણીના બંને પુત્રો મૂકેશ અને અનિલ અંબાણી વચ્ચે ટેલિકોમ સેકટરને લઈને વિવાદ ઊભો થયો હતો. જેના લીધે 2005માં તેમની વચ્ચે ભાગલા પડ્યા હતા. રિલાયન્સ ઈન્ફોકોમ Anil Ambaniના ભાગમાં આવી હતી. એટલે કેરિલાયન્સ કોમ્યુનિકેશન જેનું નામ આરકોમ પણ છે.

 

વર્ષ 2007માં દુનિયાના અમીર વ્યકિતમાં અનિલ અંબાણીનું નામ

વર્ષ 2007માં અનિલ અંબાણીને ફોર્બ્સની અમીરોની યાદીમાં સ્થાન મળ્યું હતું. પરંતુ તેની બાદ એક નુકશાનના લીધે અનિલ અંબાણીની કંપની આરકોમ નાદાર જાહેર થવાની પ્રક્રિયા સુધી પહોંચી છે. અનિલ અંબાણીની કંપની સતત નુકસાનમાં ચાલી રહી છે. અનિલ અંબાણીએ આરકોમના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. તેમની મોટાભાગની કંપનીઓ નુકસાનમાં ચાલી રહી છે. કંપની પર ખૂબ મોટું દેવું છે.

 

દેવું ચુકવવા માટે પણ લેવું પડે છે દેવું

અનિલ અંબાણીની કંપનીની આર્થિક હાલત એટલી ખરાબ છે કે જેમાં દેવું ચુકવવા માટે દેવું લેવાની નોબત આવી છે. જેના લીધે તેમની આર્થિક સ્થિતિ વધારે કંગાળ થઈ રહી છે. વર્ષ 2018 સુધી તેમની કંપની પર 50 હજાર કરોડ રૂપિયાનું દેવું થઈ ચૂક્યું હતું.

 

અનેક મોરચા પર લાગ્યો આંચકો

અનિલ અંબાણી પોતાની હાલત સુધારવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. જેમાં તેમને સફળતા ના મળી. તેમણે વર્ષ 2016માં આરકોમ અને એરસેલ સાથે વિલય કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને સફળતા ના મળી. કંપની પર અનેક બેંકોના દેવા છે. જે દેવા કંપની ચૂકવી શકે તેવી હાલતમાં નથી.

 

આ પણ વાંચો: IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં જ સમેટાઈ, અક્ષર પટેલની 6 અને અશ્વિનની 3 વિકેટ

Next Article