Anil Ambani Birthday : પતિના જન્મદિવસે ટીના અંબાણીએ પોસ્ટ શેર કરી, જાણો અનિલ અંબાણી વિશે રજૂ કરાયેલ એ હ્ર્દય સ્પર્શી વાત

|

Jun 04, 2022 | 7:28 AM

અનિલ અંબાણી આજે 63 વર્ષના થયા  છે. તે જ સમયે, ટીના અંબાણીનો જન્મ 11 ફેબ્રુઆરી 1958 ના રોજ થયો હતો.  ટીનએ બીજી તસ્વીરમાં  પરિવારનો ફોટો શેર કર્યો છે. આ તસ્વીરમાં અનિલ અંબાણી અને ટીના અંબાણી તેમના બે પુત્રો અનમોલ અને અંશુલ  પણ સાથે છે.

Anil Ambani Birthday : પતિના જન્મદિવસે ટીના અંબાણીએ પોસ્ટ શેર કરી, જાણો અનિલ અંબાણી વિશે રજૂ કરાયેલ એ હ્ર્દય સ્પર્શી વાત
Tina and Anil Ambani

Follow us on

Anil Ambani Birthday: મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના ભાઈ અને સંઘર્ષ કરી રહેલા કારોબારી અનિલ અંબાણીનો આજે જન્મદિવસ છે. દરવર્ષે સોશિયલ મીડિયામાં એક હૃદયસ્પર્શી પોસ્ટ સાથે અનિલની પત્ની (Tina Ambani) તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. અનિલના જન્મદિવસ પર તેની પત્ની ટીના અંબાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે જે દિલ જીતી રહી છે. ટીના અંબાણીએ પોતાની પોસ્ટ સાથે ત્રણ ફોટા શેર કર્યા છે જેમાં તેણે અનિલ અંબાણીને પોતાની શક્તિ અને ખુશીનું કારણ ગણાવ્યા છે. પ્રથમ ફોટામાં અનિલ અંબાણી અને ટીના અંબાણીનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરવામાં આવ્યો છે. આ તસ્વીરમાં અનિલ અને ટીના સ્મિત રેલાવી રહયા છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

અનિલ અંબાણી આજે 63 વર્ષના થયા  છે. તે જ સમયે, ટીના અંબાણીનો જન્મ 11 ફેબ્રુઆરી 1958 ના રોજ થયો હતો.  ટીનએ બીજી તસ્વીરમાં  પરિવારનો ફોટો શેર કર્યો છે. આ તસ્વીરમાં અનિલ અંબાણી અને ટીના અંબાણી તેમના બે પુત્રો અનમોલ અને અંશુલ  પણ સાથે છે. ત્રીજી તસ્વીરમાં અંબાણી દંપતીની વધુ એક તસ્વીર શેર કરવામાં આવી છે.

અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ થયો હતો. તેઓ આજે 63 વર્ષના છે.  ટીના અંબાણીનો જન્મ 11 ફેબ્રુઆરી 1958 ના રોજ થયો હતો. તે અનિલ અંબાણી કરતા એક વર્ષ મોટી છે. આ સમયે તેણીએ 64 વર્ષ પૂર્ણ કર્યા છે. ટીના અંબાણીના ઈન્સ્ટાગ્રામ પરના મોટા ભાગના ફોટો પરિવારના છે. તે તેને અલગ-અલગ પ્રસંગોએ પોસ્ટ કરતી રહે છે.

મોટાભાઈ મુકેશ અંબાણીના પ્રયત્નથી ટીના અને અનિલ અંબાણીના લગ્ન શક્ય બન્યા હતા

રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પુત્ર અનિલ અંબાણીની લવ સ્ટોરી પણ ખૂબ જ ફિલ્મી છે. વર્ષ 1986માં અનિલની મુલાકાત તે જમાનાની ટોચની અભિનેત્રી ટીના મુનીમ સાથે થઈ હતી. ટીના અને અનિલ મળ્યા ત્યારે ટીનાએ અનિલને ઓળખ્યો પણ ન હતો, પરંતુ અનિલને ટીના પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. જ્યારે ટીના અને અનિલની લવ સ્ટોરી શરૂ થઈ અને અનિલે તેના ઘરે ટીના વિશે બધાને કહ્યું, ત્યારે પરિવારમાં કોઈ આ લગ્ન માટે તૈયાર નહોતું. પરંતુ બંનેના લગ્ન માટે અનિલના મોટા ભાઈ મુકેશ અંબાણીએ મામલો આગળ વધાર્યો અને પછી બંનેએ વર્ષ 1991માં લગ્ન કરી લીધા. અનિલ અને ટીનાના લગ્નનું ફંક્શન મુંબઈના ફૂટબોલ સ્ટેડિયમમાં યોજાયું હતું.

Published On - 7:28 am, Sat, 4 June 22

Next Article