Anand Mahindra Family Tree: પોતાની કંપનીએ બનાવેલી કારમાં મુસાફરી કરે છે આનંદ મહિન્દ્રા, કાકા પણ હતા બિઝનેસમેન

|

Dec 13, 2024 | 4:52 PM

આનંદ મહિન્દ્રા (Anand Mahindra)ને બિઝનેસ ફીલ્ડમાં શાનદાર યોગદાન માટે 2004માં રાજીવ ગાંધી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ આનંદ મહિન્દ્રાના પરિવાર વિશે.

Anand Mahindra Family Tree: પોતાની કંપનીએ બનાવેલી કારમાં મુસાફરી કરે છે આનંદ મહિન્દ્રા, કાકા પણ હતા બિઝનેસમેન

Follow us on

Anand Mahindra Family Tree : આનંદ મહિન્દ્રાનો જન્મ 1955માં થયો હતો. આનંદ મહિન્દ્રાના પિતા હરીશ મહિન્દ્રા એક ઉદ્યોગપતિ હતા અને તેમની માતા ગ્રુહિણી હતી. આનંદ મહિન્દ્રાને 2 ભાઈ-બહેન છે. અનુજા શર્મા અને રાધિકા નાથ. તેમની પત્નીનું નામ અનુરાધા મહિન્દ્રા છે. અનુરાધા એક પત્રકાર છે જે એક લાઈફ મેગેઝીનની ફાઉન્ડર એડિટર અને પબ્લિશર છે.

કંપની દ્વારા બનાવેલી કારનો ઉપયોગ કરે છે

‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ’ના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આનંદ મહિન્દ્રા એક એવા બિઝનેસમેન છે જેમની કામ કરવાની રીત દરેકને પસંદ છે.તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા માટે જાણીતા છે અને દરરોજ કંઈકને કંઈક શેર કરતા રહે છે. આ સિવાય લોકો આનંદ મહિન્દ્રાને મદદગાર તરીકે પણ ઓળખે છે.

આનંદ મહિન્દ્રા માત્ર અને માત્ર તેમની કંપની દ્વારા બનાવેલી કારનો ઉપયોગ કરે છે. તેની પાછળ તેમની વિચારસરણી પ્રતિબિંબિત થાય છે કે જો તેઓ પોતે તેમની કંપનીની કારનો ઉપયોગ નહીં કરે તો તેમના ગ્રાહકો કેવી રીતે કરશે. આનંદ મહિન્દ્રાની કુલ સંપતિની વાત કરીએ તો રિપોર્ટસ પ્રમાણે તેની કુલ નેટવર્થ અંદાજે 2.1 બિલિયન ડોલર છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

આ પણ વાંચો : Rohit Sharma Family Tree : ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો પરિવાર લાઈમ લાઈટથી દૂર રહે છે, જાણો હિટમેનના પરિવાર વિશે

આનંદ મહિન્દ્રા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી સ્નાતક થયા બાદ 1981માં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે મહિન્દ્રા યુજેન સ્ટીલ કંપની લિમિટેડમાં જોડાયા હતા. 1989 માં, આનંદ મહિન્દ્રા મહિન્દ્રા યુજેન સ્ટીલ કંપની લિમિટેડના ડિરેક્ટર પણ બન્યા. તેઓ 1991માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ડેપ્યુટી એમડી તરીકે જોડાયા હતા.

મહિન્દ્રા ગ્રુપનો બિઝનેસ 100થી વધુ દેશોમાં ફેલાયેલો

ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય કે સોફ્ટવેર કંપની, આજે મહિન્દ્રા ગ્રુપનો બિઝનેસ 100થી વધુ દેશોમાં ફેલાયેલો છે. આનંદ મહિન્દ્રા હાલમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે. મહિન્દ્રા ગ્રુપમાં 137 કંપનીઓ છે.ઓટો સેક્ટરના દિગ્ગજ કારોબારી આનંદ મહિન્દ્રાની પુત્રી દિવ્યા મહિન્દ્રાના લગ્ન અમેરિકી જોર્ગે ઝાપાટા સાથે થયા છે. જે ન્યુયોર્કમાં રહે છે. તે આર્કિટેકચર છે. દિવ્યા અને જોર્ગે 2014માં ન્યુયોર્કમાં લગ્ન કર્યા હતા. દિવ્યા માતા સાથે એક મેગેઝીનનું કામ પણ સંભાળે છે. તેમજ નાની પુત્રી એડિટોરિયલ ડાયરેક્ટર તરીકે અલિકા મહિન્દ્રા કામ કરી રહી છે.

 

 

બિઝનેસ લીડર એવોર્ડ

તેમનું ફીલ્ડમાં શાનદાર યોગદાન માટે 2004માં રાજીવ ગાંધી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.2004માં, તેમને ફરીથી ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ દ્વારા નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટથી નવાજવામાં આવ્યા હતા. 2005માં અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા લીડરશિપ એવોર્ડ. 2006માં આનંદ મહિન્દ્રાને સીએનબીસી એશિયા દ્વારા બિઝનેસ લીડર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

કાકા-ભત્રીજાના સબંધો મજબુત રહ્યા

કેશબ મહિન્દ્રાને ત્રણ બાળકો છે, પરંતુ ત્રણેયના નામ કે ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. જો કે, ઘણી જગ્યાએ તેના બે બાળકોના નામ લીના લાબ્રુ અને ઉમા રણજીત મલ્હોત્રા તરીકે દેખાશે. જ્યારે ત્રીજા બાળકના નામ કે ઓળખ અંગે કોઈ માહિતી નથી. તેમની પત્નીનું નામ સુધા મહિન્દ્રા છે. કેશબ મહિન્દ્રાએ પોતાના અંગત જીવનને મીડિયાથી દૂર રાખ્યું હતું. તેમના પરિવારનો સૌથી પ્રખ્યાત ચહેરો તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રા છે. તેઓ હાલમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે. કેશબ અને આનંદ મહિન્દ્રા વચ્ચેના સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહ્યા છે.

કેશબ મહિન્દ્રાના પિતા જગદીશ ચંદ્ર મહિન્દ્રા કંપનીના સહ-સ્થાપક હતા.મહિન્દ્રા ગ્રુપના ચેરમેન એમેરિટસ કેશબ મહિન્દ્રાનું 12 એપ્રિલ 2023ના રોજ 99 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ભારતના સૌથી વધુ ઉંમરના અબજોપતિ હતા.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:43 pm, Fri, 30 June 23

Next Article