IPO : વધુ એક કંપની લાવી રહી છે રોકાણની તક , Shriram Properties એ 800 કરોડના IPO માટે પ્રક્રિયા શરૂ કરી

|

Apr 10, 2021 | 3:32 PM

બેંગ્લોર સ્થિત કંપની શ્રીરામ પ્રોપર્ટીઝે તેની 800 કરોડ રૂપિયાની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ દસ્તાવેજો સબમિટ કર્યા છે.

IPO : વધુ એક કંપની લાવી રહી છે રોકાણની તક , Shriram Properties એ 800 કરોડના IPO  માટે પ્રક્રિયા શરૂ કરી
Shriram Properties IPO

Follow us on

બેંગ્લોર સ્થિત કંપની શ્રીરામ પ્રોપર્ટીઝે તેની 800 કરોડ રૂપિયાની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ દસ્તાવેજો સબમિટ કર્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે કંપનીએ શુક્રવારે રેગ્યુલેટરને દસ્તાવેજોનો ડ્રાફ્ટ સબમિટ કર્યો હતો. દસ્તાવેજો અનુસાર કંપની આઈપીઓ દ્વારા 800 કરોડ રૂપિયા એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે.

કંપની દ્વારા 250 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવામાં આવશે. બીજી તરફ 550 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ (OFS) લાવવામાં આવશે. શ્રીરામ પ્રોપર્ટીઝે તેના હાલના ચાર રોકાણકારો ટી.પી.જી. કેપિટલ, ટાટા કેપિટલ, વોલ્ટન સ્ટ્રીટ કેપિટલ અને સ્ટારવુડ કેપિટલના હિસ્સાને આંશિકરૂપે ઘટાડવાની દરખાસ્ત કરી છે. આ રકનકારો પાસે કંપનીમાં 58 ટકા હિસ્સો છે. વેચાણ ઓફર હેઠળ જે શેરહોલ્ડરો તેમના શેરનું વેચાણ કરે છે તેમને તેમના શેરના પ્રમાણમાં રકમ મળશે. વેચાણ ઓફરમાં કંપનીને કોઈ રકમ મળશે નહીં.

મે મહિનામાં સેબી પાસેથી મંજૂરીની અપેક્ષા
સૂત્રો અનુસાર કંપનીને મે સુધીમાં સેબી પાસેથી મંજૂરી મેળવવાની આશા છે. કંપની IPO અંગે પોતાની દરખાસ્ત લાવશે. કંપનીની દક્ષિણ ભારતમાં સારી સ્થિતિ છે. તેણે અત્યાર સુધીમાં ઘણા સ્થાવર મિલકતોના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અને ઘણા પ્રોજેક્ટ નિર્માણાધીન છે. કોરોના રોગચાળામાં ભારતીય બજારમાં બે REIT (રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) શરૂ કરવામાં આવી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

કોરોના રોગચાળામાં બે REIT
કોરોના રોગચાળામાં બે REIT લોન્ચ થયા છે તેમાંથી એક છે Mindspace Business Parks REIT છે જેના પ્રમોટર રાહેજા છે. આ કંપની ઓગસ્ટ 2020 માં લિસ્ટ થઈ હતી. આઇપીઓ દ્વારા કંપનીએ 4500 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. તે જ સમયે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ બ્રૂકફિલ્ડની REIT (Brookfield’s REIT) આ વર્ષે ફેબ્રુઆરીમાં આવી હતી. કંપનીએ આ થકી 3800 કરોડનું ભંડોળ ઉભું કર્યું હતું.

Published On - 3:23 pm, Sat, 10 April 21

Next Article