એક રસપ્રદ સ્કીમ, માત્ર 4444માં મળી શકે છે બ્રાંડ ન્યૂ Royal Enfield

|

Jan 20, 2021 | 4:40 PM

પુણેમાં આવેલી શિવરાજ હોટલમાં એક એવી થાળી મળે છે, જેને એક કલાકમાં પૂરી કરવાવાળાને રોયલ એનફિલ્ડ બુલેટ બાઈક આપવામાં આવશે.

એક રસપ્રદ સ્કીમ, માત્ર 4444માં મળી શકે છે બ્રાંડ ન્યૂ Royal Enfield
માત્ર 4444માં જીતો બુલેટ

Follow us on

બુલેટ બાઈકનો શોખ બહુ લોકોને હોય છે. પરંતુ એણે ખરીદવાની ક્ષમતા ઘણા ઓછા લોકોમાં હોય છે . આજે તમારા માટે એક એવી સ્કીમ લઈને આવ્યા છીએ જેમાં માત્ર 4444 માં મળી શકે છે બુલેટ બાઈક. જી હા જો તમને ખબર પડે કે જમવાનો શોખ તમને બુલેટ બાઈક જીતાડી શકે છે, તો? હા મુંબઈ પુણે હાઈવે પર આવેલી હોટલમાં એક એવી થાળી મળે છે, જેને એક કલાકમાં પૂરી કરવાવાળાને રોયલ એનફિલ્ડ બુલેટ બાઈક આપવામાં આવશે. આ થાળીનું નામ પણ છે બુલેટ થાળી. બુલેટ થાળીમાં નોનવેજ ફૂડ પીરસવામાં આવે છે. જેમાં 4 કિલો મટન અને તળેલી માછલી સાથે લગભગ 12 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે. આ પ્લેટ તૈયાર કરવા માટે 55 લોકોની જરૂર પડે છે.

શું શું છે આ થાળીમાં?

પોમ્ફ્રેટ 8 પીસ, સુરમઈ 8 પીસ, ચિકન લેગ 8 પીસ, કિલામ્બી કરી, મટન મસાલા 1, ભૂના મર્ગ, કોલામ્બી બિરયાની, 8 ભાખરી, 8 રોટી, 1 સુક્કા, કોલંબી કોલીવાડા, 4 પાણીની બોટલ્સ, રાયતું, 8 સોલકધી, 8 શેકેલા પાપડ અને 8 મટન અલાની સૂપ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ચેલેન્જમાં છે બે વિકલ્પ

– જો તમે 4444 રૂપિયાની મોટી બુલેટ થાળી ખરીદો છો, અને બે લોકો તેને ફક્ત એક કલાકમાં પૂરી કરો છો. તો તમે જીતી શકો છે નવી એનફિલ્ડ બુલેટ બાઈક. જે તમને એકદમ મફત આપવામાં આવશે.
– અને જો તમે 2500 રૂપિયાની નાની બુલેટ થાળી ખરીદો છો, એને એકલા જ હાથે એક કલાકમાં થાળી પૂરી કરી દો છો. તો પણ તમે નવી એનફિલ્ડ બુલેટ બાઈક જીતી શકો છો.

બુલેટ થાળી

એક વ્યક્તિ જ જીતી શક્યું છે આ ઇનામ

રેસ્ટોરન્ટના માલિકે મીડીયાને જણાવ્યું હતું કે ગ્રાહકોને રેસ્ટોરન્ટ સુધી ખેંચી લાવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટની બહાર 5 બુલેટ બાઇકો શણગારીને મુકવામાં પણ આવી છે. આ હોટલમાં છ પ્રકારની વિશેષ થાળી તૈયાર કરવામાં આવે છે- રાવણ થાળી, બુલેટ થાળી, માલવાની માછલી થાળી, પહેલવાન મટન થાળી, બકાસુર ચિકન થાળી અને સરકાર મટન થાળી. માલિકે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના રહેવાસી સોમનાથ પવાર અત્યાર સુધી આ સ્પર્ધા જીતી શક્યા છે. અને તેમને બુલેટનું ઇનામ પણ આપવામાં આવ્યું છે.

Next Article