અમેરિકા અને યુરોપમાં કોરોના સેકન્ડ વેવની આશંકાઓ વચ્ચે વૈશ્વિક બજારોમાં નેગેટિવ ટ્રેન્ડ, ફ્રાન્સ અને જર્મનીમાં સેકન્ડ લોકડાઉનની તૈયારીઓ

|

Oct 30, 2020 | 6:01 PM

આજે વૈશ્વિક બજારોમાં યુરોપ અને એશિયાના બજારોમાં નરમાશ છવાઈ હતી. બંને ખંડના દેશોમાં આજે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. અમેરિકામાં બે દિવસની નરમાશ બાદ બજારમાં તેજી દેખાઈ હતી. કોરોનની સેકન્ડ વેવ અને લોકડાઉનની ચર્ચાઓ બજારને નેગેટિવ ટ્રેન્ડ તરફ ધકેલી રહ્યા છે. ફ્રાન્સ અને જર્મની વાયરસ સંક્રમ ઘટાડવા માટે લોકડાઉન ફરીથી લાગુ કરવાની યોજના બનાવી રહ્યા […]

અમેરિકા અને યુરોપમાં કોરોના સેકન્ડ વેવની આશંકાઓ વચ્ચે વૈશ્વિક બજારોમાં નેગેટિવ ટ્રેન્ડ, ફ્રાન્સ અને જર્મનીમાં સેકન્ડ લોકડાઉનની તૈયારીઓ

Follow us on

આજે વૈશ્વિક બજારોમાં યુરોપ અને એશિયાના બજારોમાં નરમાશ છવાઈ હતી. બંને ખંડના દેશોમાં આજે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. અમેરિકામાં બે દિવસની નરમાશ બાદ બજારમાં તેજી દેખાઈ હતી. કોરોનની સેકન્ડ વેવ અને લોકડાઉનની ચર્ચાઓ બજારને નેગેટિવ ટ્રેન્ડ તરફ ધકેલી રહ્યા છે.

ફ્રાન્સ અને જર્મની વાયરસ સંક્રમ ઘટાડવા માટે લોકડાઉન ફરીથી લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છે. ફરી લોકડાઉન આવે તો અર્થતંત્રને મરણતોલ ફટકો પડી શકે છે. યુરોપમાં લોકડાઉનની ચર્ચાઓની અસર બજાર ઉપર છવાઈ હતી. બજાર કોઈ ચોક્કસ દિશા તરફ આગળ વધી શક્યું ન હતું. હવે આજના વિદેશી સમય અનુસાર આજનો કારોબાર કેવી શરૂઆત આપે છે તે ઉપર નજર રહેશે. યુરોપ અને અમેરિકામાં ફરીથી કોરોનાનાં કેસો વધી રહ્યાં છે

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એશિયન બજારોમાં ઘટાડો દેખાયો હતો . શુક્રવારે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 354 પોઇન્ટના ઘટાડા  સિવાય ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પણ તીવ્ર ઘટાડા સાથે કારોબાર કર્યો હતો. કોરોનના ભય વચ્ચે યુરોપના દેશોમાં વેપાર ઠપ્પ થાય તો અસર આ બજારો ઉપર પણ આવી શકે છે. આ ઉપરાંત ભારતની રાજધાની દિલ્હીમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:00 pm, Fri, 30 October 20

Next Article