Breaking News: અંબાણી vs મસ્ક ! હવે અંતરિક્ષમાંથી ઇન્ટરનેટ આપવા જિયો તૈયાર, એલોન મસ્કને આપશે ‘સીધી ટક્કર’

ભારતમાં મોબાઈલ ડેટા સસ્તો કર્યા પછી હવે મુકેશ અંબાણીની જિયો આકાશમાંથી ઇન્ટરનેટ આપવાની તૈયારી કરી રહી છે. એલોન મસ્કની કંપની 'સ્ટારલિંક' ને ટક્કર આપવા માટે રિલાયન્સ હવે સેટેલાઈટ ઇન્ટરનેટના મેદાનમાં ઉતરી છે.

Breaking News: અંબાણી vs મસ્ક ! હવે અંતરિક્ષમાંથી ઇન્ટરનેટ આપવા જિયો તૈયાર, એલોન મસ્કને આપશે સીધી ટક્કર
| Updated on: May 06, 2026 | 4:28 PM

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) હવે અવકાશ (Space) માંથી ઈન્ટરનેટ મેળવવાના જંગ માટે તૈયાર છે. જિયો દ્વારા ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ લાવ્યા બાદ, હવે અંબાણીની નજર સેટેલાઇટ કોમ્યુનિકેશન (Satcom) સ્પેસ પર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિલાયન્સ આ સેક્ટરમાં અબજો ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે, જેનાથી તેની સીધી સ્પર્ધા એલોન મસ્ક લિમિટેડની ‘સ્ટારલિંક’ અને એમેઝોનના ‘કુઇપર’ (Project Kuiper) સાથે થશે.

જિયો પ્લેટફોર્મ્સ સંભાળશે ‘કમાન’

ET ના રિપોર્ટ અનુસાર, રિલાયન્સનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જિયો પ્લેટફોર્મ્સ (JPL) હેઠળ ચલાવવામાં આવશે. રિપોર્ટમાં જણાવાયું છે કે, કંપની ખાસ કરીને લો અર્થ ઓર્બિટ (Low Earth Orbit-LEO) સેગમેન્ટમાં વિશ્વના સૌથી મોટા ખેલાડીઓમાંથી એક બનવા માંગે છે. આ પ્રોજેક્ટની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, મુકેશ અંબાણી પોતે તેની દેખરેખ કરી રહ્યા છે. તેમની સાથે પીકે ભટનાગર, મેથ્યુ ઓમેન અને આયુષ ભટનાગર જેવા દિગ્ગજ અધિકારીઓ પણ હશે.

મિશન મોડમાં ‘6 ટીમ’ અને ‘વોર ફૂટિંગ’ પર કામ

પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા માટે રિલાયન્સે 6 અલગ-અલગ ટીમ બનાવી છે. આ ટીમ સેટેલાઇટ ડિઝાઇન, લોન્ચિંગ, પેલોડ અને યુઝર ટર્મિનલ્સ જેવા ટેકનિકલ પાસાઓ પર કામ કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશી સેટેલાઇટ ટેકનોલોજી કંપનીઓ સાથે સતત બેઠકો ચાલી રહી છે. રિલાયન્સનું લક્ષ્ય આગામી 2 થી 4 વર્ષમાં તેના LEO સેટેલાઇટ્સને ભ્રમણકક્ષા (Orbit) માં સ્થાપિત કરવાનું છે.

વિદેશી કંપનીઓના દબદબાને પડકાર

ભારત સરકાર પણ ઈચ્છે છે કે, સેટેલાઇટ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં એક મજબૂત ભારતીય ખેલાડી હોય. હાલમાં ચીને ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) માં 2 લાખ સેટેલાઇટ્સ માટે અરજી કરી છે. સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે પોતાનું ‘કોન્સ્ટેલેશન’ (સેટેલાઇટ નેટવર્ક) હોવું અત્યંત જરૂરી છે. રિલાયન્સ હવે ઓર્બિટ સ્લોટ્સ અને રેડિયો ફ્રીક્વન્સી મેળવવા માટે ટેલિકોમ વિભાગ (DoT) ના સંપર્કમાં છે.

અધિગ્રહણ કે પોતાનું નેટવર્ક? તમામ વિકલ્પો પર વિચાર

જિયો આ રેસમાં સ્ટારલિંક અને એમેઝોન જેવી કંપનીઓથી પાછળ રહેવા માંગતી નથી. આથી, કંપની ‘ઇનઓર્ગેનિક ગ્રોથ’ ના વિકલ્પો પણ શોધી રહી છે. આનો અર્થ એ છે કે, રિલાયન્સ એવી કોઈ હાલની સેટેલાઇટ કંપનીને ખરીદી શકે છે, જેની પાસે પહેલેથી જ ઓર્બિટ સ્લોટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોય.

બજારમાં કડક સ્પર્ધા

  1. સેટેલાઇટ ઇન્ટરનેટના મેદાનમાં રિલાયન્સની સામે અનેક મોટા પ્રતિસ્પર્ધીઓ છે:
  2. સ્ટારલિંક (એલોન મસ્ક): વૈશ્વિક સ્તરે સૌથી આગળ.
  3. એમેઝોન લિયો: ઝડપથી ઉભરતી હરીફ કંપની.
  4. યુટેલસેટ વનવેબ: આમાં સુનીલ મિત્તલના ભારતી ગ્રુપનો મોટો હિસ્સો છે.
  5. અન્ય: AST સ્પેસમોબાઈલ જેવી કંપનીઓ.

રિલાયન્સની પહેલેથી જ મીડિયમ અર્થ ઓર્બિટ (MEO) ફર્મ SES સાથે ભાગીદારી છે પરંતુ હવે કંપનીની નજર સંપૂર્ણપણે LEO સેગમેન્ટ પર છે. જો અંબાણીની આ યોજના સફળ રહેશે, તો ભારત માત્ર ડિજિટલ સાર્વભૌમત્વ (Digital sovereignty) જ હાંસલ નહીં કરે પરંતુ ડેટા પ્રાઇવસી અને સુરક્ષાના મામલે પણ આત્મનિર્ભર બનશે. હાલમાં રોકાણની ચોક્કસ રકમ અને લોન્ચની તારીખો અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

એક્સપર્ટે આપ્યું ‘Buy’ સિગ્નલ…! જલ્દી આ શેર ખરીદી લેજો નહીં તો કમાણીમાં પાછળ રહી જશો

Published On - 4:21 pm, Wed, 6 May 26

Follow Us