
મુકેશ અંબાણી અને તેનો પરિવાર જે ડેરીનું દૂધ પીવે છે તે ગાયોની જાહોજલાલી જાણશો તો ચોંકી જશો. આ ગાયોને AC માં રાખવામાં આવે છે અને ગાયોને પીવા માટે ROનું પાણી આપવામાં આવે છે.આ ઉપરાંત ગાયો સારા મૂડમા રહે ત માટે તેમને જ્યાં રાખવામાં આવે છે ત્યાં દિવસભર સોફ્ટ મ્યુઝિક વગાડવામા આવે છે. સંગીતની પ્રાણીઓ પર પણ અસર થતી હોય છે અને તેમની દૂધ આપવાની ક્ષમતા વધે છે. આ વિદેશી મૂળની હોલસ્ટીન-ફ્રિઝિયન ગાય છે. 25 હજારની કિંમતના ગાદલા પર તો આ ગાય આરામ કરે છે. આના પરથી વિચારી લો કે આ ગાય કેવી લેવિશ લાઈફસ્ટાઈલમાં રહે છે.
હોલસ્ટીન- ફ્રીઝિયન ગાય મૂળ તો યુરોપની એક નસ્લ (જાત) છે. વિશ્વ આખામાં આ ગાય સૌથી વધુ દૂધ આપનારી ગાય ગણાય છે. આ ગાયની ખાસિયત એ છે કે તે એક દિવસમાં 30 થી 40 લીટરનું દૂધ આપે છે. આ ગાયના દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને જરૂરી પોષક તત્વોની ભરપૂર માત્રા હોય છે. આથી તેનુ દૂધ ઘણુ પોષ્ટિક અને સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાય છે.
અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તે ડેરીનું નામ છે ભાગ્યલક્ષ્મી અને આ ડેરીના માલિકનું નામ છે દેવેન્દ્ર શાહ, જેઓ ગુજરાતી છે.
હવે વાત કરીએ એ ચીજની જે સૌનું ધ્યાન ખેંચી રહ્યુ છે. એ છે આ ગાયની દેખભાળ. અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેને ROનું પાણી પીવડાવવામાં આવે છે. જેના કારણે કોઈપણ પ્રકારની અશુદ્ધિ ન રહે. એટલુ જ નહીં આ ગાયને સુવડાવવા માટે ખાસ પ્રકારના ગાદલા બનાવવામાં આવ્યા છે. તેના ખોરાકનું પણ પુરુ ધ્યાન રાખવામાં આવે છે. જેમા તેને સંપૂર્ણપણે સંતુલિત અને પોષણયુક્ત ખોરાક જ આપવામાં આવે છે.
અંબાણી પરિવાર ન માત્ર મોંઘી ગાડીઓ અને મોંઘા ફોનમાં જ ખર્ચ કરવાનું જાણે છે. તેઓ સ્વાસ્થ્યને લઈને પણ ઘણા જ જાગૃત છે. તેમના માટે માત્ર બ્રાંડ મહત્વની નથી. પરંતુ દરેક વસ્તુની ક્વોલિટીને પણ મહત્વ આપે છે. જ્યાં સામાન્ય લોકો પેકેટમાં મળનારુ સામાન્ય દૂધ ખરીદી લે છે. ત્યારે અંબાણી પરિવારે સૌથી શુદ્ધ અને હેલ્ધી વિકલ્પ પસંદ કર્યો છે.
આપને જણાવી દઈએ કે જે ડેરીનું દૂધ અંબાણી પરિવાર પીવે છે ત્યાંથી અમિતાભ બચ્ચન પણ દૂધ મગાવે છે અને આ ડેરીનું નામ છે ભાગ્ય લક્ષ્મી ડેરી. અહીંથી અનેક બોલિવુડ એક્ટર પણ દૂધ મગાવે છે. જો કે આ દૂધનો ભાવ પણ ઘણો વધુ હોય છે.
Published On - 4:49 pm, Mon, 21 July 25