શેર બજારમાં સારી કમાણી માટે વોરન બફેટની આ વાતો હંમેશા રાખો યાદ, બજાર ડાઉન હશે તો પણ થશે આવક

|

Mar 27, 2024 | 4:59 PM

જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો મોટા રોકાણકાર વોરેન બફેટના રોકાણ મંત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. શેરબજારમાં રોકાણ કરનાર ભાગ્યે જ કોઈ હશે જે વોરેન બફેટને જાણતા ન હોય. શેરબજારમાં નફો મેળવવા માટે તમે વોરેન બફેટના આ વાતોને પણ ફોલો કરી શકો છો.

શેર બજારમાં સારી કમાણી માટે વોરન બફેટની આ વાતો હંમેશા રાખો યાદ, બજાર ડાઉન હશે તો પણ થશે આવક
Image Credit source: Social Media

Follow us on

તાજેતરના સમયમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં ભારે વધારો થયો છે. લોકો સારા પૈસા કમાવવા માટે શેરબજારમાં આવે છે પરંતુ સાચી માહિતીના અભાવે તેમને મોટું નુકસાન થાય છે.

વિશ્વના ટોપના રોકાણકારોમાં વોરેન બફેટનું નામ મોખરે આવે

એવા ઘણા રોકાણકારો છે જેમણે બજારમાં ઘણા પૈસા ગુમાવ્યા છે. જો તમે શેરબજારમાં સારો નફો મેળવવા માંગો છો, તો તમે વિશ્વના અગ્રણી રોકાણકાર વોરેન બફેટના આ શબ્દોને અનુસરી શકો છો.

ક્યારેય વાળંદને પુછશો નહીં કે તમારે વાળ કપાવવા જોઈએ: વોરેન બફેટ

શેરબજારમાં પૈસા રોકનાર ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જે વોરેન બફેટને ઓળખતો ન હોય. બફેટે 1994માં બર્કશાયર હેથવેની વાર્ષિક સભામાં કહ્યું હતું કે, ક્યારેય વાળંદને પૂછશો નહીં કે તમારે વાળ કપાવવા જોઈએ કે નહીં. તમે આજે પણ રોકાણકારોમાં બફેટની આ સલાહ વિશે ચર્ચા સાંભળશો. ચાલો અમે તમને વોરેન બફેટની મોટી રોકાણ ટિપ્સ જણાવીએ.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

રોકાણ કરતા પહેલા રિસર્ચ કરો

વોરેન બફેટના મતે રોકાણની બાબતોમાં નિષ્ણાતો કે એજન્ટોના પોતાના હિત હોય છે. તેથી, તમારે રોકાણ કરતા પહેલા હંમેશા તમારું સંશોધન કરવું જોઈએ. વોરેન બફેટ કહે છે કે કોઈ પણ કંપનીના કામ કે તેના પરિણામો પર આંધળો વિશ્વાસ રાખવાની જરૂર નથી. તે જ સમયે, તમારે એટલું જોખમ લેવું જોઈએ જેટલું તમે સરળતાથી લઈ શકો.

ઉદાહરણ દ્વારા સમજો રોકાણની રીત

તેમણે કહ્યું છે કે જો તમે નદી કિનારે બેસીને તમારા બંને પગ પાણીમાં નાખો અને તેની ઊંડાઈ માપવાનો પ્રયાસ કરો તો તમે ડૂબી શકો છો. આ માટે, તે મહત્વનું છે કે તમે એક હાથથી મજબૂત રીતે કિનારાને પકડી રાખો અને એક પગ પર તમારી જાતને સંતુલિત કરો અને બીજા પગથી નદીની ઉંડાઈનો અંદાજો લગાવો.

આ પણ વાંચો: પાટણના પટોળાથી ઓછો નથી અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 10 રૂપિયાથી સીધો પહોંચ્યો 275ને પાર, ખરીદવા માટે લોકો તૂટી પડ્યા

Next Article