ચીનમાં નવી પેઢીના સૌથી મોટા બિઝનેસ હાઉસ પૈકીનું એક અલીબાબા ગ્રુપ હવે 6 અલગ-અલગ કંપનીઓમાં વિભાજીત થવા જઈ રહ્યું છે. હાલમાં જ અલીબાબા ગ્રુપના સ્થાપક જેક મા ચીન પરત ફર્યા છે. આ સાથે તેણે અલીબાબા ગ્રુપના બિઝનેસને વ્યવસ્થિત બનાવવા માટે તેને વિભાજીત કરવાની યોજના બનાવી છે.
જણાવી દઈએ કે જેક મા લગભગ એક વર્ષથી ચીનમાં દેખાયા ન હતા. 2021 માં ચીન છોડ્યા પછી, તેણે પોતાનો મોટાભાગનો સમય ઓસ્ટ્રેલિયા, જાપાન અને થાઈલેન્ડમાં વિતાવ્યો. ચીન પરત ફર્યા બાદ તરત જ અલીબાબા ગ્રુપના શેરમાં પણ વધારો નોંધાયો છે.
આ પણ વાંચો : ગૌતમ અદાણીની મુશ્કેલીઓમાં વધારો, લોનની ચુકવણીના મામલે હવે BSE-NSEએ પણ ઉઠાવ્યા સવાલ
રોઇટર્સના સમાચાર અનુસાર, અલીબાબા ગ્રૂપના 24 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર હશે, જ્યારે ગ્રૂપના બિઝનેસનું વિભાજન થવા જઈ રહ્યું છે. અલીબાબા ગ્રૂપ તેના મીડિયા, મનોરંજન, ડિજિટલ કોમર્સ અને લોજિસ્ટિક્સ અને અન્ય કામોને 6 અલગ-અલગ કંપનીઓમાં વહેંચવા જઈ રહ્યું છે.
કંપનીના વ્યવસાયને ક્લાઉડ ઇન્ટેલિજન્સ ગ્રુપ, ટાઓબાઓ ટીમોલ કોમર્સ ગ્રુપ, લોકલ સર્વિસીસ ગ્રુપ, કેનિઆઓ સ્માર્ટ લોજિસ્ટિક્સ ગ્રુપ, ગ્લોબલ ડિજિટલ કોમર્સ ગ્રુપ અને ડિજિટલ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ ગ્રુપ જેવા વિવિધ વ્યવસાયોમાં વિભાજિત કરવામાં આવશે.
કોરોના સંબંધિત પ્રતિબંધો અને લોકડાઉનને કારણે ચીનમાં બિઝનેસને ઘણું નુકસાન થયું છે.અમેરિકા અને યુરોપમાં ઘણી કંપનીઓ ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે ત્યાંથી બિઝનેસ ખસેડી રહી છે. આવી સ્થિતિમાં ચીને પોતાના સ્થાનિક ખાનગી ક્ષેત્ર માટે રણનીતિ બદલી છે.
ચીને સ્થાનિક ખાનગી ક્ષેત્રની કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે નિયમનકારી જોગવાઈઓ ઘટાડવાની જાહેરાત કરી છે. કોરાના પ્રતિબંધોને કારણે અલીબાબા ગ્રુપના યુએસમાં લિસ્ટેડ શેરનું મૂલ્ય 70 ટકાથી વધુ ઘટી ગયું હતું. તાજેતરમાં જ જેક માની વાપસી બાદ અને હવે વિભાજનના સમાચાર બાદ તેઓ 14 ટકા ચઢી ગયા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…