દેશમાં 1 જુનથી મોંઘી થશે હવાઈ મુસાફરી, જાણો તમારા ગજવા પર શું પડશે અસર
ડોમેસ્ટિક હવાઈ મુસાફરી( Air Travel) હવે 1 જૂનથી મોંઘી થશે. સરકારે હવાઇ ભાડા( Airfare )માં વધારો કર્યો છે અને નવા દરો 1 જૂનથી લાગુ થશે. નાગરિક ઉડ્ડયન(Civil Aviation) મંત્રાલયના સત્તાવાર આદેશમાં શુક્રવારે કહ્યું હતું કે હવાઈ ભાડામાં 13 થી 16 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જૂનથી અમલમાં આવશે.
ડોમેસ્ટિક હવાઈ મુસાફરી( Air Travel) હવે 1 જૂનથી મોંઘી થશે. સરકારે હવાઇ ભાડા( Airfair)માં વધારો કર્યો છે અને નવા દરો 1 જૂનથી લાગુ થશે. નાગરિક ઉડ્ડયન(Civil Aviation) મંત્રાલયના સત્તાવાર આદેશમાં શુક્રવારે કહ્યું હતું કે હવાઈ ભાડામાં 13 થી 16 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જૂનથી અમલમાં આવશે. જો કે, હવાઈ ભાડા ( Airfare) ની મહત્તમ મર્યાદાને પૂર્વવત રાખવામાં આવી છે.
કોવિડથી પ્રભાવિત થઇ હવાઈ સેવા
દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે વિમાન મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે નીચે આવી છે અને લોકડાઉનને કારણે લોકોની આવક પણ પ્રભાવિત થઈ છે, જેની અસર હવાઈ મુસાફરી( Air Travel) પર પણ પડી છે. સરકારના આ પગલાથી એરલાઇન કંપનીઓને સીધો ફાયદો થશે અને તેમની આવકમાં વધારો થશે અને કોરોના રોગચાળા દરમિયાન થયેલા નુકસાનની ભરપાઇ કરવામાં મદદ મળશે.
નાગરિક ઉડ્ડયન(Civil Aviation)મંત્રાલયનો આદેશ
દેશમાં હવાઈ મુસાફરીના સમયગાળાના આધારે હવાઇ મુસાફરી( Air Travel)ના લધુત્તમ અને મહત્તમ ભાડાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. ગત વર્ષે બે મહિના ચાલેલા લોકડાઉનના પ્રારંભમાં આ ભાડાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન (Civil Aviation)મંત્રાલયેના સત્તાવાર આદેશથી શુક્રવારે કહ્યું હતું કે 40 મિનિટ સુધીની હવાઈ મુસાફરી માટે લધુત્તમ ભાડુ રૂ. 2,300 થી વધારીને 2,600, 13 ટકા વધારે સાથે કરી દેવામાં આવી છે. તેવી જ રીતે, 40 મિનિટથી 60 મિનિટની હવાઈ મુસાફરી માટે ભાડાની લધુત્તમ મર્યાદા હવે રૂ. 2,900 ને બદલે 3,300 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.