Air India: 1978 બાદ ફરી ટાટાના હાથમાં આવી એર ઈન્ડિયાની કમાન, શું છે અત્યાર સુધીનો ઈતિહાસ, વાંચો આ અહેવાલ

TV9 GUJARATI

|

Updated on: Oct 09, 2021 | 7:05 PM

આજે, 43 વર્ષ પછી એટલે કે એર ઇન્ડિયાની સ્થાપનાના 68 વર્ષ પછી એર ઇન્ડિયા અને ટાટાનું નામ ફરી એક સાથે જોડાઈ ગયું છે.

Air India: 1978 બાદ ફરી ટાટાના હાથમાં આવી એર ઈન્ડિયાની કમાન, શું છે અત્યાર સુધીનો ઈતિહાસ, વાંચો આ અહેવાલ
Ratan Tata

એર ઈન્ડિયા (Air India) અને ટાટા(Tata) ફરી એક વાર સાથે થઈ ગયા છે. કેન્દ્ર સરકારે શુક્રવારે એલાન કર્યું હતું કે એર ઈન્ડિયા ખરીદવા માટે બોલી આવી હતી એમાં ટાટા સન્સની બોલી સૌથી ઊંચી હતી. એર ઈન્ડીયાની કમાન 68 વર્ષ બાદ ફરી ટાટા પાસે આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સતત નુકસાન સહન કર્યા પછી કેન્દ્ર સરકારે આખરે તેનું વિનિવેશ કરવાનો નિર્ણય કર્યો.

ટાટાએ પણ આ તક ગુમાવી નહીં અને 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવીને એર ઈન્ડિયાના સંચાલનની જવાબદારી સંભાળી.એર ઈન્ડિયા અને ટાટા ફરી એક વખત સાથે આવ્યા છે. ભારતીય હવાઈ સેવાના અગ્રણી જેઆરડી ટાટા અને તેમણે બનાવેલી એરલાઈન વચ્ચે ચાલીસ વર્ષથી વધુ સમયથી અલગતાના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ હતી.

ફેબ્રુઆરી 1978માં તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ કોલકાતામાં રહેતા નિવૃત્ત એર ચીફ માર્શલ પીસી લાલને ફોન કરી જેઆરડી ટાટા પાસેથી ઈન્ડિયન એરલાઈન્સના વડા તરીકેનું પદ સંભાળવાનું કહ્યું હતું. પી.સી.લાલે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમણે JRDને તેમની પીઠ પાછળ હટાવવાનો વિરોધ કર્યો હતો.

પરંતુ મોરારજી દેસાઈના આગ્રહ પાસે કંઈ ચાલ્યું ના હતું અને JRD ટાટાને મળવા મુંબઈ જવું પડ્યું હતું. પછી નિવૃત્ત એર ચીફ માર્શલ પીસી લાલ અને જેઆરડી ટાટા વચ્ચે આ પ્રકારની વાતચીત થઈ હતી. લાલે પૂછ્યું, “સાહેબ, હું એક વિચિત્ર મૂંઝવણમાં છું. મારી પાસે એરલાઈન્સનો કબજો લેવાનો સરકારી આદેશ છે. તમે શું ઈચ્છો છો ? મને તમારી પરવાનગી જોઈએ છે. ”

જેને પણ જે જેઆરડી સાથે મુલાકાત કરી હતી તે જાણતા હતા કે,તેણે સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ પોતાનું ગૌરવ ગુમાવ્યું નથી. JRDએ માત્ર ખભાને હલાવીને કહ્યું, “એર માર્શલ તમારે મારી પરવાનગીની જરૂર નથી. પ્રધાનમંત્રીના આદેશનો અમલ કરવા સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હા, મને આ વિશે અગાઉથી જાણ કરવામાં આવી હોત તો સારું થાત. મારી તરફથી તમને અભિનંદન. ”

બીજા દિવસે સવારે એરલાઈન્સના મેનેજિંગ ડિરેક્ટર કેજી અપ્પુસામી અને તેમના નાયબ નારી દસ્તુરે નિવૃત્ત એર ચીફ માર્શલ પીસી લાલને પ્રમુખ તરીકે નિમણૂક કરતા તેના વિરોધમાં રાજીનામું આપ્યું હતું. આ પછી જેઆરડી ટાટાએ બંનેને કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો.

આજે 43 વર્ષ પછી એટલે કે એર ઈન્ડિયાની સ્થાપનાના 68 વર્ષ પછી એર ઈન્ડિયા અને ટાટાનું નામ ફરી એક સાથે જોડાઈ ગયું છે. છેલ્લા 43 વર્ષમાં એર ઈન્ડિયાને બરબાદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. અત્યારે મહારાજા પર 40,000 કરોડનું દેવું છે. સરકારની યોજના છે કે તે આમાંથી 17,000 કરોડ રૂપિયા જાતે જ ઉઠાવશે અને બાકીના 23,000 કરોડનું દેવું નવા માલિક ટાટાએ ઉઠાવવું પડશે.

આ સાથે આશા એવી પણ રાખવામાં આવી રહી છે કે, ટાટાના હાથમાં પરત ફરવાથી એર ઈન્ડિયાને તેની જૂની ઓળખ પાછી મળશે. 1978 સુધીમાં જ્યારે તે મહારાજા ટાટાના હાથમાં હતી ત્યારે તેની ગણના વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન્સ પૈકી એકમાં થતી હતી. આજે એર ઈન્ડિયાની સ્થિતિ જોઈને કોઈ તેના સુવર્ણ યુગની કલ્પના પણ કરી શકતું નથી.

કોરોના મહામારીએ ફક્ત હવાઈ સેવાને જ બરબાદ નથી કરી ઈન્ડિગો સિવાય અન્ય તમામ એરલાઈન્સ ખોટમાં ચાલી રહી છે. આથી એર ઈન્ડિયાને પુનર્જીવિત કરવા માટે તેને એક પછી એક પગલું ભરવું પડશે. તેણે ફાયદાવાળા હવાઈ માર્ગો પસંદ કરવા પડશે તો સ્ટાફ અને જાળવણી ખર્ચને કાબૂમાં રાખવો પડશે. જેમણે એર ઈન્ડિયાને વ્યક્તિ સંપત્તિ અને જાગીર તરીકે ઉપયોગ કરીને મુશ્કેલ બનાવ્યું છે તેવા રાજકારણીઓ અને અમલદારોની પકડમાંથી બહાર નીકળવું પડશે.

ઈન્ડિયન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ મેગેઝિનમાં લખતા એર ઈન્ડિયાના પૂર્વ જનસંપર્ક નિયામક જીતેન્દ્ર ભાર્ગવે મહારાજા એર ઈન્ડિયા વિશે લખ્યું છે કે, “એર ઈન્ડિયાએ લગભગ બે દાયકા પહેલા પ્રથમ વિનિવેશ પ્રક્રિયા પછી મૂલ્યમાં ભારે ઘટાડો જોયો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેની મિલકત અને મૂલ્ય ઘટતું ગયું. આજે એર ઈન્ડિયા એરસ્પેસમાં હાંસિયામાં છે.

સ્થાનિક બજારમાં તેની હાજરી ઘટીને માત્ર 12થી 13 ટકા થઈ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં પણ મહારાજાનો હિસ્સો ઘટીને માત્ર 17 ટકા થઈ ગયો છે. આગામી સમયમાં અન્ય ખાનગી એરલાઈન્સ હવાઈ વિસ્તાર વિસ્તૃત કરશે તેમ ભારતીય ઉડ્ડયન બજારમાં એર ઈન્ડિયાનો હિસ્સો વધુ ઘટી શકે છે. આ પાછળનું કારણ એ છે કે મૂડીના અભાવે એર ઈન્ડિયા વિસ્તરી શક્યું નથી. સરકારી માલિકીની કંપનીની પોતાની એક મર્યાદા હોય છે. આંતરિક ભૂલોને કારણે તે સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી શકતી નથી.

એર ઈન્ડિયાના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે સીઈઓ પણ એરલાઈન્સના સંચાલનમાં તેમનો અડધો સમય જ ફાળવી શકે છે, કારણ કે જે સાંસદો પોતાને એરલાઈનના માલિક સમજે છે તેના સવાલના જવાબ આપવામાં તેમજ મંત્રીઓ, સંસદીય સમિતિઓ અને અધિકારીઓ સાથેની બેઠકોમાં અડધો સમય પસાર થઈ જાય છે.

નજીકના ભવિષ્યમાં લો-બજેટ કેરિયર આકાશના આગમન અને જેટ ફરી શરૂ કરવાના સમાચારોએ પણ આશાનું કિરણ ઉભું કર્યું છે. ભારતમાં આ દિવસોમાં રેકોર્ડ 2,300 લેન્ડિંગ્સ અને ટેકઓફ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં એ વિચારવું જરૂરી છે કે આ બધાની વચ્ચે એર ઈન્ડિયા પોતાને સ્થાપિત કરવા માટે શું કરી શકે છે.

છેલ્લા 10 વર્ષમાં કિંગફિશર, જેટ અને કોસ્ટા સહિત 7 ભારતીય એરલાઈન્સ બંધ કરવામાં આવી હતી. આજે પણ સ્પાઈસ જેટ અને ગો એર જેવી લો-બજેટ એરલાઈન્સ અને વિસ્તારા જેવી ફુલ-બજેટ એરલાઈન્સ આર્થિક રીતે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય રૂટનો વિશાળ સ્ટોક એર ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. ઘરેલુ સર્કિટ સહિત વિશ્વભરમાં એર ઈન્ડિયાના 6,200 સ્લોટ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં જ 555 હવાઈ રૂટ છે. જે તેને જૂના રંગોમાં પાછા લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. એરલાઈન્સ એરપોર્ટ પર જેટલો ઓછો સમય મેળવે છે, તેનો સ્લોટ વધુ મહત્વપૂર્ણ બને છે. આશા છે કે એર ઈન્ડિયા ટાટાની અંદર કાયાકલ્પ થઈ જશે.

આ પણ વાંચો : તરછોડાયેલા બાળક મામલે AMA આવ્યું મેદાને, રાજયભરના તમામ તબીબોને સચેત કરાયા

આ પણ વાંચો :T20 World Cup: પાકિસ્તાનને વિશ્વકપ પહેલા જ લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન ઇજાને લઇ થયો બહાર

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati