Ahmedabad : છેલ્લા સાત મહિનામાં સાયકલની કિંમતોમાં ધરખમ વધારો

|

Mar 30, 2021 | 7:17 PM

Ahmedabad : કોરોના વાયરસનાં કારણે લોકડાઉનમાં લોકોને સાયકલ સવારી ખુબ લોકપ્રિય બની છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે.

Ahmedabad : છેલ્લા સાત મહિનામાં સાયકલની કિંમતોમાં ધરખમ વધારો
ફાઇલ

Follow us on

Ahmedabad : કોરોના વાયરસનાં કારણે લોકડાઉનમાં લોકોને સાયકલ સવારી ખુબ લોકપ્રિય બની છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે. લોકો મજબુરીમાં પણ સાયકલ સવારી ખુબ કરી કરી રહ્યા છે. પરંતુ હવે આ સામાન્ય માણસની સવારી મનાતી સાયકલ પણ મોંઘી બની છે. લગભગ છેલ્લા સાત મહિનામાં સાયકલના ભાવમાં 30 ટકાથી લઈ 40 ટકા સુધીનો ભાવ વધારો નોંધાયો છે.

લોકડાઉન બાદ સાયકલની કિંમતમાં 30-40 ટકા સુધીનો વધારો થયો છે. સાધારણ સાયકલનાં ભાવ 3700 રૂપિયાથી વધીને હવે 4500 રૂપિયા થઇ ગયા છે. સામાન્ય સાયકલોની સાથે-સાથે સ્પોર્ટ્સ સાયકલોની કિંમતમાં પણ 2000-300 રૂપિયા જેટલો વધારો થયો છે. સ્પોર્ટ્સ સાઇકલ જે લોકડાઉન પહેલા 7000ની કિંમતમાં મળતી હતી. તે આજે 10000 રૂપિયામાં મળી રહી છે. સાયકલના ભાવ વધારા પાછળના મુખ્ય કારણોમાં આયર્ન , રબર અને પ્લાસ્ટિકનાં ભાવમાં સતત થઈ રહેલો ભાવ વધારો તેમજ પ્રોડક્ટની ડિમાન્ડ પ્રમાણે પૂરતો સપ્લાય ન થતો હોવાના કારણો જવાબદાર છે.

હવે સામાન્ય માણસ નવી સાયકલ ખરીદતા પહેલા સો વખત વિચારે તેવી સ્થિતી સર્જાઇ છે. મહત્વનું છે કે લોકડાઉનમાં ફિટનેસ સેન્ટર અને જિમ બંધ હતા, તેથી ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો ખુદને ફિટ રાખવા માટે સાઇક્લિંગ તરફ વળ્યા હતા. જેથી લોકડાઉનનાં એક તબક્કામાં સાયકલોની કિંમતમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો. જે આજે પણ અકબંધ છે. સાયકલ વિક્રેતાઓનું કહેવુ છે કે અત્યારે લોકો હેલ્થ માટે જાગૃત થયા છે અને તેમાં પણ સાયકલ એવી વસ્તુ છે કે જેમાં રસ્તો કાપી ચોક્કસ જગ્યાએ પહોંચી પણ જવાય અને કસરત પણ થઈ જાય.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

અત્યારે વિશ્વભરમાં સાયકલની માંગ વધી છે જેમાં વિક્રેતાઓના કહેવા પ્રમાણે ભારત કરતા વધુ માંગ અન્ય દેશોમાં જોવા મળી રહી છે તેવા સંજોગોમાં સાયકલોના ભાવમાં તેજી આવી છે સાથે સાથે લોકડાઉન વખતે સાયકલ બનાવતી કંપનીઓ જે બંધ થઈ હતી તે હજુ માંડ માંડ ખુલી રહી છે જેથી પૂરતા પ્રમાણમાં સપ્લાયને પહોંચી વળવું શક્ય ન હોવાને કારણે સાઈકલની કિંમતોમાં ભાવમાં વધારો નોંધાયો છે.

આમ, ગરીબોની ઓળખ ગણાતી સાયકલ પણ હવે મોંઘવારીને કારણે ગરીબો માટે સ્વપ્નસમાન બને તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. કોરોના મહામારીમાં લોકોની સાયકલ પ્રત્યેની વધતી ઘેલછાએ આખરે ગરીબોને રડાવ્યા છે તેમ કહી શકાય.

Published On - 7:16 pm, Tue, 30 March 21

Next Article