AGS Transact IPO: વર્ષ 2022નો પહેલો IPO 19 જાન્યુઆરીએ ખુલશે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઈડર AGS Transact Technologies આ IPO લાવી રહી છે. કંપનીએ આ IPOની પ્રાઇસ બેન્ડ 166-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. IPO 21 જાન્યુઆરીએ બંધ થશે.
AGS Transact Technologiesએ શરૂઆતમાં તેના IPOનું કદ રૂ. 800 કરોડ રાખ્યું હતું પરંતુ બાદમાં તેને ઘટાડીને રૂ. 680 કરોડ કરી દીધું છે. એવી આશા છે કે આ IPO 1 ફેબ્રુઆરીએ એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ ઈશ્યુ સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે જેમાં પ્રમોટર રવિ બી ગોયલ રૂ 677.58 કરોડ સુધીના શેરનું વેચાણ કરશે.
AGS Transact Technologies ATM અને CRM આઉટસોર્સિંગ કેશ મેનેજમેન્ટ, ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સેવાઓ અને મોબાઈલ વોલેટ જેવી સેવાઓ માટે કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરે છે. કંપનીના પ્રમોટર્સ રવિ બી. ગોયલ અને વિનેહા એન્ટરપ્રાઇઝિસ છે. કંપનીમાં બંનેનો સંયુક્ત હિસ્સો 97.61 ટકા છે જ્યારે AGSTTL એમ્પ્લોઇઝ વેલ્ફેર ટ્રસ્ટ 1.51 ટકા હિસ્સો ધરાવે છે.
કોરોનાના વધતા જતા કેસો અને તાજેતરમાં બજારમાં વધતી અનિશ્ચિતતાને કારણે ઘણા IPOમાં અટક્યા છે. સાથે જ તેમનું કદ પણ ઘટાડી દેવામાં આવ્યું છે. કોવિડ-19ને કારણે ઘણી કંપનીઓના આઈપીઓ અટવાઈ ગયા છે. એક નિષ્ણાતે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તાજેતરના નબળા લિસ્ટિંગ અને ઘણા IPO માટે રોકાણકારોના પ્રોત્સાહક પ્રતિસાદના અભાવે પ્રાથમિક બજારના સેન્ટિમેન્ટ પર ખરાબ અસર કરી છે.
વિશ્વના મોટા દેશોની સેન્ટ્રલ બેંકોની કઠોર નીતિઓને લઈને પણ રોકાણકારો ઉત્સાહિત નથી. અખબારી અહેવાલ મુજબ પેમેન્ટ ફર્મ MobiKwik એ પણ IPO લાવવાની યોજનાને ટાળી દીધી છે. આ ઉપરાંત Go Air એ પણ રૂ. 3600 કરોડનો આઈપીઓ પ્લાન હોલ્ડ ઉપર રાખ્યો છે.