Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૂગલ-માઈક્રોસોફ્ટ બાદ આ કંપનીમાં થશે તાબડતોબ છટણી, 8,500 કર્મચારીની યાદી તૈયાર!

Telecom Major Ericsson Layoff:વર્ષ 2022 ના અંત સુધીમાં, કંપની પાસે કુલ 1,05,000 કર્મચારીઓની સંખ્યા હતી. હવે તેમાંથી 8,500 કાપવામાં આવી રહ્યા છે. એરિક્સન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મોટાભાગના કર્મચારીઓને આ વર્ષના પ્રથમ છ મહિનામાં છૂટા કરવામાં આવશે.

ગૂગલ-માઈક્રોસોફ્ટ બાદ આ કંપનીમાં થશે તાબડતોબ છટણી, 8,500 કર્મચારીની યાદી તૈયાર!
Layoff
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 1:55 PM

મંદીના વાદળો વચ્ચે વિશ્વભરની કંપનીઓમાં છટણીનો સમયગાળો જે ગયા વર્ષથી ચાલી રહ્યો છે, હવે તેમની યાદીમાં વધુ એક મોટું નામ સામેલ થયું છે. ટેલિકોમ ઈક્વિપમેન્ટ બનાવતી કંપની એરિક્સને હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાની યોજના બનાવી છે અને તેની જાહેરાત કરી છે. ખર્ચમાં કપાતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

8500 કર્મચારીને દૂર કરવાની તૈયારી

રોઇટર્સના અહેવાલ મુજબ, સ્વીડિશ ટેલિકોમ નિર્માતાએ વૈશ્વિક સ્તરે 8,500 કર્મચારીની છટણીની યાદી તૈયાર કરી છે. આ અંતર્ગત 1400 કર્મચારીઓની નોકરી માત્ર સ્વીડનમાં જઈ શકશે. છટણીના આ મોટા નિર્ણય બાદ એરિક્સન હવે ગૂગલ, ફેસબુક (મેટા) અને માઈક્રોસોફ્ટ, અલીબાબા, એમેઝોન જેવી કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. નોંધપાત્ર વાત એ છે કે આ કંપનીઓએ હજારો કર્મચારીઓને પણ કાઢી મુક્યા છે.

મોટાભાગના કર્મચારીઓ આ વર્ષે બહાર થઈ જશે

રિપોર્ટ અનુસાર, વર્ષ 2022ના અંત સુધીમાં કંપની પાસે કુલ 1,05,000 કર્મચારીઓની સંખ્યા હતી. હવે તેમાંથી 8,500નો ઘટાડો કરવાનો કંપનીએ નિર્ણય કર્યો છે. વૈશ્વિક મંદી અને ફુગાવાના ભય વચ્ચે કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે એક પછી એક છટણીના નિર્ણયો લઈ રહી છે. એરિક્સન તરફથી છટણી અંગે કહેવામાં આવ્યું છે કે આ વર્ષના પ્રથમ છ મહિનામાં મોટાભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે અને બાકીના કર્મચારીઓને 2024માં બરતરફ કરવામાં આવશે.

ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો

ખર્ચ ઘટાડવાનો નિર્ણય કર્યો!

સ્વીડિશ કંપનીએ વૈશ્વિક સ્તરે પ્રતિકૂળ આર્થિક સ્થિતિ અને નવા 5G નેટવર્કની રજૂઆતને કારણે તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે આ યોજના બનાવી છે. કંપની વતી સ્પષ્ટપણે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ છટણી ખર્ચમાં ઘટાડો કરવાના કાર્યક્રમનો એક ભાગ છે, કારણ કે પ્રતિકૂળ આર્થિક સ્થિતિને કારણે અમને ખર્ચ પર લગામ લગાવવાની ફરજ પડી છે. કંપની વતી પ્રવક્તાએ કહ્યું કે કર્મચારીઓની છટણી અંગેની માહિતી આ સપ્તાહની શરૂઆતમાં આપવામાં આવી હતી.

Ericssonના સીઈઓ બોર્જે એકહોલ્મે કર્મચારી (Borje Ekholm)ઓને મોકલેલા મેમોમાં લખ્યું છે કે ‘કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો અલગ અલગ દેશના આધારે કરવામાં આવશે. ઘણા દેશોમાં આ અઠવાડિયે જ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રોયટર્સ અનુસાર એકહોલ્મે વધુમાં કહ્યું કે બજારમાં સ્પર્ધાત્મક રહેવા અને ખર્ચ બચાવવા માટે આ નિર્ણય લેવો જરૂરી છે. અગાઉના એક અહેવાલમાં એરિક્સનના મુખ્ય નાણાકીય અધિકારી કાર્લ મેલેન્ડરને ટાંકવામાં આવ્યું હતું કે ખર્ચમાં કાપ મૂકવા માટે સલાહકારો, રિયલ એસ્ટેટ અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો સમાવેશ થાય છે.

ગૂગલ-માઈક્રોસોફ્ટમાં પણ યાદી તૈયાર કરી છે

ગૂગલે એરિક્સન પહેલાં ગયા મહિને તેના કર્મચારીઓમાંથી 12,000 કર્મચારીઓને ઘટાડવાની પણ જાહેરાત કરી છે. 20 જાન્યુઆરીના રોજ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને લખેલા પત્રમાં છટણીના નિર્ણય પર પોતાની સંમતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કંપની આજે જે મુશ્કેલ આર્થિક સમયમાંથી પસાર થઈ રહી છે. છટણીના તબક્કામાં માઈક્રોસોફ્ટ પણ નવીનતમ અને મોટું નામ છે, જેણે કર્મચારીઓની સંખ્યામાં 10,000નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

g clip-path="url(#clip0_868_265)">