સિમેન્ટ અને ડિજીટલ સર્વિસ પછી અદાણી ગ્રુપ કરી રહ્યુ છે નવા સેક્ટરમાં ઝંપલાવવાની તૈયારી, નવી કંપની દ્વારા શરૂ કરશે કારોબાર

|

May 19, 2022 | 2:46 PM

અદાણી ગ્રુપ (Adani Group), જેનો મુખ્ય વ્યવસાય પોર્ટ્સનું સંચાલન, કોલસાની ખાણો, પાવર પ્લાન્ટ્સ અને રિન્યુએબલ એનર્જીનો (renewable energy) છે, જે હવે નવા ક્ષેત્રોમાં પ્રવેશી રહ્યું છે.

સિમેન્ટ અને ડિજીટલ સર્વિસ પછી અદાણી ગ્રુપ કરી રહ્યુ છે નવા સેક્ટરમાં ઝંપલાવવાની તૈયારી, નવી કંપની દ્વારા શરૂ કરશે કારોબાર
Gautam Adani (File Image)

Follow us on

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) હવે હેલ્થકેર (Healthcare) સેક્ટરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ માટે તેણે એક કંપની પણ બનાવી છે. તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા અદાણી ગ્રુપ દ્વારા એસીસી (ACC) અને અંબુજા સિમેન્ટના અધિગ્રહણની જાહેરાત કરવામાં આવી હતી. અદાણી ગ્રુપ સતત નવા બિઝનેસમાં પોતાનો હાથ અજમાવી રહ્યું છે. પહેલા ડેટા સેન્ટર્સ, ડિજિટલ સર્વિસ, મીડિયા, સિમેન્ટ અને હવે અદાણી ગ્રુપે હેલ્થકેર સેક્ટરમાં પ્રવેશવાનું નક્કી કર્યું છે.

અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ દ્વારા થશે બિઝનેસ

બુધવાર, 17 મે 2022 ના રોજ એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં, અદાણી જૂથે જણાવ્યું છે કે કંપની અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ (AHVL) દ્વારા આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાય કરશે. તેના પર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની સંપૂર્ણ માલિકી હશે. અદાણી ગ્રુપ દ્વારા એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યું છે કે, ‘કંપનીની અધિકૃત અને ચૂકવણી મૂડી રૂ. 1,00,000-1,00,000 લાખ હશે.’

કંપની કયું – ક્યું કામ કરશે?

અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ (AHVL) આરોગ્ય સંભાળ સંબંધિત પ્રવૃત્તિઓ, આરોગ્ય તકનીક સુવિધાઓ, સંશોધન કેન્દ્રો સહીત અન્ય આરોગ્ય સંબંધિત વ્યવસાયો કરશે. તમને જણાવી દઈએ કે, હોલસીમ ગ્રુપની સિમેન્ટ કંપની- અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને એસીસી લિમિટેડનો બિઝનેસ અદાણી ગ્રૂપની માલિકીનો છે. આ ડીલ લગભગ 10.5 બિલિયન ડોલર (80,000 કરોડ રૂપિયા) માં થઈ હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અદાણી જૂથની આ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે

અદાણી ગ્રુપની અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ અને અદાણી વિલ્મર સહિતની 6 કંપનીઓ હાલમાં શેરબજારમાં લિસ્ટેડ છે. અદાણી વિલ્મરે વર્ષ 2022માં રોકાણકારોને મોટું વળતર આપ્યું છે. ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ કંપનીના શેરમાં ઘટાડા બાદ ફરી સુધારો જોવા મળી રહ્યો છે. 2014થી અદાણી ગ્રૂપના ગ્રોથની ગતિ ખૂબ જ ઝડપી રહી છે. અત્યાર સુધીમાં ગ્રુપ દ્વારા વિવિધ વ્યવસાયોમાં 30થી વધુ એક્વિઝિશન કરવામાં આવ્યા છે. આજે આ ગ્રુપ બંદરો, એરપોર્ટ અને પાવર જેવા ક્ષેત્રોમાં દેશનું સૌથી મોટું ખેલાડી બની ચૂક્યું છે.

Next Article