બેંકો અને રેલ્વે બાદ હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગના ખાનગીકરણની તૈયારી, 1 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું આયોજન

|

Mar 26, 2021 | 7:23 AM

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) આગામી પાંચ વર્ષમાં બજારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (Monetisation of national highways) દ્વારા એક લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના પર કામ કરી રહી છે.

બેંકો અને રેલ્વે બાદ હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગના ખાનગીકરણની તૈયારી, 1 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું આયોજન
રાષ્ટ્રીય ધોરીમાર્ગ

Follow us on

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) આગામી પાંચ વર્ષમાં બજારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (Monetisation of national highways) દ્વારા એક લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના પર કામ કરી રહી છે. તેમણે આ બાબતે ઉદ્યોગોને આગળ આવવા અને રોકાણ કરવા અને તેનો લાભ લેવા જણાવ્યું હતું.

માર્ગ પરિવહન અને હાઇવે અને માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME) મંત્રાલયની જવાબદારી સંભાળનાર ગડકરીએ કહ્યું કે આ પગલાંથી વિકાસને વેગ મળશે અને આ ભંડોળનો ઉપયોગ મજબૂત માળખાગત સુવિધાઓ માટે કરવામાં આવશે. CIIના એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે NHAI ટોલ કલેક્શન અને ટ્રાન્સફર( toll operate transfer ) દ્વારા માર્કેટમાં હાઈવેને રોલ કરીને આગામી પાંચ વર્ષમાં એક લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.

હાઇવે લીઝ પર આપવામાં આવશે
મંત્રીએ કહ્યું કે સંપત્તિનું વેચાણ અથવા લીઝ ઉદ્યોગો માટે સારી વ્યવસાયની તક છે અને બીજી બાજુ તે સરકારને માળખાગત સુવિધાઓમાં કરવામાં આવેલા રોકાણનું મૂલ્ય પરત લેવામાં મદદ કરશે. તેમણે કહ્યું, “તે ઉદ્યોગો તેમજ સરકાર માટે ફાયદાકારક છે.” આનાથી દેશમાં માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઇન્ફ્રા સેક્ટરમાં રોકાણમાં વેગ આવશે
NHAIને સાર્વજનિક ભંડોળથી પ્રાપ્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટ્સને માર્કેટિંગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જે ઓછામાં ઓછા એક વર્ષથી કાર્યરત છે અને જ્યાં ટોલ કલેક્શન કરવામાં આવી રહ્યું છે. ગડકરીએ કહ્યું કે રાષ્ટ્રીય સંપત્તિને બજારમાં મૂકવાની યોજના એક મહત્વપૂર્ણ પહેલ છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે લાંબા ગાળાના રોકાણ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.

Next Article