જિયોએ ફ્રી કોલિંગના નામે આપ્યો ઝટકો, જો આ કંપનીનું સીમકાર્ડ વાપરો છો તો નહીં લાગે ચાર્જ

|

Oct 10, 2019 | 3:42 PM

બુધવારના રોજ જિયો દ્વારા અચાનક જ ઘોષણા કરવામાં આવી કે બીજા નેટવર્ક પર ફ્રીમાં કોલિંગ કરી શકાશે નહીં. આથી હવે જિયોના ગ્રાહકોએ અન્ય એક પેકનું રિચાર્જ કરાવવાનું રહેશે. આ બધાની વચ્ચે આઈડિયા-વોડાફોન અને એરટેલના ગ્રાહકો માટે સારા સમાચાર છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું […]

જિયોએ ફ્રી કોલિંગના નામે આપ્યો ઝટકો, જો આ કંપનીનું સીમકાર્ડ વાપરો છો તો નહીં લાગે ચાર્જ

Follow us on

બુધવારના રોજ જિયો દ્વારા અચાનક જ ઘોષણા કરવામાં આવી કે બીજા નેટવર્ક પર ફ્રીમાં કોલિંગ કરી શકાશે નહીં. આથી હવે જિયોના ગ્રાહકોએ અન્ય એક પેકનું રિચાર્જ કરાવવાનું રહેશે. આ બધાની વચ્ચે આઈડિયા-વોડાફોન અને એરટેલના ગ્રાહકો માટે સારા સમાચાર છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટેલિકોમ સેક્ટરમાં ટકી રહેવા માટે વોડાફોન અને આઈડિયા સાથે આવી ગયા છે. જેને હવે વોડાફોન આઈડિયા લિમિટેડ કહેવામાં આવે છે. આ વોડાફોન આઈડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી કે અમારા ગ્રાહકોને કોઈ જ પ્રકારનો અલગથી ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દેશની અન્ય મોટી ટેલિકોમ કંપની એરટેલ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી કે તેમના ગ્રાહકોએ પણ કોઈ અલગથી રિચાર્જ કરાવવાની જરુર નથી. આમ આ બંને કંપની દ્વારા જાહેરાત કરી દેવાઈ છે કે કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. વોડાફોન  દ્વારા કહેવામાં આવ્યું કે અમે જે વાયદો કર્યો તેના પર કાયમ છીએ અને ગ્રાહકો અનલિમિટેડ પ્લાન્સ પર ફ્રી કોલ્સનો લાભ ઉઠાવી શકે છે.

આ પણ વાંચો :  Reliance Jioએ કેમ બંધ કરી દીધું ફ્રી કોલિંગ? આ છે કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એરટેલ દ્વારા પણ એક ગ્રાહકને જવાબ આપતા કહેવામાં આવ્યું કે કંપનીના અનલિમિટેડ પેક અનલિમિટેડ રહેશે તેમાં કોઈ જ પ્રકારનો એડિશનલ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. જિયો દ્વારા જાહેરાત કરવામાં આવી કે 9 ઓક્ટોબર પછી અન્ય નેટવર્કના કોલિંગ પર 6 પૈસા પ્રતિ મિનિટના દરે વસૂલવામાં આવશે. જે અનલિમિટેડ પેક કરતાં વધારાનો ચાર્જ રહેશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article