દેશમાં સૌથી મોટા અને પ્રથમ ખાનગી રોકાણ મેળવવામાં અદાણીને મળી સફળતા

|

May 04, 2022 | 6:44 PM

મુંબઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.માટે 7થી 25 વર્ષની મોટાભાગની આવક સાથે વર્તમાન ટૂંકમાં પાાકતી લોન અને નવા મૂડી ખર્ચ માટે પુનર્ધિરાણના હેતુ માટે 750 મિલીયન યુએસ ડોલર ઉપયોગમાં લેવાશે.

દેશમાં સૌથી મોટા અને પ્રથમ ખાનગી રોકાણ મેળવવામાં અદાણીને મળી સફળતા
Mumbai Airport
Image Credit source: reuters

Follow us on

ભારતના બીજા સૌથી મોટા મુંબઈમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)ની માલિકી અને સંચાલન કરી રહેલ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.એ (MIAL) એપોલો સંચાલિત ક્રેડિટ ફંડ્સમાંથી 750મિલીયન અમેરીકી ડોલરની સિનિયર સિક્યોર્ડ પ્રાઈવેટ પ્લેસમેન્ટ નોટ્સ સફળતાપૂર્વક એકત્ર કરી છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.માટે 7થી 25 વર્ષની મોટાભાગની આવક સાથે વર્તમાન ટૂંકમાં પાાકતી લોન અને નવા મૂડી ખર્ચ માટે પુનર્ધિરાણના હેતુ માટે 750 મિલીયન યુએસ ડોલરની નોટ્સ ઉપયોગમાં લેવાશે. આ નોટ્સ સાથે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને લાંબા ગાળા માટેના મૂડી ઉકેલ પૂરો પાડવામાં એપોલોનો ક્રેડીટ બિઝનેસ સક્ષમ હતો. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. (MIAL)એ અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.(AAHL) દ્વારા વિસ્તરી રહેલા એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પોર્ટફોલિયોમાં એક પ્રતિષ્ઠિત સંપત્તિ છે અને ભારતમાં અત્યાર સુધી પૂર્ણ થયેલ સૌથી મોટું પ્રાઈવેટ પ્લેસમેન્ટ છે. જેનાથી એરપોર્ટના માળખાકીય વિકાસને નવું બળ મળશે.

અપોલોના પાર્ટનર અને ઈમર્જિંગ માર્કેટ ડેટના ગ્લોબલ હેડ બ્રિજિટ પોશ્કે જણાવ્યું હતું કે, “અમોને ભારતમાં મિશન-ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ માટે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે વ્યાપક લાંબા ગાળાનો મૂડી ઉકેલ પૂરો પાડવા માટે અદાણી સાથે કામ કરવાનો આનંદ છે.’’. “મહત્વપૂર્ણ બજારની અસ્થિરતા વચ્ચે સમગ્ર ટ્રાન્ઝેક્શન માટેની પ્રતિબદ્ધતા અને લાંબા ગાળાની દૃષ્ટિએ વિચારવાની અમારી ક્ષમતા એપોલોના વૈશ્વિક ક્રેડિટ પ્લેટફોર્મ અને કાયમી મૂડી આધારની કેટલીક મુખ્ય શક્તિઓને પ્રતિબિંબિત કરે છે.”

મુંબઈ ઈન્ટર નેશનલ એરપોર્ટસ લિ.(MIAL)ના મુખ્ય કારોબારી અધિકારી પ્રકાશ તુલસીઆનીએ જણાવ્યું હતું કે, “અમે મુંબઈ એરપોર્ટ ઉપરથી થતા કાર્યાત્મક પરિવહનને એક ગતિશીલ, સંપૂર્ણ વ્યવસાયના રુપે, આતિથ્ય અને મુંબઈગરાઓ સહિત સમગ્ર પ્રદેશ માટે લેઝર ઈકોસિસ્ટમમાં પરિવર્તિત કરવા માટે ઉત્સાહી છીએ.”. “અદાણી પોર્ટફોલિયોની તમામ યોજનાઓના ઝડપી અમલવારી કરવા માટે પુરવાર થયેલા અભિગમને અનુરુપ આ નોટ્સની આવક મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. (MIAL)ના રૂપાંતરને વેગ આપવા અને રોગચાળા પછીના સમયગાળામાં અમારા હિસ્સેદારોને વિપુલ પ્રમાણમાં મૂલ્ય પ્રદાન કરવા અને ગ્રાહક સમૂહના અનુભવને સુધારવાનો માર્ગ મોકળો કરવામાં અમારો ઉત્સાહ વધારશે.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ લિ.( AAHL)ના પોર્ટફોલિયોમાંની વ્યૂહાત્મક સંપત્તિ એવા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટસ લિ. (MIAL) દ્વારા જાહેર થયેલ આ નોટ્સ તેની મૂડી વ્યવસ્થાપન યોજનામાં પ્રથમ પગલુ છે. અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ લિ(AAHL) મૂડીના વિવિધ સ્ત્રોતના સેતુઓ સુધીની પહોંચ થકી ધિરાણના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાનું ચાલુ રાખશે. તેના અસ્તિત્વની સદીના આરે પહોંચવા આવેલા અને ભવ્ય અને સમૃદ્ધ ઈતિહાસ ધરાવતા છત્રપતિ શિવાજી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ સહિત ભારત અને વિશ્વ માટે મુંબઈનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. વિશ્વના સૌથી વ્યસ્ત સિંગલ-રનવે એરપોર્ટ પૈકીનું એક અને દેશનું બીજું સૌથી મોટું એરપોર્ટ છે.

આ એરપોર્ટ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) હેઠળના આઠ એરપોર્ટની અસ્ક્યામતોના નેટવર્કનો એક મહત્વનો ભાગ છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.(MIAL) નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (NMIAL)માં પણ 74% હિસ્સો ધરાવે છે, જે ઉપનગરીય મુંબઈમાં વિકસાવવામાં આવી રહ્યું છે, તે જ્યારે કાર્યરત થશે ત્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅનમાં મુસાફરોને સેવા આપતું “ટ્વીન એરપોર્ટ” હશે. તાજેતરમાં નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.( NMIAL) એ ભારતીય સ્ટેટ બેંક સાથે રુ.12,770 કરોડના સમગ્ર રુણની જરૂરિયાતને પહોંચી વળવા ફાઈનાન્સિઅલ ક્લોઝરની જાહેરાત કરી હતી.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.(MIAL)

ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિ.એ મહારાષ્ટ્ર ખાતેના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટના વિકાસ, બાંધકામ, સંચાલન અને જાળવણી માટે ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT) આધારીત સ્થપાયેલ સ્પેશ્યિલ પરપઝ વ્હીકલ. પ્રોજેક્ટ” છે. મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.ની માલિકીના નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું 74% શેર હોલ્ડિંગ અને સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઑફ મહારાષ્ટ્ર લિમિટેડ (“CIDCO”)નું 26% શેરહોલ્ડિંગ ની માલિકી ધરાવે છે. CIDCO, મહારાષ્ટ્ર સરકાર હસ્તકનું સાહસ છે જે આ પ્રોજેક્ટ માટે કન્સેશનિંગ ઓથોરિટી પણ છે.

વાર્ષિક 60 મિલિયન મુસાફરોની છેવટની ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટને અનેક તબક્કામાં વિકસાવવાની દરખાસ્ત છે. પ્રારંભિક તબક્કામાં નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વાર્ષિક 20 મિલિયનની પેસેન્જર ક્ષમતા તેમજ વાર્ષિક આઠ લાખ ટન કાર્ગો પરિવહન ક્ષમતાનો અમલ કરી રહી છે, જે ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ્સ લિ. (AAHL)

સંકલિત આંતર માળખું અને પરિવહન વ્યવસાયમાં વૈશ્વિક સ્તરે પ્રશંસનીય અગ્રણી બનવાના તેના વિઝનને અનુરૂપ અદાણી ગ્રુપે સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરીને એરપોર્ટ સેક્ટરમાં તેનું પહેલું સાહસ કરીને અમદાવાદ,લખનૌ, મેંગલુરુ, જયપૂર ગૌહતી અને તિરુવનંતપુરમ હસ્તગત કરીને આ 6 વિમાન મથકો માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા સાથે કન્સેસન એગ્રીમેન્ટ કર્યા છે. અદાણી સમૂહે આ 6 એરપોર્ટ પૈકી અગાઉથી જ અમદાવાદ, લખનૌ અને મેંગાલુરુ એરપોર્ટના સંચાલન અને વ્યવસ્થાપનની કામગીરી સંભાળી લીધી છે. ગ્રૂપના સમગ્ર એરપોર્ટ બિઝનેસને સાંકળવા માટે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.ને 02 ઓગસ્ટ, 2019ના રોજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની 100% અનલિસ્ટેડ પેટાકંપની તરીકે સામેલ કરવામાં આવી હતી.

AAHL મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડમાં 73% ધરાવે છે, જે બદલામાં NMIALમાં 74% ધરાવે છે. તેના મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં આઠ એરપોર્ટ સાથે AAHL હવે ભારતની સૌથી મોટી એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, જે એરપોર્ટ ફૂટફોલનો 25% હિસ્સો ધરાવે છે અને ભારતના 33% એર કાર્ગો ટ્રાફિક ઉપર વર્ચસ્વ ધરાવે છે.

Next Article