Adani Ports ડીઘી પોર્ટમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે, બંદર હસ્તગત કરાયું

|

Feb 17, 2021 | 11:44 AM

Adani Ports and  special  economic zone (APSEZ) એ જણાવ્યું હતું કે તેણે 705 કરોડમાં ડીઘી બંદરનું સંપાદન પૂર્ણ કર્યું છે. આ સાથે કંપનીએ કહ્યું કે તે JNPTના વૈકલ્પિક ગેટવે તરીકે વિકસાવવા માટે 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે.

Adani Ports ડીઘી પોર્ટમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે, બંદર હસ્તગત કરાયું
Adani Ports ડીઘી પોર્ટમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે

Follow us on

Adani Ports and  special  economic zone (APSEZ) એ જણાવ્યું હતું કે તેણે 705 કરોડમાં ડીઘી બંદરનું સંપાદન પૂર્ણ કર્યું છે. આ સાથે કંપનીએ કહ્યું કે તે JNPTના વૈકલ્પિક ગેટવે તરીકે વિકસાવવા માટે 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. JNPT એ ભારતનું સૌથી મોટો કન્ટેનર બંદર છે અને દેશના 12 મોટા બંદરો પૈકીનું એક છે.

બંદરનો વિકાસ થશે
APSEZ એ એક નિવેદનમાં જણાવ્યું છે કે APSEZ એ 15 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ DPLના 100 ટકા સંપાદન 705 કરોડ રૂપિયામાં પૂર્ણ કરી દીધું છે. DPL એ APSEZનો ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠાનો એક આર્થિક પ્રવેશદ્વાર છે જે મહારાષ્ટ્રમાં કંપનીની હાજરી સ્થાપિત કરશે અને ભારતના GDPમાં સૌથી વધુ ફાળો આપે છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે આ APSEZને મહારાષ્ટ્રમાં ગ્રાહકોની સેવા કરવામાં મદદ કરશે જેમાં મોટા ઔદ્યોગિક વિસ્તારો અને મુંબઇ અને પુણે વિસ્તારોમાં વિકાસ થશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે APSEZને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા મલ્ટિ-કાર્ગો બંદરમાં વિકસાવવા માટે 10,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે. આ સાથે, તે સરળ અને વધુ સારી કાર્ગો મુમેન્ટ માટે રેલ અને જમીનમાર્ગના માળખાગત વિકાસમાં પણ રોકાણ કરશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

બંદર આધારિત ઉદ્યોગોનો સહયોગ મળશે
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કંપની હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને સુધારણા કરશે અને ડ્રાય, કન્ટેનર અને લિક્વિડ કાર્ગો માટેની સુવિધાઓના વિકાસમાં રોકાણ કરશે. ડીપીએલ જેએનપીટીમાં વૈકલ્પિક પ્રવેશદ્વાર તરીકે વિકાસ કરશે અને બંદરની જમીન પર બંદર આધારિત ઉદ્યોગોના વિકાસને આમંત્રણ અને ટેકો આપશે.

APSEZના નિયામક અને સીઈઓ કરણ અદાણીએ જણાવ્યું હતું કે ડીપીએલના સફળ સંપાદનથી બંદરો બનાવવાની અદાણી પોર્ટના ધ્યેયમાં વધુ એક લક્ષ્યનો ઉમેરો થયો છે, જે ભારતના આર્થિક ક્ષેત્રમાં સર્વિસ કવરેજને વધારશે. તેમણે જણાવ્યું હતું કે કંપનીના વિકાસ, અનુભવ અને હસ્તગત કરવાની કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ડીપીએલ શેરહોલ્ડરો માટે વધુ સારું મૂલ્ય બનાવવાનો વિશ્વાસ છે.

Next Article