અદાણી પોર્ટે 300 મેટ્રીક ટન કાર્ગો પરિવહનનો વિક્રમ સર્જ્યો, કંપની પાસે દેશની કુલ પોર્ટ ક્ષમતાનો 24 ટકા હિસ્સો

|

Mar 23, 2022 | 12:02 PM

વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે અને તેના પોર્ટ ગેટથી માંડીને કસ્ટમરના ગેટ સુધી એન્ડ-ટુ એન્ડ સોલ્યુશન્સ પૂરાં પાડી રહી છે.

અદાણી પોર્ટે 300 મેટ્રીક ટન કાર્ગો પરિવહનનો વિક્રમ સર્જ્યો, કંપની પાસે દેશની કુલ પોર્ટ ક્ષમતાનો 24 ટકા હિસ્સો
Adani Port

Follow us on

અદાણી ઔદ્યોગિક સમૂહ(Adani Group) સંચાલિત અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે(Adani Port & Sez Ltd) ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલાં 300 મિલિયન  મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન (Cargo Transport)કરવાનો વિક્રમ સર્જ્યો છે. માત્ર બે દાયકાના ટુંકા સમયગાળામાં અદાણી પોર્ટે(Adani Port) આ નવો ઇતિહાસ રચ્યો છે સાથે બજારમાં તેના હિસ્સામાં હરણફાળ ભરીને ઓલ ઈન્ડિયા કાર્ગો વોલ્યુમની વૃધ્ધિનો કિર્તીમાન રચ્યો છે. અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ આ સિધ્ધિની જાહેરાત કરતા જણાવ્યું કે “અમારા કાર્ગો વોલ્યુમમાં થયેલી વૃધ્ધિ એ અમારી વ્યૂહરચના મુજબ આગળ ધપવાની અમારી કાર્યક્ષમતાનું જીવંત ઉદાહરણ છે.

અદાણીએ કહ્યું હતું કે ભારતના સાગરકાંઠે અમારા પોર્ટસના નેટવર્કની સાથે સાથે અમારી સુસંકલિત લોજીસ્ટીક્સ ક્ષમતાઓ તથા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડીઝીટલાઇઝડ સંચાલન મારફતે અમે અમારા ગ્રાહકો તથા વૈશ્વિક શિપિંગ લાઇન્સ સહિતના ભાગીદારો સાથે નિર્માણ કરેલા ઘનિષ્ઠ સંબંધો સાથે  તમામ પરિબળોને કારણે અમે અદાણી પોર્ટસ અને સેઝને સુસંકલિત પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનાવ્યું છે. તદુપરાંત ભારતીય અર્થતંત્રમાં થઈ રહેલા વિકાસને કારણે અમારી આ વૃધ્ધિ જળવાઈ રહેશે તેવી અમને અપેક્ષા છે.”

તેમને વધુમાં ઉમેર્યું હતું કે “આ સિધ્ધિ કંપનીના વૈશ્વિક બજાર અને જીઓપોલિટીકલ ઉતાર-ચઢાવ તથા ઝડપથી બદલાતા જતા પરિવર્તનોને અનુસરવાની તાકાતના પ્રદર્શન સાથે સાતત્યપૂર્ણ વૃધ્ધિ તરફની મજલ ચાલુ રાખવાની ક્ષમતા દર્શાવે છે.આ સિધ્ધિ માટે તેમણે સમગ્ર કાર્યશીલ સમર્પિત ટીમને અભિનંદન પાઠવતા ઉમેર્યુ કે તેઓના કર્મઠ અભિગમે વૃધ્ધિને વેગ આપીને આ સિધ્ધિ શક્ય બનાવી છે. તેમણે વર્ષ 2025 સુધીમાં 500 મિલિયન મે.ટન વોલ્યુમ સુધી પહોંચવાના ધ્યેયને હાંસલ કરવાનો અને વર્ષ 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી ખાનગી પોર્ટ કંપની બનીશુ એવો ભરપૂર આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

વાર્ષિક 100 મિલિયન મે.ટન સુધી પહોંચતા 14 વર્ષ લાગ્યા હતા

અદાણી પોર્ટસ કાર્ગો વોલ્યુમ વધારવા સાથે તેના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ પાંચ પોર્ટ સાથે વાર્ષિક 100 મિલિયન મે.ટન સુધી પહોંચતા 14 વર્ષ લાગ્યા હતા. અદાણી પોર્ટસની આ ક્ષમતાને બમણી એટલે કે વાર્ષિક 200 મિલિયન મે.ટન ક્ષમતા એ પછીના ફકત 3 વર્ષમાં નોંધાઈ હતી. કંપનીના પોર્ટફોલિયોમાં 12 પોર્ટસ છે ત્યારે APSEZ 300 મિલિયન મે.ટન કાર્ગો વોલ્યુમ સુધી પહોંચવાનું ધ્યેય માત્ર 3 વર્ષમાં જ હાંસલ કર્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે 200 મિલિયન મે.ટનથી 300 મિલિયન મે.ટન સુધી પહોંચવાના સમયગાળામાં કોરોના મહામારીને કારણે વિશ્વમાં આર્થિક મંદીના બે વર્ષનો પણ સમાવેશ થાય છે.

પર્યાવરણલક્ષી કટિબધ્ધતાઓને પ્રાધાન્ય

બિઝનેસની કામગીરીમાં વૃધ્ધિ કરવાની સાથે સાથે APSEZ તેની પર્યાવરણલક્ષી કટિબધ્ધતાઓ પણ પાર પાડી રહી છે. એમિશનની તિવ્રતા ઘટાડવાની પ્રક્રિયા 2016ના સ્તરથી 30 ટકા સુધી પહોંચાડવામાં આવી છે. રબર ટાયર્ડ ગેન્ટ્રી ક્રેઈન્સ (RTGs) ના વિજળીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ક્વે ક્રેન્સ અને મોબાઈલ હાર્બર ક્રેન્સના વિજળીકરણની કામગીરી પ્રગતિમાં છે અને તેને વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે. ડિઝલ આધારિત ઈન્ટર્નલ ટ્રાન્સફર વ્હિકલ્સ (ITVs) ને બદલે ઈલેક્ટ્રિક ITVs મૂકવામાં આવ્યા છે. 100 ઈલેક્ટ્રિક ITVsની પ્રથમ બેચ વર્ષ 2022ના મધ્ય સુધીમાં આવી જાય તેવી સંભાવના છે અને વર્ષ 2023 સુધીમાં તમામ ક્રેનનું વિજળીકરણ થવાની અપેક્ષા છે. વધુ એક ગ્રીન પોર્ટ તરીકેની પહેલ તરીકે અમે પોર્ટની બાકી રકમ, પાયલોટેડ અને બર્થ હાયર ચાર્જીસમાં બળતણ તરીકે એલએનજીનો ઉપયોગ કરતા જહાજોને આપેલા 50 ટકા ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. વનીકરણ વધારવાના પગલાંની સાથે સાથે અન્ય વધુ ગ્રીન પગલાં અમલીકરણ હેઠળ છે. APSEZ વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવાનું ધ્યેય ધરાવે છે.

કંપનીની સફળગાથા

વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે અને તેના પોર્ટ ગેટથી માંડીને કસ્ટમરના ગેટ સુધી એન્ડ-ટુ એન્ડ સોલ્યુશન્સ પૂરાં પાડી રહી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલાં ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડમાં વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે.

 

આ પણ વાંચો : કરોડોનો ચૂનો ચોપડનાર ભાગેડુ કારોબારીઓ પાસેથી સરકારે 19 હજાર કરોડની વસુલાત કરી, નાણામંત્રીએ સંસદમાં જાહેર કરી માહિતી

આ પણ વાંચો : Opening Bell : મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારની જોરદાર શરૂઆત, Sensex 58416 સુધી ઉછળ્યો

Published On - 12:00 pm, Wed, 23 March 22

Next Article