અંબાણીને પાછળ પાડયા અદાણીએ : એક વર્ષમાં નેટવર્થમાં 3.63 લાખ કરોડ ઉમેરી બન્યા નંબર વન, જાણો શું છે સફળતાનો મંત્ર ?

|

Mar 26, 2021 | 7:47 AM

છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણી(Gautam Adani) ની કુલ સંપત્તિ મુકેશ અંબાણી( Mukesh Ambani ) કરતા ઝડપથી વધી છે. એક વર્ષમાં મુકેશ અંબાણી કંપનીઓની સંપત્તિમાં 3.26 લાખ કરોડનો વધારો થયો છે જ્યારે અદાણી જૂથની કંપનીઓની સંપત્તિમાં 3.63 લાખ કરોડનો વધારો થયો છે.

અંબાણીને પાછળ પાડયા અદાણીએ : એક વર્ષમાં નેટવર્થમાં 3.63 લાખ કરોડ ઉમેરી બન્યા નંબર વન, જાણો શું છે સફળતાનો મંત્ર ?
ગૌતમ અદાણી 41 વર્ષ પહેલાં 1980 માં કોમોડિટી વેપારી તરીકે કારોબાર શરૂ થયો હતો. હવે તે ચીની કંપની અલીબાબાના માલિક જેક મા કરતા વધારે ધનિક બન્યા છે.

Follow us on

છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણી(Gautam Adani) ની કુલ સંપત્તિ મુકેશ અંબાણી( Mukesh Ambani ) કરતા ઝડપથી વધી છે. એક વર્ષમાં મુકેશ અંબાણી કંપનીઓની સંપત્તિમાં 3.26 લાખ કરોડનો વધારો થયો છે જ્યારે અદાણી જૂથની કંપનીઓની સંપત્તિમાં 3.63 લાખ કરોડનો વધારો થયો છે.

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી કોલસાના વ્યવસાયનું સામ્રાજ્ય સ્થાપ્યાના 20 વર્ષ પછી હવે ભવિષ્ય માટે અદાણી ગ્રુપને તૈયાર કરી રહયા છે. તેઓ ફોસિલ ફયુલમાં ભવિષ્ય શોધી રહ્યા છે. કેન્દ્ર સરકારની નીતિ પણ તેમના સપના માટે મદદગાર સાબિત થઈ રહી છે.

6 લિસ્ટેડ કંપનીઓના મૂલ્યમાં વૃદ્ધિ
અદાણી ગ્રૂપની શેર શેરબજારમાં લિસ્ટેડ 6 કંપનીઓની કિંમત ઝડપથી વધી છે. એક વર્ષમાં આ કંપનીઓના મૂલ્યમાં 5.73 લાખ કરોડનો વધારો થયો છે. માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓના વેલ્યુના મામલે અદાણી ગ્રૂપ ટાટા ગ્રુપ અને મુકેશ અંબાણીની કંપનીઓ કરતા વધુ ઝડપી આગળ વધી રહી છે. મોટી વૈશ્વિક કંપનીઓએ અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કર્યું છે. આમાં ફ્રેન્ચ ઓઇલ કંપની ટોટલ SE અને વારબર્ગ પિંકસ LLCનો સમાવેશ થાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગૌતમ અદાણી ઇન્ફ્રા સેક્ટરથી કિંગ બન્યા
અદાણી ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કિંગ તરીકે ઉભરી આવ્યા છે. તેઓ ખાણો, બંદરો અને પાવર પ્લાન્ટથી લઈ એરપોર્ટ, ડેટા સેન્ટરો અને સંરક્ષણ ક્ષેત્રમાં વિસ્તૃત થવાના છે. મોદી સરકાર ભારતના આર્થિક લક્ષ્યોને પહોંચી વળવા આ ક્ષેત્રોને પણ મહત્વપૂર્ણ માને છે. 2 વર્ષથી ઓછા સમયમાં અદાણીએ 7 વિમાનમથકો અને ભારતના લગભગ ઘણા એર ટ્રાફિક પર ફરીથી નિયંત્રણ મેળવ્યું છે. અદાણી 2025 સુધીમાં તેમની રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 8 ગણો વધારો કરવાની યોજના ધરાવે છે.

કોમોડિટીથી વેપારની શરૂઆત કરી હતી
ગૌતમ અદાણી 41 વર્ષ પહેલાં 1980 માં કોમોડિટી વેપારી તરીકે કારોબાર શરૂ થયો હતો. હવે તે ચીની કંપની અલીબાબાના માલિક જેક મા કરતા વધારે ધનિક બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર અદાણીએ છેલ્લા એક વર્ષમાં તેની નેટવર્થમાં 3.63 લાખ કરોડ રૂપિયા ઉમેર્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણીએ 3.26 લાખ કરોડનો ઉમેરો કર્યો છે. અન્ય અબજોપતિ કરતાં અદાણીની સંપત્તિ આ વર્ષે વધુ વધી છે.

Next Article