Adani Group ના Stocks માં ઘટાડાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો, કરો એક નજર GAINER અને LOSER STOCKS ઉપર

|

Jun 16, 2021 | 6:32 PM

ADANI GROUP ના શેર આજે પણ ગગડ્યા હતા. આજના કારોબાર દરમ્યાન કયા શેરમાં વધારો (Gainer) અને કયા શેરમાં ઘટાડો(Loser) દર્જ થયો તે ઉપર કરો એક નજર

Adani Group ના Stocks માં ઘટાડાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો, કરો એક નજર GAINER અને LOSER STOCKS ઉપર
Gautam Adani (chairman and founder of the Adani Group)

Follow us on

Gશેરબજાર(Stock Market) આજે ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 271 અંક તૂટીને 52,501 પર બંધ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સએ 101 પોઇન્ટ ઘટાડો દર્જ કરી 15,767 ની સપાટીએ કાર્પબા પૂર્ણ કર્યો હતો. સવારથી બજારની શરૂઆત નબળી થઇ હતી. ADANI GROUP ના શેર આજે પણ ગગડ્યા હતા

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું જ્યારે એફએમસીજી અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી હતી. આજના કારોબાર દરમ્યાન કયા શેરમાં વધારો (Gainer) અને કયા શેરમાં ઘટાડો(Loser) દર્જ થયો તે ઉપર કરો એક નજર

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દિગ્ગજ શેર
ઘટાડો : અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, પાવર ગ્રિડ અને ઈન્ડસઈન્ડ બેન્ક
વધારો : ટાટા કંઝ્યુમર, નેસ્લે ઈન્ડિયા, ઓએનજીસી, એનટીપીસી અને એચયુએલ

મિડકેપ શેર
ઘટાડો : અદાણી એન્ટરપ્રાઈઝ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર અને ફ્યુચર રિટેલ
વધારો : જેએસડબ્લ્યુ એનર્જી, ન્યુ ઈન્ડિયા એસ્યોર, ટાટા પાવર, ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ અને નેટકો ફાર્મા

સ્મોલકેપ શેર
ઘટાડો : સુપ્રજિત એન્જિનયર, આરપીએસજી વેન્ચર્સ, ફિલટેક્સ ઈન્ડિયા, એફડીસી અને જિંદાલ
વધારો : જય કૉર્પ, જિંદાલ વર્લ્ડવાઈડ, સાગર સિમેન્ટ, બીએએસએફ અને ઈનસેક્ટિસાઈડ્સ

 

અદાણી ગ્રુપ (Adani Group) ની કંપનીઓમાં રોકાણ કરનાર ત્રણ FPI ના અકાઉંટ ફીઝ થવાના અહેવાલથી ગૌતમ અદાણી (Gautam Adani)ના અદાણી ગ્રુપ(Adani Group) ની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો જે હજુ થોભ્યો નથી. આ ત્રણેય FPIs ના ખાતા ફ્રીઝ થયા ન હોવાની સ્પષ્ટતા છતાં શેરના દામ ગગડી રહ્યા છે.

એજ નજર અદાણી ગ્રુપના શેરની આજની સ્થિતિ  ઉપર 

કંપની  છેલ્લો ભાવ  આજનો ઘટાડો (ટકામાં )
Adani Enterprises 1427 7.27
Adani Transmission 1374 5
Adani Power 127.25 4.97
Adani Ports and SEZ 702 7.86
Adani Green Energy Ltd 1165 3.95
Adani Gas 1394 5

Published On - 6:14 pm, Wed, 16 June 21

Next Article