અદાણી એન્ટરપ્રાઈઝએ ટોલ રોડ માટે ડિલ કરી ફાઇનલ, મૈકક્વેરી સાથે રૂ.3110 કરોડના થયા કરાર

|

Aug 05, 2022 | 4:04 PM

અદાણી એન્ટરપ્રાઈઝ ગુજરાત અને આંધ્રપ્રદેશમાં ટોલ રોડ ખરીદશે, આ ડિલ 3,110 કરોડ રૂપિયામાં થઇ છે. મહત્વની બાબત એ છે કે અદાણી એન્ટરપ્રાઈઝ GRICL ઉપરાંત STPL નું અધિગ્રહણ કરશે.

અદાણી એન્ટરપ્રાઈઝએ ટોલ રોડ માટે ડિલ કરી ફાઇનલ, મૈકક્વેરી સાથે રૂ.3110 કરોડના થયા કરાર
Adani road

Follow us on

અદાણી એન્ટરપ્રાઈઝે ગુજરાત અને આંધ્રપ્રદેશમાં ટોલ રોડ ખરીદવાની જાહેરાત કરી છે. આ ડિલ 3,110 કરોડ રૂપિયામાં થઇ છે. ઉલ્લેખનીય છે કે અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL) એ અદાણી એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ (AEL) ની 100 ટકા માલિકીની પેટા કંપની છે.મહત્વની બાબત એ છે કે અદાણી એન્ટરપ્રાઈઝ GRICL ઉપરાંત STPL નું અધિગ્રહણ કરશે, આ અંતર્ગત તે ગુજરાતમાં ટોલ રોડ ખરીદશે, અદાણી GRICLમાં 56.8 ટકા ભાગીદારી ખરીદશે તેમજ સ્વર્ણ ટોલવેમાં 100 ટકા હિસ્સેદારી ખરીદશે. ઉલ્લેખની બાબત એ છે કે GRICL પાસે ગુજરાતમાં 2 ટોલ રોડ છે જેમાં અમદાવાદથી મહેસાણાનો સમાવેશ થાય છે.અમદાવાદથી મહેસાણા સુધીનો 51.6 કિમી રોડ GRICL પાસે છે. વડોદરાથી હાલોલ સુધીનો 31.7 કિમી લાંબો રોડ GRICL પાસે છે

રૂ.3,110 કરોડમાં થયો સોદો

વિકાસના કામો, બાંધકામ, રોડઝ અને હાઈવે પ્રોજેક્ટના સંચાલન અને વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલી અદાણી એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ (AEL) ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL) ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GRICL) (જેનો 56.8 ટકા હિસ્સો મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પાસે છે) અને સ્વર્ણ ટોલવે પ્રાઈવેટ લિમિટેડ (STPL) (કે જેનો 100 ટકા હિસ્સો મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની માલિકીનો છે) હસ્તગત કરવા માટેના સુનિશ્ચિત કરાર તરફ આગળ વધી રહી છે. નિયમનલક્ષી મંજૂરીઓને આધિન રહીને ARTL, GRICL નો 56.8 ટકા હિસ્સો અને STPLનો 100 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સોદો સપ્ટેમ્બર, 2022માં પૂર્ણ થવાની અપેક્ષા છે.

આ હસ્તાંતરણ રૂ.3,110 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુથી કરવામાં આવી રહ્યું છે. આ પોર્ટફોલિયો અંદાજે રૂ.165 કરોડના ચોખ્ખા દેવા સાથે રૂ.465 કરોડનો LTM EBITA ધરાવે છે. આના પરિણામે 6.8 ગણો EV/EBITA થાય છે. આ સોદો નિયમનકારો અને ધિરાણ આપનાર સમુદાયની મંજૂરીઓને આધિન છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના ટોલ રોડઝ પોર્ટફોલિયો હસ્તગત થવાને કારણે ARTLના હાઈવેઝ બિઝનેસ કે જેમાં દેશના 10 રાજ્યોમાં આવેલા અને મેનેજમેન્ટ હેઠળના રૂ.41,000 કરોડના 8 હાઈબ્રીડ એન્યુઈટી મોડ (HAM), 5 બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT)પ્રોજેક્ટસ અને એક ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર (TOT) રોડ પ્રોજેકટસનો સમાવેશ થાય છે. AEL, ભારતમાં રોડ ટ્રાન્સપોર્ટેશન પ્લેટફોર્મમાં મહત્વના સ્થાને રહેવાનું વિઝન જાળવી રાખવા માટે આવા મૂલ્યવૃધ્ધિ ધરાવતા વધુ રોડ પ્રોજેક્ટસ હસ્તગત કરવા પ્રયત્નશીલ છે.

SEA અને ભારત ખાતેના મેક્વાયર એસેટ મેનેજમેન્ટના રિયલ એસ્ટેટ બિઝનેસના મેનેજીંગ ડિરેક્ટર અને કો-હેડ શ્રી દીપ ગુપ્તા જણાવે છે કે “મેક્વાયર એસેટ મેનેજમેન્ટની ગણના ભારતના સૌથી જૂના અને સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજર્સમાં સમાવેશ થાય છે. અમારી માલિકીના સમયગાળા દરમ્યાન STPL અને GRICL

Next Article