અદાણી એન્ટરપ્રાઈસે રોકાણકારોને 1 રૂપિયા સામે આપ્યા 800 રૂપિયા, ગૌતમ અદાણીએ અઢી દાયદા અગાઉ કરાયેલા રોકાણને કર્યું યાદ

|

Sep 29, 2020 | 12:04 PM

અદાણી એન્ટરપ્રાઈસે છેલ્લા આશરે અઢી દાયદા અગાઉ કરવામાં આવેલા પ્રત્યેક એક રૂપિયા પર રૂપિયા 800થી વધારે વળતર આપ્યુ છે, આ વાત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જેપી મોર્ગન ઈન્ડિયાના સમ્મેલન ફ્યૂચર ઈન ફોકસમાં જાહેર કરી હતી.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો […]

અદાણી એન્ટરપ્રાઈસે રોકાણકારોને 1 રૂપિયા સામે આપ્યા 800 રૂપિયા, ગૌતમ અદાણીએ અઢી દાયદા અગાઉ કરાયેલા રોકાણને કર્યું યાદ

Follow us on

અદાણી એન્ટરપ્રાઈસે છેલ્લા આશરે અઢી દાયદા અગાઉ કરવામાં આવેલા પ્રત્યેક એક રૂપિયા પર રૂપિયા 800થી વધારે વળતર આપ્યુ છે, આ વાત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જેપી મોર્ગન ઈન્ડિયાના સમ્મેલન ફ્યૂચર ઈન ફોકસમાં જાહેર કરી હતી.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગૌતમ અદાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે સીપોર્ટ્સથી લઈ એરપોર્ટ્સ તથા એનર્જી સેક્ટર સુધીમાં કારોબાર કરી રહેલી કંપનીના ઈન્ક્યૂબેશન મોડલે 6 લિસ્ટેડ કંપનીનું સર્જન કર્યું છે. અદાણી ગ્રુપ હજારો લોકોને નોકરી આપે છે. 1994માં આવેલા અદાણી એન્ટરપ્રાઈઝીસના પ્રહેલા IPOમાં રોકાણ કરવામાં આવેલા પ્રત્યેક રૂપિયાએ 800 ગણાથી વધારે વળતર મળ્યું છે. 58 વર્ષિય અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે જેમણે કોમોડિટી ટ્રેડિંગ સાથે કારોબારી જીવનની શરૂઆત કરી હતી.

છેલ્લા 10 વર્ષમાં અદાણી ગ્રુપનો વિકાસ વાર્ષિક 35 ટકા દરથી રહ્યો છે. અદાણી સમૂહ દેશનું સૌથી મોટું સી -પોર્ટ ઓપરેટર અને સૌથી મોટા પ્રાઈવેટ એરપોર્ટ ડેવલપર છે. અદાણી સમૂહનો વ્યાપાર એનર્જી, માઈનિંગ, ગેસ, રિન્યુએબલ્સ, એરોસ્પેસ, ડિફેન્સ, લોજિસ્ટીક્સ, ગેસ ડિસ્ટ્રીબ્યુશન તથા એગ્રો-કોમોડિટીઝ જેવા સેક્ટરોમાં ફેલાયેલો છે. અદાણી એન્ટરપ્રાઈસિસ 25 નવેમ્બર 1994ના રોજ શેરબજારમાં BSE પર રૂપિયા 360 ના ભાવે ખુલ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article