લો બાલો અત્યાર સુધી લોકો સોનું વેચવા કાઢતા હતા હવે આર્થિક સંકટમાં વિશ્વના દેશોએ સોનુ વેચવા કાઢ્યું, જાણો કયા દેશોએ કેટલું સોનું વેચવા કાઢ્યું

|

Oct 31, 2020 | 2:21 PM

કોરોનાકાળમાં ઘણા દેશોએ આર્થિક પેકેજ જાહેર કરી અર્થતંત્ર ટકાવવા પ્રયાસો કરવા પડયા છે. નાગરિકોને આર્થિક સહાય માટે ઘણા દેશોની સેન્ટ્રલ બેંકોએ સોનાનું વેચાણ શરૂ કર્યું છે. 2010 પછી આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય બેન્કો સોનું વેચે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર જે દેશોની મધ્યસ્થ બેંકે સોનાનું વેચાણ શરૂ કર્યું છે તેમાં અગ્રીમ હરોળમાં ઉઝબેકિસ્તાન […]

લો બાલો અત્યાર સુધી લોકો સોનું વેચવા કાઢતા હતા હવે આર્થિક સંકટમાં વિશ્વના દેશોએ સોનુ વેચવા કાઢ્યું, જાણો કયા દેશોએ કેટલું સોનું વેચવા કાઢ્યું

Follow us on

કોરોનાકાળમાં ઘણા દેશોએ આર્થિક પેકેજ જાહેર કરી અર્થતંત્ર ટકાવવા પ્રયાસો કરવા પડયા છે. નાગરિકોને આર્થિક સહાય માટે ઘણા દેશોની સેન્ટ્રલ બેંકોએ સોનાનું વેચાણ શરૂ કર્યું છે. 2010 પછી આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય બેન્કો સોનું વેચે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર જે દેશોની મધ્યસ્થ બેંકે સોનાનું વેચાણ શરૂ કર્યું છે તેમાં અગ્રીમ હરોળમાં ઉઝબેકિસ્તાન અને તુર્કીનો સમાવેશ થાય છે. રશિયાની સેન્ટ્રલ બેંકે પણ છેલ્લા 13 વર્ષમાં પ્રથમ વખત સોનાનું વેચાણ કર્યું છે.

વિશ્લેષકોના મતે સોનાના વધતા ભાવને કારણે બેંકોએ સોનાનું વેચાણ શરૂ કર્યું છે. સ્થાનિક સ્રોતોથી સોનાની ખરીદી કરનારી સેન્ટ્રલ બેંકો સોનાનું વેચાણ કરી રહી છે. તુર્કીની સેન્ટ્રલ બેંકે ત્રીજા ક્વાર્ટરમાં 22.3 ટન સોનું વેચ્યું હતું જ્યારે ઉઝબેકિસ્તાનની સેન્ટ્રલ બેંકે 34.9 ટન સોનું વેચ્યું હતું.

ઓગસ્ટમાં વૈશ્વિક બજારોમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 2,075 ડોલર પર પહોંચી ગયો છે. હાલના સમયમાં તે  ૧૯૦૦ ડોલર છે. વાર્ષિક ધોરણે બુલિયન માંગમાં 19% ઘટાડો થયો હતો. 2009 પછીના કોઈપણ ત્રિમાસિક ગાળામાં આ સૌથી મોટો ઘટાડો છે. ભારતમાં જ્વેલરીની માંગમાં અડધો ઘટાડો થયો છે. વાર્ષિક ધોરણે વૈશ્વિક સ્તરે સોનાનો પુરવઠો 3% ઘટી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

Next Article