‘આફતને અવસર બનાવે એ ગુજરાતી’, ટ્રાવેલ બિઝનેસ ઠપ થતાં શરૂ કર્યો ફરસાણનો ગૃહઉદ્યોગ

|

Sep 20, 2020 | 9:29 PM

કોરોના વાઈરસે દેશની અર્થવ્યવસ્થાને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે. આ નુકસાનની સૌથી વધારે અસર નાના વેપારી પર પડી છે. આ મુશ્કેલ સમયમાં પણ સંઘર્ષ અને આ આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવાની હજારો કહાની સામે આવી છે. અમદાવાદના જાણીતા ટૂર ઓપરેટર અજય મોદીએ ટ્રાવેલ ઉદ્યોગ ઠપ થઈ જવા પર કમાણીનો બીજો રસ્તો શોધી કાઢ્યો અને ફરસાણનો ગૃહઉદ્યોગ […]

આફતને અવસર બનાવે એ ગુજરાતી, ટ્રાવેલ બિઝનેસ ઠપ થતાં શરૂ કર્યો ફરસાણનો ગૃહઉદ્યોગ

Follow us on

કોરોના વાઈરસે દેશની અર્થવ્યવસ્થાને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે. આ નુકસાનની સૌથી વધારે અસર નાના વેપારી પર પડી છે. આ મુશ્કેલ સમયમાં પણ સંઘર્ષ અને આ આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવાની હજારો કહાની સામે આવી છે. અમદાવાદના જાણીતા ટૂર ઓપરેટર અજય મોદીએ ટ્રાવેલ ઉદ્યોગ ઠપ થઈ જવા પર કમાણીનો બીજો રસ્તો શોધી કાઢ્યો અને ફરસાણનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અજય મોદીએ પોતાની ઓફિસમાં ગૃહઉદ્યોગ શરૂ કર્યો છે અને તેઓ નમકીન-બિસ્કીટ, ખાખરા, ગાંઠીયા, ચવાણું વગેરેનું વેચાણ કરે છે. તેમને વધુમાં જણાવ્યું કે કોરોના મહામારીના કારણે ટ્રાવેલ બિઝનેસ ઠપ થઈ ગયો, ત્યારે ઓફિસમાં જ ફરસાણનો ગૃહઉદ્યોગ શરૂ કરી દીધો. પહેલેથી જ ફરસાણના વેપારની જાણકારી હતી, તેનો ઉપયોગ અમે આ મુશ્કેલ સમયમાં કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:31 pm, Fri, 21 August 20

Next Article