AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar-Ration Link: આ રીતે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરો, જાણો ક્યાં ફાયદા મળશે

તમે આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક (aadhar ration card link) કરીને ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજનાનો લાભ લઈ શકો છો. આ સાથે તમે દેશના કોઈપણ રાજ્યના રેશન કાર્ડની દુકાનમાંથી રાશન મેળવી શકો છો.

Aadhaar-Ration Link: આ રીતે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરો, જાણો ક્યાં ફાયદા  મળશે
Ration Card
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 7:45 AM
Share

Aadhaar-Ration Link: રેશનકાર્ડ (ration card)ના લાભાર્થીઓને ઓછા ભાવે રાશન મળે છે તેમજ અન્ય ઘણા લાભો પણ મળે છે. કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રેશન કાર્ડ'(one nation one ration card) યોજના શરૂ કરી છે. આ અંતર્ગત દેશના લાખો લોકોને લાભ મળી રહ્યો છે. રેશનકાર્ડ હેઠળ અનાજ સાથે ઘણા અન્ય લાભો ઉપલબ્ધ છે. તમે આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક (aadhar ration card link) કરીને ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજનાનો લાભ લઈ શકો છો. આ સાથે તમે દેશના કોઈપણ રાજ્યના રેશન કાર્ડની દુકાનમાંથી રાશન મેળવી શકો છો.

આ રીતે આધાર કાર્ડને ઓનલાઇન લિંક કરો 1. આ માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ. 2. હવે તમે ‘Start Now’ પર ક્લિક કરો. 3. હવે અહીં તમારે તમારું સરનામું જિલ્લા રાજ્ય સાથે ભરવાનું રહેશે. 4. આ પછી ‘Ration Card Benefit’ ના વિકલ્પ પર ક્લિક કરો. 5. હવે અહીં તમે તમારો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો. 6. વિગત ભર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. 7. હવે OTP ભર્યા પછી, તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થવાનો સંદેશ મળશે. 8. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમારું આધાર ચકાસવામાં આવશે અને તમારું આધાર તમારા રેશનકાર્ડ સાથે જોડવામાં આવશે.

તમે ઓફલાઇન પણ લિંક કરી શકો છો રેશનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને રેશનકાર્ડ ધારકનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફનો સમાવેશ થાય છે. આ સિવાય તમારા આધાર કાર્ડનું બાયોમેટ્રિક ડેટા વેરિફિકેશન પણ રેશનકાર્ડ કેન્દ્ર પર કરી શકાય છે.

ઘરે બેઠા રાશનકાર્ડ માટે અરજી કરી શકાય છે તમે તમારા લેપટોપ, સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટરથી ઘરે ઘરે ઓનલાઈન રેશનકાર્ડ માટે અરજી કરી શકો છો (Apply online for ration card). રેશનકાર્ડ બનાવવા માટે તમામ રાજ્યોની પોતાની એક ખાસ વેબસાઈટ છે. તમે જે રાજ્યમાં નિવાસી છો તેની વેબસાઈટની મુલાકાત લઈને તમે રેશનકાર્ડ માટે અરજી કરી શકો છો. કેટલાક રાજ્યોને બાદ કરતાં દેશભરમાં વન નેશન વન કાર્ડ યોજના અપનાવવામાં આવી છે. આ અંતર્ગત કોઈપણ રાજ્યનો વ્યક્તિ સસ્તા ભાવે આખા દેશમાં ક્યાંય પણ રેશન મેળવી શકશે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

આ પણ વાંચો :  ટુંક સમયમાં વધવા જઈ રહ્યા છે બિસ્કીટના ભાવ, વર્તમાન ભાવમાં થઈ શકે છે 10થી 20 ટકાનો વધારો

Follow Us
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">