7th Pay Commission :સરકારી કર્મચારીઓને વધુ એક ફટકો પડી શકે છે, હવે DA પછી TA પણ વધશે નહીં

|

Apr 27, 2021 | 8:55 AM

તાજેતરમાં જુલાઇમાં સેન્ટ્રલ કર્મચારીઓ( Government employee)ના મોંઘવારી ભથ્થા(Dearness Allowance) માં વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

7th Pay Commission :સરકારી કર્મચારીઓને વધુ એક ફટકો પડી શકે છે, હવે DA પછી TA પણ વધશે નહીં
સરકારી કર્મચારીઓના DA પછી TA પણ વધશે નહીં

Follow us on

તાજેતરમાં જુલાઇમાં સેન્ટ્રલ કર્મચારીઓ( Government employee)ના મોંઘવારી ભથ્થા(Dearness Allowance) માં વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે સરકારી કર્મચારીઓ સહિત લાખો પેન્શનરો ખૂબ નિરાશ થયા હતા. પરંતુ હવે તેમને બીજો ફટકો લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે ટ્રાવેલ એલાઉન્સ (TA ) પણ વધારવામાં આવશે નહીં.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 7 મા પગાર પંચની પગાર મેટ્રિક્સ ગણતરી મુજબ જુલાઈ 2021 માં કર્મચારીઓનો DA માત્ર 17 ટકા છે તેથી આ વર્ષે TA વધારવામાં આવશે નહીં. આ સંદર્ભમાં નેશનલ કાઉન્સિલ જેસીએમના સ્ટાફ સાઇડના સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રા કહે છે “કેન્દ્ર સરકારના કર્મચારીઓની TA ત્યારે જ વધે છે જ્યારે DA 25% અથવા વધુ હોય.

મુસાફરી ભથ્થું (Travel Allowance)તરીકે કેન્દ્રીય કર્મચારીઓને હોટલ અથવા ગેસ્ટ હાઉસમાં રહેવા માટે રૂપિયા, ટેક્સી ખર્ચ અને ભોજન બિલ વગેરે મળે છે. મુસાફરી ભથ્થામાં માર્ગ, હવાઈ, રેલ અને સમુદ્ર દ્વારા મુસાફરી માટે ચૂકવવામાં આવતા ભાડા પણ શામેલ છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વધારો ન થતાં કર્મચારીઓ નિરાશ થયા છે
કોરોના રોગચાળાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મળતા DA નો લાભ ગયા વર્ષે જાન્યુઆરી મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ તે જુલાઈથી ફરી શરૂ થવાની ધારણા હતી. નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના જવાબથી આ વાતને બાલ મળ્યું હતું. માનવામાં આવી રહ્યું હતું કે જુલાઈમાં DAના વધારા સાથે અગાઉની બાકી રકમ પણ આપવામાં આવશે. આનાથી હાલના DA 17 ટકાથી વધીને 28 ટકા થશે. જો કે, થોડા સમય પહેલા સરકારે એક નિવેદન બહાર પાડ્યું હતું કે આ વર્ષે પણ DAમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

Published On - 8:53 am, Tue, 27 April 21

Next Article