7th Pay Commission: સરકારી કર્મચારીઓને સપનાનું ઘર બનાવવામાં સરકાર કરશે મદદ, જાણો કઈ રીતે?

|

Jul 13, 2021 | 8:19 PM

હાઉસ બિલ્ડિંગ એડવાન્સ(HBA) હેઠળ કેન્દ્ર સરકારના 52 લાખ કર્મચારીઓ 7.9 ટકાના દરે મકાન બનાવવા માટે પૈસા મેળવી શકે છે. આ યોજનાનો લાભ 31 માર્ચ 2022 સુધી મેળવી શકાય છે. આ વિશેષ યોજના 1 લી ઓક્ટોબર 2020 થી શરૂ કરવામાં આવી હતી.

7th Pay Commission: સરકારી કર્મચારીઓને સપનાનું ઘર બનાવવામાં સરકાર કરશે મદદ, જાણો કઈ રીતે?
Symbolic Image

Follow us on

7th Pay Commission : કોરોનાકાળ દરમિયાન કેન્દ્ર સરકારે તેના 52 લાખ કર્મચારીઓ માટે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ House Building Advance ની જાહેરાત કરી છે. જૂન ૨૦૨૦ થી કાર્યરત આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મકાન બનાવવા માટે સસ્તાં દરે લોન આપવાની જાહેરાત કરી છે.

હાઉસ બિલ્ડિંગ એડવાન્સ(HBA) હેઠળ કેન્દ્ર સરકારના 52 લાખ કર્મચારીઓ 7.9 ટકાના દરે મકાન બનાવવા માટે પૈસા મેળવી શકે છે. આ યોજનાનો લાભ 31 માર્ચ 2022 સુધી મેળવી શકાય છે. આ વિશેષ યોજના 1 લી ઓક્ટોબર 2020 થી શરૂ કરવામાં આવી હતી.સપ્ટેમ્બર 2020 માં નાણાં પ્રધાન નિર્મલા સીતારણે હાઉસ બિલ્ડિંગ એડવાન્સના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં સાતમા પગાર પંચને ધ્યાનમાં રાખીને હાઉસ બિલ્ડિંગ એડવાન્સમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. કોઈપણ કેન્દ્રીય કર્મચારીના બેઝિક સેલેરીના 24 ગણા અથવા મહત્તમ 25 લાખ બે માંથી જે ઓછું હશે તે મળવાપાત્ર છે.

ઘરના વિસ્તરણ માટે 10 લાખ રૂપિયા સુધી લોન મળે છે
જો મકાન પહેલેથી જ બંધાયેલું તો તેના વિસ્તરણ માટે આ એડવાન્સ મહત્તમ 10 લાખ રૂપિયા મળે છે. બેઝિક સેલેરીના 34 ગણા અને ઘરના વિસ્તરણની કિંમત બંનેમાં જે ઓછું હોય તે મળે છે. આ લોનની સૌથી મોટી વિશેષતા એ છે કે કુલ 20 વર્ષમાં એડવાન્સ ચુકવવામાં આવે છે. 15 વર્ષમાં એટલે કે 180EMIમાં ફક્ત પ્રિન્સિપલ ચૂકવવામાં આવે છે. વ્યાજ પછીના 5 વર્ષમાં એટલે કે 60 EMIમાં ચૂકવવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જનરલ હોમ લોન કરતા લાભદાયક
જો કોઈ વ્યક્તિ હોમ લોન લે છે તો તેણે 20 વર્ષમાં લગભગ ડબલ જમા કરાવવું પડશે. આનું સૌથી મોટું કારણ એ છે કે ઇએમઆઈનો મોટો ભાગ પ્રારંભિક 6-8 વર્ષ વચ્ચેના વ્યાજ તરીકે જ ચૂકવવો પડે છે. વર્ષોથી વ્યાજની રકમ ખૂબ વધારે હોય છે. HBA હેઠળ EMI થી પહેલાં મુદ્દલ ચૂકવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મળેલ વ્યાજ પાછલા 5 વર્ષમાં એકસાથે ચૂકવવામાં આવે છે.

હંગામી કર્મચારીઓએ શું કરવું?
આ એડવાન્સ મેળવવા માટે કેટલીક શરતો છે. ઉદાહરણ તરીકે પોતાની જમીન પર ઘર બનાવવું જરૂરી છે. જો તમે ઘર વિસ્તરણ કરવા માંગતા હોય તો પણ ફંડ પ્રગતિ આ માટે વાપરી શકાય છે. આનો લાભ માત્ર કાયમી કર્મચારીને મળશે. જો કોઈ હંગામી કર્મચારીએ 5 વર્ષથી વધુ સમય સુધી સતત કામ કર્યું હોય,તો પણ તેને લાભ મળશે.

Published On - 8:19 pm, Tue, 13 July 21

Next Article