7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, જૂનમાં DAમાં 4 ટકાનો વધારાના સંકેત

|

May 14, 2021 | 8:17 AM

કેન્દ્રીય કર્મચારીઓને કોરોનાકાળના આ કપરા સમયમાં ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. સાતમા પગાર પંચ અંતર્ગત સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance)માં વધારો મળી શકે છે.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, જૂનમાં DAમાં 4 ટકાનો વધારાના સંકેત
કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે.

Follow us on

કેન્દ્રીય કર્મચારીઓને કોરોનાકાળના આ કપરા સમયમાં ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. સાતમા પગાર પંચ અંતર્ગત સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance)માં વધારો મળી શકે છે. જેસીએમની નેશનલ કાઉન્સિલના જણાવ્યા મુજબ જૂન 2021 અથવા ત્યાર બાદ DA માં વધારાનીઅપેક્ષા છે. માહિતી છે કે આ વર્ષે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ શકે છે.

જેસીએમની નેશનલ કાઉન્સિલના સ્ટાફ સાઈડ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા મુજબ કાઉન્સિલ આ અંગે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ (DoE) અને કર્મચારી વિભાગ (DoPT) સાથે વાટાઘાટ કરી રહી છે. કોરોનાની બીજી લહેરના વધતા પ્રકોપના કારણે એક મહિના માટે આ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના DA અને પેન્શનરોના DR જૂનથી અથવા ત્યાર બાદ વધારવામાં આવશે.

મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં મળી શકે છે
એક મીડિયા રિપોર્ટ મુજબ શિવ ગોપાલ મિશ્રા કહે છે કે મોંઘવારીના સરેરાશ દરને જોતા તે બેઝિક સેલેરીના ઓછામાં ઓછો 4% થઈ શકે છે. તેમજ આ વખતે કર્મચારીઓને ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થું મળી શકે છે. જોઈન્ટ કાઉન્સિલ અને કેન્દ્ર સરકારના સંબંધિત અધિકારીઓ આ અંગે સતત સંપર્કમાં છે ટૂંક સમયમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

LTCમાં રાહત અપાઈ
તાજેતરમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓને LTC યોજના હેઠળ લિવ ટ્રાવેલ કન્સેશન (LTC) હેઠળ મોટી રાહત આપી હતી. સરકારે આ વિશેષ કેશ પેકેજ યોજનાની છેલ્લી તારીખ 31 મે સુધી લંબાવી છે. આ કિસ્સામાં તમને બિલ જમા કરવા માટે વધારાનો સમય મળશે. આ યોજનામાં કેન્દ્રીય કર્મચારીઓને ચાર કેલેન્ડર વર્ષ (જાન્યુઆરીથી ડિસેમ્બર) વચ્ચેની બે ટ્રીપના ખર્ચ પર ટેક્સ છૂટ મળે છે. અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ યોજના ગત વર્ષે કેન્દ્ર સરકારે શરૂ કરી હતી તેનો હેતુ લોકોને મુસાફરી માટે પ્રેરણા આપવાનો હતો.

Published On - 8:12 am, Fri, 14 May 21

Next Article