7th Pay Commission: આજે 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓના DA અંગે નિર્ણય લેવાયો કે નહિ ?જાણો અહેવાલમાં

|

Jul 07, 2021 | 4:05 PM

આ અગાઉ 26 જૂને કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં નાણાં મંત્રાલય અને રાષ્ટ્રીય સંયુક્ત સલાહકાર મશીનરી (JCM) અને અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં સપ્ટેમ્બરમાં DA આપવાની વાત કરવામાં આવી હતી. જેના અમલ માટે મંત્રીમંડળની બેઠકમાં મંજૂરીનો ઇંતેજાર છે.

7th Pay Commission: આજે 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓના DA અંગે નિર્ણય લેવાયો કે નહિ ?જાણો અહેવાલમાં
File Image of Goverment Office

Follow us on

દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ (Central government employees) અને પેન્શનરો(Pensioners) ના DA અને DR નો નિર્ણય આજે લેવાયો નહિ. આજે કેબિનેટની બેઠક(Cabinet Meeting Today)યોજાવાની હતી જેમાં મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DA) પર આજે મંજૂરીની મહોર લાગવાની આશા સેવાઈ રહી હતી. બેઠકમાં DA અને DR ઉપરાંત જુલાઈ અને ઓગસ્ટના 2 મહિનાના એરીયર અંગે પણ નિર્ણય લેવાનો હતો પરંતુ કેબિનેટ વિસ્તરણના કારણે DA નો નિર્ણય આજે લેવાયો ન હતો જે આવતીકાલે લેવાઈ શકે છે.

આ અગાઉ 26 જૂને કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં નાણાં મંત્રાલય અને રાષ્ટ્રીય સંયુક્ત સલાહકાર મશીનરી (JCM) અને અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં સપ્ટેમ્બરમાં DA આપવાની વાત કરવામાં આવી હતી. જેના અમલ માટે મંત્રીમંડળની બેઠકમાં મંજૂરીનો ઇંતેજાર છે.

DA અને DR  અટકાવાયું છે
નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટિવ મશીનરી (JCM) એ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું એક સંગઠન છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને DAના ત્રણ હપ્તા મળવાના બાકી છે. કોરોના રોગચાળાને કારણે સરકારે DA તેમજ પૂર્વ કર્મચારીઓના DRના નાણાં આપ્યા ન હતા. કર્મચારીઓ અને પેન્શનરોના DA અને DR 1 જાન્યુઆરી 2020, 1 લી જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 થી બાકી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શું છે એરીયર અંગેની અપેક્ષાઓ?
JCMના શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે વર્ગ 1 અધિકારીઓના ડી.એ.ની બાકી રકમ 11,880 થી રૂ. 37,554 ની વચ્ચે રહેશે. તેમણે કહ્યું કે, જો લેવલ -13 એટલે કે 7 માં CPC મૂળ પગારના ધોરણની ગણતરી રૂ. 1,23,100 થી રૂ. 2,15,900 . આ ઉપરાંત લેવલ -14 રૂ. 1,44,200 થી રૂ. 2,18,200 વચ્ચે રહેશે.

કોરોનાના કારણે નિર્ણય લેવાયો હતો
COVID-19 ના કારણે નાણાકીય તણાવ ઓછો કરવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડી.એ. અને પેન્શનરો માટે ડી.આર. માં વધારો જાન્યુઆરી 2020 થી જૂન 2021 ના ​​સમયગાળા માટે અટકાવી દેવામાં આવ્યો હતો . આ નિર્ણયથી નાણાકીય વર્ષ 2021 માં 25,000 કરોડ રૂપિયાની બચત કરાઈ હતી.

 

Next Article