7th Pay Commission : DA માં વધારા પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળી વધુ એક ભેટ, હવે આ મળશે વધારાનો લાભ

|

Sep 17, 2022 | 9:00 AM

ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર (DoE) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમમાં આ સંબંધિત માહિતી આપવામાં આવી છે. ઓફિસના મેમોરેન્ડમમાં તેજસ એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરવાની સંમતિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ તેની મંજૂરી આપી દીધી છે.

7th Pay Commission : DA માં વધારા પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળી વધુ એક ભેટ, હવે આ મળશે વધારાનો લાભ
7th pay commission

Follow us on

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. તહેવારોની સિઝનમાં જુલાઈથી મોંઘવારી ભથ્થા (DA Hike) માં વધારો મળવાની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારની આ જાહેરાતથી હવે કર્મચારીઓ માટે ટ્રેનની મુસાફરી ઘણી સસ્તી થઈ ગઈ છે. કેન્દ્રીય કર્મચારીઓ હવે તેજસ, શતાબ્દી, રાજધાની જેવી ટ્રેનોમાં મફત અથવા ખૂબ ઓછા દરે મુસાફરી કરી શકશે. આ ભેટ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને તેમના સત્તાવાર પ્રવાસ માટે આપવામાં આવી છે. સરકારના નવા નિયમ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેજસ એક્સપ્રેસ દ્વારા પ્રવાસ / તાલીમ / ટ્રાન્સફર / નિવૃત્તિ પર મુસાફરી કરી શકે છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરીને શતાબ્દી ટ્રેનની સમકક્ષ ગણવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારીઓ તેજસ એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરી શકશે

ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર (DoE) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમમાં આ સંબંધિત માહિતી આપવામાં આવી છે. ઓફિસના મેમોરેન્ડમમાં તેજસ એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરવાની સંમતિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ તેની મંજૂરી આપી દીધી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ પ્રવાસ / તાલીમ / ટ્રાન્સફર / નિવૃત્તિ દરમિયાન તેજસ એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરી શકશે. વર્ષ 2017 ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, સરકારી અધિકારીઓને પ્રીમિયમ ટ્રેનો / પ્રીમિયમ તત્કાલ ટ્રેનો દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિભાગે સત્તાવાર પ્રવાસ/તાલીમ દરમિયાન શતાબ્દી/રાજધાની/દુરંતો ટ્રેનોમાં પ્રીમિયમ તત્કાલ ચાર્જ અને ડાયનેમિક/ફ્લેક્સી ટિકિટની ભરપાઈ કરવાની પણ મંજૂરી આપી હતી.

38 ટકા મોંઘવારી ભથ્થા પર ટૂંક સમયમાં જ મહોર લાગી શકે છે

તાજેતરમાં રિટેલ ફુગાવાના ઊંચા દરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈથી મળવાનું છે. આમાં 4 ટકાનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે. પરંતુ હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. 4 ટકાના વધારા બાદ તે 38 ટકા થઈ જશે. સરકારના આ નિર્ણયથી 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. આ અંગે સરકાર તરફથી 28 સપ્ટેમ્બરે જાહેરાત થવાની અપેક્ષા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Next Article