અમેરિકામાં ચીની MOBILE APP ટિકટૉકને 13 વર્ષથી ઓછા વયના બાળકોનું DATA એકત્ર કરવું મોંઘુ પડ્યું, 40 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો

|

Mar 01, 2019 | 3:53 AM

સમગ્ર વિશ્વમાં લોકપ્રિય ચીનની વીડિયો શૅરિંગ એપ ટિકટૉક પર અમેરિકામાં 57 લાખ ડૉલર (લગભગ 40 કરોડ રૂપિયા)નો રેકૉર્ડ દંડ ફટકારાયો છે. TV9 Gujarati   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ […]

અમેરિકામાં ચીની MOBILE APP ટિકટૉકને 13 વર્ષથી ઓછા વયના બાળકોનું DATA એકત્ર કરવું મોંઘુ પડ્યું, 40 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો

Follow us on

સમગ્ર વિશ્વમાં લોકપ્રિય ચીનની વીડિયો શૅરિંગ એપ ટિકટૉક પર અમેરિકામાં 57 લાખ ડૉલર (લગભગ 40 કરોડ રૂપિયા)નો રેકૉર્ડ દંડ ફટકારાયો છે.

TV9 Gujarati

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટિકટૉક દંડની આ રકમ ભરવા સંમત થઈ ગઈ છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ ટિકટૉકને આ દંડ ફટકાર્યો છે. કંપની એફટીસી સાથે થયેલી સમજૂતી હેઠળ દંડ ઉપરાંત 13 વર્ષથી ઓછી વયના બાળકોના તમામ વીડિયો ડિલીટચ કરવા પણ સંમત થઈ ગઈ છે.

એફટીસીએ જણાવ્યું કે ટિકટૉક એપે ગેરકાયદેસર રીતે 13 વર્ષથી ઓછી વયના બાળકો સાથે સંબંધિત ડેટા એકત્ર કર્યો છે. એફટીસીએ જણાવ્યું કે ચાઇલ્ડ પ્રાઇવૅસીના કેસમાં આ રેકૉર્ડ દંડ છે. અમેરિકા તરફથી આ દંડ વીડિયો શૅરિંગ એપ મ્યુઝિક.એલવાય પર લગાવવામાં આવ્યો છે કે જેનું ઑગસ્ટ 2018માં ટિકટૉકમાં વિય થઈ ગયું હતું. કંપની સામે 13 વર્ષથી ઓછી વયના બાળકો સાથે જોડાયેલી વ્યક્તિગત માહિતી જેમ કે નામ, ઈ-મેલ એડ્રેસ અને લોકેશન વગેરે એકઠી કરવાનો આરોપ હતો.

એફટીસીએ કહ્યું કે તપાસમાં જણાવાયું કે વાલીઓની ફરિયાદો છતા કંપનીએ બાળકોનું ડેટા ડિટીલ ન કર્યું. નોંધનીય છે કે ટિકટૉક 75 અબજ ડૉલરના સ્ટાર્ટઅપ બાઇટડાન્સ સાથે જોડાયેલું છે. આખી દુનિયામાં તેના અનેક કરોડ યૂઝર્સ છે. હાલના સમયમાં ટિકટૉકે ચીનની અન્ય ડોમેસ્ટિક સોશિયલ મીડિયા કંપનીઓની સરખામણીમાં ઝડપથી ચીનની બહાર અન્ય દેશોમાં પણ પોતાનો કારોબારો વધાર્યો છે.

[yop_poll id=1888]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article