QCI ના 25 વર્ષ: My Home કન્સ્ટ્રક્શનને મળ્યો એવોર્ડ, પીયૂષ ગોયલે કહ્યુ- ગુણવત્તા એ રાષ્ટ્રીય મિશન બનવુ જોઈએ

|

Oct 06, 2022 | 9:03 PM

આ કાર્યક્રમમાં My Home Constructionsને તેના ‘Tarkshya’ પ્રોજેક્ટ માટે ક્યૂસીઆઈ-ડીએલ શાહ કવાલિટી પ્લેટિનમ એવાર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર સૌથી મહત્વનો હોય છે.

QCI ના 25 વર્ષ: My Home કન્સ્ટ્રક્શનને મળ્યો એવોર્ડ, પીયૂષ ગોયલે કહ્યુ- ગુણવત્તા એ રાષ્ટ્રીય મિશન બનવુ જોઈએ
Piyush Goyal

Follow us on

ભારતમાં હાલમાં જ કવાલિટી કાઉંસિલ ઓફ ઈન્ડિયાના 25 વર્ષ પૂરા થયા છે. કવાલિટી કાઉંસિલ ઓફ ઈન્ડિયા (QCI)ના 25 વર્ષ પૂરા થવા પર આજે ગુરુવારે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં My Home Constructionsને તેના ‘Tarkshya’ પ્રોજેક્ટ માટે ક્યૂસીઆઈ-ડીએલ શાહ કવાલિટી પ્લેટિનમ એવાર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર સૌથી મહત્વનો હોય છે. આ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના શીર્ષ સ્વાયત્ત ગુણવત્તા વિભાગ ‘કવાલિટી કાઉંસિલ ઓફ ઈન્ડિયા’ દ્વારા આપવામાં આવે છે.

જણાવી દઈએ કે માઈ હોમ કંસ્ટ્રક્શન છેલ્લા 3 દાયકાથી વધારે સમયથી ઘરોનું નિમાર્ણ કરી રહી છે. તે હંમેશા પોતાના ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરીને હૈદરાબાદ રિયલ એસ્ટેટ બજારમાં અગ્રણી કંપની બનવાનો પ્રયાસ કરે છે. વિશ્વનીયતા, ગુણવત્તા અને અખંડતા આ ત્રણ મંત્ર પર આ સંગઠન કામ કરે છે.


જણાવી દઈએ કે QCI – DL શાહ કવાલીટી એવોર્ડ વર્ષ 2007માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે આ પુરસ્કારનું 14 વર્ષ પૂરા કર્યા છે. માઈ હોમ કંસ્ટ્રકશનના વરિષ્ઠ અધ્યક્ષ એમ કે રવિ સાઈ, માઈ હોમના એવીપી પુરુષોત્તમ વાઈ, માઈ હોમના ક્યૂએ અને ક્યૂસીના જીએમ કોર્પોરેટ નાગરેદય્યા એસ એ આ પુરસ્કાર ગ્રહણ કર્યો હતો.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

ગુણવત્તા એ રાષ્ટ્રીય મિશન બનવુ જોઈએ: પીયૂષ ગોયલ

આ કાર્યક્રમની અધ્યક્ષતા ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ એ કરી. તેમના સંબોધનમાં તેમણે ગુણવત્તા પર ભાર આપ્યો. તેમણે જણાવ્યુ કે – ગુણવતા હંમેશા ખર્ચા બચાવે છે. કવાલિટી કાઉંસિલ ઓફ ઈન્ડિયા એ ગુણવત્તા માનકોમાં સુધારની દિશામાં આપણા યાત્રાનું નેતૃત્વ કર્યુ છે. આપણે આને નવા સંકલ્પો, પ્રતિબદ્ધતાઓ અને ઊર્જાનો દિવસ માનવો જોઈએ. બીજા તહેવારોની જેમ ગુણવત્તા માટે પણ તહેવાર ઉજવાવો જોઈએ. જ્યારે આપણે દેશના સ્થાયી ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે, ત્યારે કવાલિટી આપણે તેમાં ઘણી મદદ કરે છે.

મંત્રી પીયૂષ ગોયલ આગળ જણાવ્યુ કે, જો આપણામાંથી દરેક ધારે કે આપણે જે કરી રહ્યા છીએ તે વધુ સારી રીતે, વધુ કાર્યક્ષમ રીતે, વધુ અસરકારક રીતે કરી શકાય છે અને તે વધુ લોકો માટે ફાયદાકારક છે, અને વધુ માપી શકાય છે, તો તે આગામી 25 વર્ષમાં ભારતને મદદ કરશે. PM દ્વારા આપવામાં આવેલ ‘પંચ પ્રાણ’ હાંસલ કરવામાં ગુણવત્તા આપણને મદદ કરશે. અમે ગુણવત્તાને રાષ્ટ્રીય મિશન બનાવવા માંગીએ છીએ. ગુણવત્તા પરિષદે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પહેલમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ અમને ગુણવત્તાના ખ્યાલને દેશના દૂરના વિસ્તારોમાં રજૂ કરવામાં મદદ કરી રહ્યા છે જેથી ઉત્પાદનો દરેક જગ્યાએ સ્વીકાર્ય બને.

Next Article