1 Aprilથી મોંઘવારીનો માર, જાણો કઈ કઈ વસ્તુઓ થશે મોંઘી

|

Mar 27, 2021 | 5:42 PM

પેટ્રોલ, ડીઝલ ગેસ સિલિન્ડર અને ખાદ્ય તેલની કિંમતોમાં સતત વૃદ્ધિ થવાના કારણે જનતા પહેલેથી જ પરેશાન છે. સામન્ય લોકોને 1 એપ્રિલથી મોંઘવારીનો માર સહન કરવો પડશે.

1 Aprilથી મોંઘવારીનો માર, જાણો કઈ કઈ વસ્તુઓ થશે મોંઘી

Follow us on

પેટ્રોલ, ડીઝલ ગેસ સિલિન્ડર અને ખાદ્ય તેલની કિંમતોમાં સતત વૃદ્ધિ થવાના કારણે જનતા પહેલેથી જ પરેશાન છે. સામન્ય લોકોને 1 એપ્રિલથી મોંઘવારીનો માર સહન કરવો પડશે. 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરુ થશે અને તેમાં બજેટના નિયમો લાગુ પડશે. નવા નિયમો લાગુ થતાની સાથે જ રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

 

એસી અને ફ્રિજના વધશે ભાવ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગરમીની સીઝન શરુ થઈ ચૂકી છે. જો તમે એસીની ઠંડી હવા લેવા ઈચ્છો છો અથવા ફ્રીજ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એક એપ્રિલથી તમારે આના માટે વધારે કિંમત ચૂકવવી પડશે. કાચા માલની કિંમતમાં વધારો થવાના કારણે કંપનીઓએ ભાવ વધારાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે ફ્રીઝની કિંમતમાં બે હજાર રુપિયા સુધીનો વધારો થઈ શકે છે.

 

દૂધ પણ થઈ શકે છે મોંઘુ 

એક એપ્રિલથી દૂધની કિંમતો વધી શકે છે. ખેડૂતો દૂધના ભાવ વધારવાની વાત કરી રહ્યા છે. જો કે આના પર હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, ખેડૂતોએ દૂધના ભાવ 55 રુપિયા પ્રતિ લિટર કરવાની વાત કહી છે. જો આ પ્રમાણે થઈ જશે તો દૂધ કિંમત વધારે ચૂકવવી પડશે.

 

ટીવીના પણ વધશે ભાવ 

1 એપ્રિલથી ટીવીના ભાવ વધી જશે. આપને જણાવી દઈએ કે આ વર્ષે ટીવીની કિંમતોમાં પહેલા કરતા વૃદ્ધિ જોવા મળી ચૂકી છે. એકવાર ફરી ભાવ વધવાથી લોકોને અસર પડશે. લોકડાઉન લાગ્યા બાદ દેશમાં ટીવીના ભાવમાં 4 હજાર રુપિયા સુધીની વૃદ્ધિ પહેલેથી જ થઈ ચૂકી છે. હવે એક એપ્રિલથી ટીવી ખરીદવા પર 2થી3 હજાર રુપિયા વધારે ચૂકવવા પડશે.

 

કાર અને બાઈકની કિંમતોમાં પણ થશે વધારો 

એક એપ્રિલ બાદ કાર અને બાઈક ખરીદવા પર આપને વધારે કિંમત ચૂકવવી પડશે. કંપનીઓ કાર અને બાઈકની કિંમતો વધારવાનું મન બનાવી ચૂકી છે. કેટલીય કંપનીઓએ આ ઘોષણા પણ કરી છે કે કોરોનાકાળમાં પબ્લિક ટ્રાંસપોર્ટથી યાત્રા કરવાથી લોકો બચી રહ્યા છે. જેથી કાર અને બાઈકની માંગમાં વધારો થયો છે.

 

એક્સપ્રેસ વે પર યાત્રા કરવાનું થશે મોંઘુ 

એક એપ્રિલથી એક્સપ્રેસ વે પર યાત્રા કરવાનું મોંઘુ થઈ જશે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણે પહેલાથી જ નવા ભાવને મંજૂરી આપી દીધી છે. નવા ભાવ 1 એપ્રિલથી લાગુ થશે. ત્યારબાદ આપને 5 રુપિયાથી લઈને 25 રુપિયા વધારે ચૂકવવા પડશે.

 

હવાઈ યાત્રા થશે મોંઘી

જો આપ હવાઈ જહાજથી યાત્રા કરી રહ્યા છો તો આપને ખર્ચ કરવો મોંઘો પડી શકે છે. ડોમેસ્ટિક ઉડાનો માટે વિમાન સુરક્ષા શુલ્ક 160થી વધારીને 200 રુપિયા સુધીનો કરવામાં આવ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો શુલ્ક બે ગણો વધારી દેવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ ચુંટણી વચ્ચે પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા, કહ્યું આચાર સંહિતાનો ભંગ

Next Article