Breaking News : Union Budget 2026-27: ગ્રામીણ ભારત માટે આશાનું કિરણ, મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ અને હેન્ડલૂમ યોજનાની જાહેરાત

વર્ષ 2026-27 ના બજેટમાં સરકારે મહાત્મા ગાંધી હેન્ડલૂમ અને ગ્રામ સ્વરાજ યોજના હેઠળ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા મોટી જાહેરાતો કરી છે. હેન્ડલૂમ કારીગરો માટે વચેટિયા પ્રથા દૂર કરી સીધા ખાતામાં સહાય અને નિકાસ પ્રોત્સાહન આપવામાં આવશે જ્યારે ગ્રામ સ્વરાજ પહેલ હેઠળ ગામડાઓને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા સાથે જોડીને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

Breaking News : Union Budget 2026-27: ગ્રામીણ ભારત માટે આશાનું કિરણ, મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ અને હેન્ડલૂમ યોજનાની જાહેરાત
Image Credit source: Tv9Gujarati
| Updated on: Feb 01, 2026 | 5:57 PM

કેન્દ્રીય બજેટ 2026-27 માં ગ્રામીણ કારીગરો અને ગ્રામ્ય શાસન વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારનું મુખ્ય ધ્યાન હવે પરંપરાગત કલા અને આધુનિક ટેકનોલોજીના સમન્વય પર છે.

મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના

મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજનામાં આધુનિક અભિગમ હેન્ડલૂમ અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા સીધી સહાય અપાશે. આ યોજનામાં અગાઉ કાચા માલ પર જે સબસિડી મળતી હતી તેની પદ્ધતિ બદલી નાખવામાં આવી છે જેનાથી ભ્રષ્ટાચાર અટકશે. નવા બજેટમાં આધુનિક ડિઝાઇન કેન્દ્રો અને નિકાસ સહાય યોજના પણ ઉમેરવામાં આવી છે. જૂના મર્યાદિત માર્કેટિંગ ભથ્થાને સ્થાને હવે ઓનલાઈન વેચાણ પ્લેટફોર્મ માટે વિશેષ પ્રોત્સાહન અપાશે.

મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના (MGGSY)

મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના ડિજિટલ અને આત્મનિર્ભર આ વર્ષે ગ્રામ સ્વરાજ પહેલને નવી યોજના તરીકે સંકલિત ફ્રેમવર્ક સાથે રજૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓને રોજગારના કેન્દ્રો અને આત્મનિર્ભર બનાવવાનો છે. દરેક પંચાયતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને ઈ ગવર્નન્સથી જોડવામાં આવશે. ગ્રામીણ વ્યવસાયોને વેગ આપવા માટે તેને સ્ટાર્ટ અપ ઈન્ડિયા સાથે સાંકળવામાં આવશે.

જૂની વ્યવસ્થામાં મોટો ફેરફાર જૂના ગ્રામીણ હાટ અને બજારોની પરંપરાગત ફાળવણી ઘટાડીને તેને ડિજિટલ માર્કેટ પ્લેસમાં રૂપાંતરિત કરવામાં આવી છે. જે વહીવટી પ્રક્રિયાઓ મેન્યુઅલ હતી તેને દૂર કરી સંપૂર્ણપણે ઓટોમેટેડ સિસ્ટમ અને હાઈબ્રિડ તાલીમ મોડ દાખલ કરાયો છે. બાંધકામ સંબંધિત નાની જોગવાઈઓને અન્ય માળખાગત યોજનાઓ સાથે જોડી દેવામાં આવી છે.

નોંધનીય છે કે આ નવી પહેલ હોવાથી બજેટ દસ્તાવેજમાં જૂની વસ્તુઓ દૂર કરવા અંગે કોઈ અલગ યાદી નથી પરંતુ જૂની જોગવાઈઓને આધુનિક જરૂરિયાતો મુજબ અપગ્રેડ કરવામાં આવી છે.

Breaking News: Union Budget 2026-27 દર્દીના જેબ પર રાહત કેન્સર, ડાયાબિટિસની દવાઓ સસ્તી થશે, – જાણો વધુમાં હેલ્થ સેક્ટરમાં શું નવું, વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:44 pm, Sun, 1 February 26