Unuion Budget 2023: નાંણા પ્રધાન નિર્મલા સિતારમણની રેલવે, કૃષિ, એજ્યુકેશનથી લઈ હેલ્થ સેક્ટર માટે મોટી જાહેરાત, વાંચો LATEST UPDATE

|

Feb 01, 2023 | 1:07 PM

Union Budget App: કેન્દ્રીય બજેટમા વિવિધ સેક્ટર માટે જાહેરાત થવા લાગી છે અને મોટાભાગના સેક્ટરો માટે નાણા પ્રધાને કઈંક ને કઈંક જાહેરાત કરી છે. હેલ્થ, ટુરીઝમ, એગ્રીક્લ્ચર, એજ્યુકેશન, રેલવેથી લઈને રિન્યુએબલ એનર્જી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. 

Unuion Budget 2023: નાંણા પ્રધાન નિર્મલા સિતારમણની રેલવે, કૃષિ, એજ્યુકેશનથી લઈ હેલ્થ સેક્ટર માટે મોટી જાહેરાત, વાંચો LATEST UPDATE
Nirmala Sitharaman's big announcement for railways, agriculture, education to health sector, read LATEST UPDATE

Follow us on

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24 માટે 2023નું બજેટ રજૂ કર્યુ અને મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું અને છેલ્લું પૂર્ણ બજેટ હશે. કેન્દ્રીય બજેટમા વિવિધ સેક્ટર માટે જાહેરાત થવા લાગી છે અને મોટાભાગના સેક્ટરો માટે નાણા પ્રધાને કઈંક ને કઈંક જાહેરાત કરી છે. હેલ્થ, ટુરીઝમ, એગ્રીક્લ્ચર, એજ્યુકેશન, રેલવેથી લઈને રિન્યુએબલ એનર્જી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

એગ્રીક્લ્ચર સેક્ટર

ખેડુતો માટે ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2023માં બરછટ અનાજના ઉત્પાદનને લઈને મોટી જાહેરાત કરી છે. સીતારામને બરછટ અનાજના સૌથી મોટા ઉત્પાદક ભારતમાં બાજરી એટલે કે બરછટ અનાજના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો સપ્લાય કરવા માટે બાજરીની સંસ્થાઓ સ્થાપવાની જાહેરાત કરી છે.

કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે- નિર્મલા સીતારમણ

પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન આપવાની સાથે કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. ભારતીય બાજરા અનુસંધાન સંસ્થાને ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે સમર્થન આપવામાં આવશે.

  • ખેડૂતોને લોનમાં એક વર્ષ માટે છૂટ
  • કૃષિમાં સ્ટાર્ટઅપ માટે ફંડ
  • ખેડૂતોને ડિજિટલ ટ્રેનિંગ મળશે
  • ખેડૂતોને ડિજિટલ ટ્રેનિંગ મળશે
  • બાજરીના પ્રચાર એ પ્રાથમિકતા છે
  • નવા સહકારી મંત્રાલયની રચના
  • સહકારી બેંકોનું કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવશે
  • સહકારી મંડળીઓનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે

2047 સુધીમાં એનિમિયા નાબૂદ થશે, ICMR લેબ્સનો વ્યાપ વધશે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2023-2024 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું. લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ હેલ્થકેર સેક્ટર માટે મોટી જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે 2014 થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે સહસ્થાનમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં નવી યોજનાઓ લાવવામાં આવશે.

આરોગ્ય બજેટ 2023ની મોટી જાહેરાતો

નાણામંત્રી નિર્મલા સીતા રમણે કેન્દ્રીય બજેટ દરમિયાન કહ્યું હતું કે પીએમ સુરક્ષા હેઠળ 44 કરોડ લોકોને વીમા યોજનાનો લાભ મળ્યો છે. સરકારી યોજનાઓનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચ્યો છે. આ સાથે સરકાર બરછટ અનાજને પ્રોત્સાહન આપશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

MSME સેક્ટરને મળશે રાહત

કોરોના કાળમાં નાના વેપારી અને ઉદ્યોગોને ફટકો પળ્યો છે. જેના કારણે MSME સેક્ટર ઘણું પ્રભાવીત થયું છે, પરંતુ હવે નાના ઉદ્યોગોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન MSME માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે, જે ઇકોનોમીને બુસ્ટ કરશે.

PAN ને ઓળખ પત્ર તરીકે માન્યતા

નાણાપ્રધાને બજેટની જાહેરમાં PAN ને ઓળખ પત્ર તરીકે માન્યતા આપી છે, હવે  ના માત્ર આધાર કાર્ડ પરંતુ PAN કાર્ડને પણ ઓળખ પ્રુફ તરીકે રજુ કરી શકાશે.

આ બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શિક્ષણ માટે જાહેરાત કરી હતી કે દેશમાં શિક્ષકોની તાલીમ માટે નવા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 157 નવી નર્સિંગ કોલેજોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયત અને વોર્ડ સ્તર સુધી નેશનલ ડિજિટલ લાયબ્રેરી ખોલવામાં આવશે. પ્રાદેશિક અને અંગ્રેજી ભાષામાં પુસ્તકો આપવામાં આવશે. NGOના સહયોગથી સાક્ષરતા પર કામ કરવામાં આવશે.આ ઉપરાંત એકલબ્ય શાળાઓ માટે 38800 શિક્ષક-કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે.

2022માં શિક્ષણ ક્ષેત્રને કેટલું મળ્યું?

વર્ષ 2022ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રને 1 લાખ 4 હજાર 277 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું. તેમાંથી રૂ. 63,449 કરોડ શાળા શિક્ષણ માટે આપવામાં આવ્યા હતા. ઉચ્ચ શિક્ષણ માટે 40,828 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. સાર્વત્રિક શિક્ષણ માટે લગભગ રૂ. 37,383 કરોડ ફાળવવામાં આવ્યા છે. 2021માં આ યોજના માટે કુલ બજેટમાં 30 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

IITને રૂ. 8, 495 કરોડ મળ્યા છે

વર્ષ 2022ના બજેટમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) માટે ફાળવણી 8344.84 કરોડથી વધારીને 8,495 કરોડ કરવામાં આવી હતી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) અને AICTE માટે રૂ. 5320.91 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2021 ના ​​બજેટમાં આ માટે 5139.2 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

રેલવે માટે બજેટમાં મોટી જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમૃત કાળમાં રજૂ કરેલા બજેટમાં  સપ્તઋષિને ધ્યાનમાં રાખતા 7 સંકલ્પ સાથે  બજેટની  7 પ્રાથમિકતાઓ રજૂ કરી  હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રેલવેના વિકાસ માટે 2.4  લાખ કરોડની  ફાળવણી કરવામાં આવી છે. સાથે જ નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રેલવેનો કાયાકલ્પ થઈ રહ્યો છે તેમાં 75 હજારની નવી ભરતી પણ કરવામાં આવશે.

રેલ્વે મંત્રાલયને કેન્દ્રીય બજેટ 2022 માં 140367.13 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે બજેટ 2021 ના ​​સુધારેલા આંકડા કરતા 20,311 કરોડ રૂપિયા વધુ હતા.

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2022-23ના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ભારત આગામી 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરશે.

જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સંયુક્ત સાહસો અને સ્પેશિયલ પર્પઝ વ્હિકલ્સમાં રોકાણ માટે બજેટમાં રૂ. 38686.59 કરોડ પણ રાખવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર માટે નવા આધુનિક કોચ અને ટેક્નોલોજી લાવવામાં મદદરૂપ થશે તેવા રોલિંગ સ્ટોકના વિકાસ માટે ફાળવણી રૂ. 7977 કરોડ રાખવામાં આવી હતી.

ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે 15710.44 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા હતા. જેમની મિલકતનું સંચાલન અને જાળવણી માટે રેલવે દ્વારા મુદ્રીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

વર્ષ 2023-2024 માં  ટેક્સ બદલાવ 7 લાખ રૂપિયાની આવક પર કોઇ ટેક્સ નહીં

2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની કમાણી પર 5% 5 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયાની કમાણી પર 10% 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની કમાણી પર 15% 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની કમાણી પર 20% 12.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની કમાણી પર 25% 15 લાખ રૂપિયા અને તેથી વધુની કમાણી પર 30% હતો. મધ્યમ વર્ગ માટે આ મહત્વની જાહેરાત થતા જ લોકોમાં આનંદ છવાઈ ગયો હતો.

Published On - 12:04 pm, Wed, 1 February 23

Next Article