Union Budget 2023 : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ 2023 રજૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્ર પર જાહેરાત કરી છે. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.
ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2023માં બરછટ અનાજના ઉત્પાદનને લઈને મોટી જાહેરાત કરી છે. સીતારામને બરછટ અનાજના સૌથી મોટા ઉત્પાદક ભારતમાં બાજરી એટલે કે બરછટ અનાજના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો સપ્લાય કરવા માટે બાજરીની સંસ્થાઓ સ્થાપવાની જાહેરાત કરી છે. બરછટ અનાજને ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવશે, ભારતને વૈશ્વિક હબ બનાવવા માટે હૈદરાબાદ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ કામ કરશે.
નાણામંત્રીએ આ વખતે કૃષિ ક્ષેત્ર હેઠળ કૃષિ લોનનો લક્ષ્યાંક વધારવાની જાહેરાત કરી છે. ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ રિસર્ચને શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે સમર્થન આપવામાં આવશે.
આ વખતે ભારત સરકારે ભારતના યુવાનોને કૃષિ તરફ વાળવા અને તેમને ખેતી સાથે જોડવા માટે એક નવું ફંડ સ્થાપવાની જાહેરાત કરી છે. નાણા મંત્રીના જણાવ્યા અનુસાર, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા કૃષિ-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરવામાં આવશે. સરકાર કૃષિ ક્ષેત્રમાં માનવ સંસાધનોને તાલીમ આપવા માટે પણ કામ કરશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “અમારો આર્થિક એજન્ડા નાગરિકો માટે તકો ઉપલબ્ધ કરાવવા, વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ આપવા અને મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. યુવા ઉદ્યોગસાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરવી જોઈએ.
નાણામંત્રીએ સામાન્ય બજેટમાં બાજરીનું ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ માટે અમે ખેડૂતોને પ્રોત્સાહિત કરીશું. તેમણે મિલેટ્સને શ્રી અન્ના જેવા નવા નામથી પણ સંબોધ્યા છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, 2.2 લાખ કરોડ ની ખેડુતોના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. તો આગામી સમયમાં ખેડુતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે તો વિશેષ સહાય પણ આપવામાં આવશે. કપાસ ખેતી માટે PPP મોડેલ પર જોર આપવામાં આવશે. તો મોટુ અનાજ ઉગાવવા માટે 2200 કરોડનું ફંડ આપવામાં આવશે. તો માછીમારો માટે માછલી પાલન યોજના શરૂ કરવામાં આવશે. માછીમારો માટે 6000 કરોડ ફાળવવામાં આવશે.
નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા કહ્યું કે, ભારતની સિદ્ધિઓને વિશ્વા વખાણી રહ્યુ છે. કોરોના કાળમાં સરકારે નોંધપાત્ર કામગીરી કરી. આ સમય દરમિયાન કોઈને ભુખ્યા સુવા દીધા નથી. 80 કરોડ લોકોને 28 મહિના સુધી વિના મુલ્યે અનાજ આપવામાં આવ્યુ તો વધુમાં કહ્યું કે,આ અમૃતકાળનું પ્રથમ બજેટ છે.
પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન આપવાની સાથે કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. ભારતીય બાજરા અનુસંધાન સંસ્થાને ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે સમર્થન આપવામાં આવશે.
Published On - 11:52 am, Wed, 1 February 23